________________
ટેકનોલોજીમાં ગણિતનો સર્વાધિક અગ્રસર પ્રયોગ એવી મશીનોની ડીઝાઈનમાં થાય છે જે પોતે પોતાને નિયંત્રિત કરતું હોય. એવી જ વિધિઓ જીવિત આગેનિઝ્મ અને જનસમુહોની ક્રિયાવિધિના નિયંત્રણ સાથે સંબંધિત હોય છે. બીજા વિસ્તૃત સિદ્ધાંતોની જેમ નિયંત્રણ સિદ્ધાંત ગણિતીય વૈજ્ઞાનિક અથવા તકનીકી વિધિઓના મિશ્રણને બદલે મનોસ્થિતિનો સિદ્ધાંત છે. નિયંત્રણ સમસ્યાઓ જે ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ઔષધિ અને રાજનીતિમાં ઉપસ્થિત થાય છે તે મલ્ટીસ્ટેજ ડીસીજન પ્રોસેસ કહેવાય છે. આ બધામાં ગણિતનો ઉપયોગ થયેલો છે.
ગણક મશીનો (કોમ્યુટર્સ) વડે ઉચ્ચ ગતિશીલ અંકગણના દ્વારા ગણિતના પ્રયોગોની આવશ્યકતાની પૂર્તિ થઈ છે. બધાથી મોટા ઈલેક્ટ્રોનિક ગણક મશીનોની સ્મૃતિ-ક્ષમતા પ્રાયઃ એક અબજ શબ્દો કે કેટલાક લાખ વ્યક્તિગત ઢિચર અંક હોય છે. એવી મૃતિ-દ્રતતા એક માઈક્રો સેંકડ હોય છે. આ ભવિષ્યમાં કઈ ગણા વધી જાય છે. હવે માઈક્રો ઈલેકટ્રોનિક પરિપથનો ઉપયોગ થવાને કારણે હજાર ગણી નાના ગણક મશીનો બનવા લાગ્યા છે.
૩. વૈદિક, જૈન તેમજ બૌદ્ધ સંસ્કૃતિમાં ગણિતનું મહત્વ ભારતમાં વૈદિક સંસ્કૃતિના સાથે જ શ્રમણ સંસ્કૃતિ સ્વતંત્ર રૂપથી વિકસિત થઈ હોવાનું કહેવાય છે. અનેક સ્થાનો પર વૈદિક ગ્રંથ પુરાણોમાં કંઈક પ્રમાણમાં સમાનતા દર્શાવતું કેટલાક જૈન તીર્થકરોનું વિવરણ પ્રાપ્ત થાય છે.' વૈદિક, જૈન તેમજ બૌદ્ધ સંસ્કૃતિઓ ભારતમાં પ્રાયઃ સમાન રૂપમાં પનપતી રહી અને એના સાહિત્યાદિ પર શોધ કરવા અર્થે બિહાર સરકારે ત્રણ શોધ કેન્દ્ર સ્થાપિત કર્યા છે. સંસ્કૃત તેમજ વૈદિક સંસ્કૃતિના અધ્યયન તેમજ અનુસંધાનને માટે મિથિલા વિદ્યાપીઠ, પ્રાકૃત અને જૈન તત્વજ્ઞાન તથા અહિંસા વિષયક સ્નાતકોત્તર અધ્યયન તેમજ અનુસંધાન માટે વૈશાલી વિદ્યાપીઠ તથા પાલિ તેમજ બૌદ્ધ તત્ત્વજ્ઞાનને માટે નવનાલન્દા મહાવિહારની સ્થાપના કરવામાં આવી છે. શાસનનો આ દૃષ્ટિકોણ ઉદાત્ત તેમજ શ્રેયસ્કર માન્ય થયેલો છે.
ગણિત વિજ્ઞાનનું વૈદિક સંસ્કૃતિમાં શું મહત્વ ગણવામાં આવે છે તે અંગે ડૉ. દત્ત તેમજ ડૉ. સિંહે લખ્યું છે. કહેવામાં આવે છે કે પ્રાચીન ભારતવર્ષમાં કોઈ વિજ્ઞાનને ન તો સ્વાધીન અસ્તિત્વ પ્રાપ્ત કર્યું હતું અને ન તો એનું સ્વતંત્ર રૂપમાં વિકાસ થયો હતો. વૈદિક-કાલીન ભારતમાં જે કોઈ વિજ્ઞાન જે કોઈ રૂપે મળે છે એની ઉત્પત્તિ અને વિકાસ કોઈને કોઈ વેદાંગની અન્તર્ગત થયા છે. અને એટલે વૈદિક ક્રિયાઓના સહાયતાર્થ માનવામાં આવે છે. ક્યારે-ક્યારે આ પણ કલ્પના કરી શકાય કે - વેદિકકાલીન હિન્દુલોક કોઈ વિજ્ઞાનની વિશેષ ઉન્નતિને નિરુત્સાહિત કરતા રહ્યા હતા, આ સમજીને તે એના ચિત્તવૃત્તિને અન્ય માર્ગોની તરફ લઈ જઈને એની બ્રહ્મજ્ઞાનની શોધમાં બાધક સિદ્ધ થઈ શકે છે. વસ્તુતઃ એ ધારણા સર્વથા સત્ય નથી. કદાચિત એ સત્ય છે કે – પ્રારંભિક વૈદિક કાળમાં વિજ્ઞાનનો વિકાસ એટલા માટે થયો કે તે ધર્મમાં સહાયક હતા.
પરંતુ સાધારણત: એ જોવામાં આવ્યું છે કે - પ્રત્યેક કાળ અને પ્રત્યેક દેશમાં લોકોનો કોઈ જ્ઞાનવિશેષમાં અનુરાગ હમેશા કોઈ કારણો ને લીધે જ થયો છે. પ્રાચીન હિન્દુઓનો અધિકતર સમય ધર્મકર્મમાં વ્યતીત થતો હતો. એટલે એ અસ્વાભાવિક નથી કે અન્ય વિષયોનું જ્ઞાન એના સહાયતાર્થ વિકાસ પામ્યું અને એની અન્તર્ગત રાખવામાં આવ્યું. આ દર્શાવવા માટે પર્યાપ્ત પ્રમાણમાં પ્રમાણ(મળે છે) કે સમય મળતા બધા વિજ્ઞાન પોતાના મૂળ ઉદેશ્યનો અતિક્રમણ કરી ગયા અને એનો સ્વતંત્ર રૂપમાં વિકાસ થયો. એમાં સંદેહ નથી કે વૈદિકકાળના ઉત્તરાર્ધમાં એક નવીન ધારા વહી.”
છાંદોગ્ય ઉપનિષદૂમાં પણ સનત્કાર-નારદ સંવાદમાં નક્ષત્રવિદ્યા અને રાશિ વિદ્યાનો ઉલ્લેખ આવ્યો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ લિપિ અને સંખ્યાનને મહત્વ આપવામાં આવ્યું છે.'
જગદ્ગુરુ સ્વામી ભારતી કુષ્ણતીર્થને 'Vedic Mathematicsમાં વૈદિક સંસ્કૃતિમાં ગણિત મહત્વ ભાવનાને નિમ્નલિખિત શબ્દમાં પ્રસ્તુત કર્યું છે." The Modern Scienstist has his one theory and art (technique) ૧. જુઓ – ડૉ. હીરાલાલ જૈન, ભારતીય સંસ્કૃતિમાં જૈનધર્મનો યોગદાન” ભોપાલ ૧૯૬૨,પૃ. ૧૧ વગેરે. ૨. જુઓ - ડૉ. બિભૂતિભૂષણદત્ત તેમજ ડૉ. અવધેશ નારાયણ સિંહ ‘હિન્દુ ગણિતશાસ્ત્રનો ઈતિહાસ” ભાગ-૧.
લખનઊ, ૧૯૫૬ પૃ. ૨-૩. વેદાંગ જયોતિષમાં ઉલ્લેખ છે જે પ્રકારે મયુરોની શિખાઓ તેમજ નાગોની મણીઓ
છે એવી જ રીતે વેદાંગશાસ્ત્રોમાં ગણિતનું સ્થાન બધાથી ઊંચુ છે. (શ્લોક-૪) ૩. છાંદોગ્ય ઉપનિષદ, ૭.૧, ૨, ૪ ૪. અર્થશાસ્ત્ર : આર. શામ શાસ્ત્રી દ્વારા સંપાદિત ૧.૫, ૨ 4. Vedic Mathematics' Motilal Banarasidas, Delhi 1982, P. 14
6 6 35 365 366 365 366 67 68 49 Idents By By : ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org