________________
જ્ઞાનનો રંગ, પ્રકૃતિનો સંગ
મુકુન્દનું આ ગાળામાં અભ્યાસેતર વાચન ખૂબ જ વધ્યું હતું. સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથો પ્રત્યેનો રુચિપૂર્ણ અભિગમ તો પહેલેથી જ હતો. માનવીને મહાન, ઉન્નત અને સંસ્કારી બનાવવામાં આ વિષયો અગત્યનો ભાગ ભજવે છે. મહાન પુરુષોનાં જીવનચરિત્રો જોતાં તેમનાં ઘડતરમાં પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન એવા ઉત્તમ સશાસ્ત્રોનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું છે.
એકાંતમાં બેસીને વાચન-ચિંતન-મનનની મૂળ વૃત્તિ તો આદતરૂપે હતી જ. પરીક્ષાના મહિનાઓ બાદ કરતાં, દરરોજ એકાદ કલાક અને વેકેશન-રજાઓમાં ચાર-પાંચ કલાક અભ્યાસેતર વાચન ચાલ્યા કરે. અમુક સમય ઘરમાં, અમુક મંદિરમાં, બગીચામાં, નદી-તળાવના પ્રાકૃતિક વાતાવરણમાં વાચનની ધૂન પૂરી કરે. પ્રાકૃતિક વાતાવરણ પહેલેથી ગમે. કુદરતનું આકર્ષણ હોવાથી જ લૉ-કૉલેજની સામેની તળાવડીઓનો ઉપયોગ વારંવાર કરતા. તે વખતના ટાઉનહૉલ અને એમ. જે. પુસ્તકાલયના બગીચામાં અને ત્યાર પછીના ગાળામાં, કાંકરિયાના વન-ટ્રી-હિલ ગાર્ડનનો પણ અવારનવાર ઉપયોગ કરતા. - એમ. જે. લાયબ્રેરીના તે વખતના ફિલૉસોફી વિભાગનું ભાગ્યે જ કોઈ પુસ્તક એવું હશે જે મુકુન્દ વાંચ્યું ન હોય!.
ગ્રંથપાલ કહે: “આ છોકરો અક્કલ વગરનો લાગે છે. આ વિભાગનાં પુસ્તકો તો કોઈ વાંચતું નથી. ભાગ્યે જ કોઈ માગે છે. ભાગ્યે જ કબાટ ઊઘડે છે. અલ્યા, તું જ વાંચ વાંચ કરે છે? તને થયું છે શું?”
ઈ.સ. ૧૯૪૯ થી '૫૧ – આ બે વર્ષ ગુજરાત કૉલેજના વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે રહ્યા. આ દરમિયાન પ્રથમ વર્ષમાં હિન્દીની ‘રત્ન'ની પરીક્ષા આપી; એમાં સમસ્ત વિદ્યાર્થીઓમાં તેમનો બીજો નંબર આવ્યો અને પુરસ્કારરૂપે, હિન્દી સાહિત્યનાં ઘણાં પુસ્તકો ભેટરૂપે મળ્યાં. આર્યસાહેબની પ્રેરણાને કારણે હિન્દી સાહિત્યનો શોખ વધ્યો હતો. આ બે વર્ષમાં તો સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત, હજારીપ્રસાદ દ્વિવેદી, સુમિત્રાનંદન પંત, હરિવંશરાય બચ્ચન, દિનકરજી તથા પ્રેમચંદજી જેવા હિંદી ભાષાના ઉત્તમ સાહિત્યકારોની કૃતિઓનું રસપાન કર્યું. - ગ્રંથોનું વાચન કર્યું. ૧૯૫૪ના જૂન સુધીમાં તો અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિ હેતુથી સંતશ્રી એકનાથજીનું ભાગવત,
ારતનાં સ્ત્રીરત્નો. શ્રીમદ શંકરાચાર્યનું વિવેકચડામણિ, દાદ-દયાલનાં ભજનો (અંગ્રેજીમાં). શ્રીમદ્ ભાગવતનું અંગ્રેજીમાં ભાષાંતર (The Song of the Lord), ગીતાદોહન વગેરેનું વાચન પૂરું થયું. આ ઉપરાંત મધ્યકાલીન સંત, કવિઓ સર્વશ્રી કબીર, સુરદાસ, તુલસીદાસ, નરસિંહ, મીરાં અને જ્ઞાનના વડલા સમાન પ્રીતમ અને ભોજાનાં પદોનું વાચન તો ખરું જ.
૨૦-૨૨ વર્ષનો યુવાન મુકુન્દ એના અભ્યાસ દરમિયાન જ્ઞાન-સાહિત્યનો વિરાટ દરિયો ખેડે છે. આ સમયગાળો તેમના ઘનિષ્ઠ સદ્વાચનનો પ્રથમ ગાળો હતો. આ વાચને તેમનામાં સૂઝ, પરિપક્વતા, ઊંડાણ અને
19.
Inતો રેગ, છતિનો સંગ જ્ઞાનનો રંગ, એક્તિનો સંગ જ્ઞાનનો રંગ, પ્રકૃતિનો સંગ