________________
શોધવા માટે હવે ક્રિકેટના મેદાનમાં કે ધાબે જવાનું નહોતું. એ કાં તો એમ. જે. લાયબ્રેરીમાં કે ટાઉનહૉલના બગીચામાં વાચન કરતા મળે અથવા તો લૉ કૉલેજની સામેની પાંચ તળાવડીઓની આજુબાજુના શાંત વાતાવરણમાં ચિંતન કરતા હોય.
અભ્યાસનું વાચન ચાલે ને સમાંતરે ધાર્મિક વાચન પણ ચાલે.
જીવન-ઘડતર અંગેની સભાનતાની શરૂઆત આ તબક્કામાં વિશેષપણે નક્કર રૂપ લેતી જોવામાં આવે છે. રોજનીશીમાં મોટે ભાગે દૈનંદિન કાર્યની સમય-નોંધ રહેતી. કેટલા વાગે ઊઠ્યા, પ્રાત:વિધિ ક્યારે કરી, કેટલું વાંચ્યું, ક્યારે ઇતર કામ કર્યું, ક્યારે નિદ્રાધીન થયા, ક્રોધ કર્યો કે નહીં? બ્રહ્મચર્ય કેવી શુદ્ધિથી પાળ્યું? સત્સંગ કેટલો કર્યો વગેરે. પરંતુ આ રોજનીશીને કારણે ફાયદો એ થયો કે જીવનમાં આપોઆપ શિસ્ત આવી. પળેપળનો કેવો ઉપયોગ કરવો તે વિશે જાગૃતિ થઈ. આત્મનિરીક્ષણની આદત પડી. ક્યાંક ભૂલ થઈ હોય, સમય બગડ્યો હોય તો
ધારવાની તક મળી. એક રીતે કહીએ તો આત્મનિરીક્ષણ (Self introspection) અને આત્મજાગૃતિ(Self awareness)ની ટેવ પડી. આત્મસભાનતા સાથે સાથે મંત્રલેખન શરૂ થયું. ૐ મંત્ર અને અન્ય મંત્રો*નું લેખન ચાલવા લાગ્યું. પરિણામે એકાગ્રતા આવવા લાગી. પાનાંનાં પાનાં અને કેટલીય નોટ મંત્રલેખનથી ભરાવા લાગી. સાધનામાં એની ઉપયોગિતા સમજાઈ. આગળ જતાં ધ્યાનમાં' એ જરૂર ઉપયોગી બન્યું હશે. ધ્યાનમાં એકાગ્રતા અતિ જરૂરી વસ્તુ છે.
૧૯૪૯માં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, તે પૂર્વે ઘણા મહિનાઓ સુધી નારાયણનગર માર્ગ પર બ્રહ્મક્ષત્રિય સોસાયટીની નજીક રહેતા સ્વામી ભગવદાચાર્યજી પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેઓ અવારનવાર સેવાધર્મ અને ગૃહસ્થ ધર્મની વાતો કરતા. લગભગ આ વર્ષો દરમિયાન બે પુણ્ય આત્માઓ ‘સ્વામી રામદાસ” અને ‘મા આનંદમયી’-નો પ્રત્યક્ષ પરિચય થયો હતો. સ્વામી રામદાસ (ઉપનામ, પપ્પાજી) ગુજરાત કૉલેજ પાસે તથા ગુલબાઈ ટેકરા પાસે પોતાના ભક્તજનોનાં ઘેર આવે ત્યારે મુકુન્દ સત્સંગ કરવા પહોંચી જાય. પૂ. મા આનંદમયીનાં દર્શન-ભક્તિનો લાભ વિવેકાનંદ મિલવાળા ‘મુન્શા’ શેઠના ઘેર ‘આનંદ’ બંગલામાં મળતો.
| ‘શ્રી રામકૃષ્ણ વચનામૃત' એ પુસ્તકના વારંવાર વાચનથી એની અસર પણ થઈ હતી એટલે વૈરાગ્ય તરફની ગતિ શરૂ થઈ હતી. જીવનનાં અન્ય લક્ષ્યો સીમિત થતાં કે સંકોચાતાં ‘સાધુ’–‘સાધુત્વ'ના વિચારો આવતા હતા.
- રોજનીશી સુધારવા માટે હૃષીકેશવાળા પૂજ્ય સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતીને મોકલવામાં આવતી હતી. એક વખત રોજનીશીની સાથે “સંન્યાસ લેવાની' વિનંતી કરતો પત્ર લખ્યો; પરંતુ તેમણે સ્પષ્ટ ‘ના’ પાડી અને
Dાખાનો અભ્યાસ પૂરો કરવા જણાવ્યું. સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી ભારતના મહાન સંત હતા. ડૉક્ટર બનવાથી સમાજની કેવી મોટી સેવા થઈ શકે છે તે જાતઅનુભવથી જાણતા હતા અને તે સ્વયં આવી સેવા કરતા હતા. તેમનું જીવન એક મોટું પ્રેરણાસ્થાન હતું. એમની અસર આ વિદ્યાર્થી પર વિશેષ પ્રકારે થઈ રહી હતી; જે આજ પર્યત ચાલુ છે અને ૨૦૦૬ની હિમાલયની તીર્થયાત્રા દરમ્યાન સમસ્ત સંઘ, તે મહાપુરુષની તપોભૂમિ અને કર્મભૂમિના પ્રતીક સમા હૃષીકેશમાં આવેલા દિવ્ય-જીવન સંઘના મુખ્ય મથકે, દોઢ કલાક સત્સંગ-ભક્તિ માટે ગયા હતા. અહીં છેલ્લાં પાંચેક વર્ષોમાં તૈયાર થયેલા તેમના ફોટોગ્રાફિક મ્યુઝિયમના પણ સૌ યાત્રિકોએ દર્શન કર્યા. * હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે.