________________
000+Œ‹
*** }¢}¢}¢}¢}¢}¢
+++
લિશ્ક૧ મેરૂના અન્તઃ મંડળને મેરૂ સાથે ૪૯૮૨૦ યોજન લઈને પૃથ્વીનો ૬૬ ૧ માની છે. એનું માન અનુમાનતઃ
ચીની ૫૦૦૦૦ "લી” થાય છે. અહીં ભારતીય અને ચીની યોજના પ્રણાલીમાં સમાનતા જણાય છે. સૂર્યની ક્રાન્તિનો એક અયનથી બીજા અયનસુધી ૪૭° રૂપે ૫૧૦ યોજન સ્વીકાર કરવો ઉચિત છે. એ સૂર્યની વીથિઓ અંગે અંતઃતમ તેમજ બાહ્યતમ અંતરોનું અંતર છે. પૃથ્વી તલ ને ગોળીય માનવાથી ૧૦ ચાપનું માપ ૬૯.૯ માઈલ પણ માનવામાં આવે છે, જ્યારે પૃથ્વીની ત્રિજીયા જ્ઞાત હોય તો એ પ્રકારે યોજનનું માપ લગભગ ૬.૪ માઈલ સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રયાસથી જૈન ગ્રંથોમાં જ્યોતિષ્કોની વર્ણવેલ ઊંચાઈનું રહસ્ય ખુલવા લાગે છે. આ પ્રકારે ચિત્રા પૃથ્વીથી સૂર્યની ૮૦૦ યોજનની ઊંચાઈનું માપ ૭૭° ૫ પ્રતીત થાય છે. જેને સૂર્ય પથ(eclipter)ની કોઈ સમતલ અથવા અવલોકનકર્તાથી કોણીય અંતર માની શકાય છે. આ પ્રકારે ચંદ્રની ઊંચાઈ ૮૮૦ યોજનોને આ ઈકાઈઓમાં ૭૦.૭ અધિક માનીને સૂર્યથી ચંદ્રની એ ઉત્તરી ધ્રુવીય અંતર માનવામાં આવી શકે છે. અન્ય ગ્રહોના અંગે હાલપણ શોધ કરવી વાંછનીય છે.
૨
પલ્પ (પ્રા. ર૪)
સાહિત્યિક રૂપથી પલ્લનો અર્થ ખાત કે ખાડો થાય છે. જે અનાજ ભરવાના ઉપયોગમાં આવે છે. એનાથી રાશિનો કાળનું માપ પ્રરૂપિત કરે છે. પલ્ય ત્રણ પ્રકારના હોય છે. વ્યવહાર, ઉધ્ધાર તેમજ અધ્યા. એનું પ્રમાણ ગણના અને ગણત્રીની વિધિ દ્વારા કાઢવામાં આવે છે.
વ્યવહાર પલ્ય = ૪.૧૩ × (૧૦)૪ વર્ષ. એને અવિભાગી સમયોમાં બદળી શકાય છે.
ઉધ્ધાર પલ્ય= ૪.૧૩ × (૧૦)૪૪ × જધન્ય યુકત અસંખ્યાત × ૧૦° વર્ષ. અહીં જઘન્યયુક્ત અસંખ્યાતનું માન ગણવાની વિધિ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે.
અધ્ધા પલ્ય = ૪.૧૩× (૧૦)૪૪ × (જઘન્ય યુકત અસંખ્યાત) વર્ષ.
અહીં અજ્ઞાત મધ્યમ સંખ્યાતની અનિર્ધતતા સિવાય એ બધીને સમય રાશિમાં બદળી શકાય છે.
જ્યાંરે ઉપરોકત (૧૦)૧૪ વડે ગુણવાથી સંવાદી સાગરનું માન પ્રાપ્ત થઈ જાય છે. શ્વેતાંબર તથા દિગંબર આમ્નાઓમાં તત્સંબંધી અન્તરનું અધ્યયન વિશ્વ પ્રહેલિકામાં ઉપલબ્ધ છે.
આ ઉપમા માનની રાશિ છે જેને રચના-રાશિ કહી શકાય છે. આ પ્રકારે રચિત રાશિના દ્વારા અસ્તિત્વમાં મળ નારી રાશિનુંપ્રમાણ દર્શાવવામાં આવે છે.
આવનિકા ( પ્રા. આવત્તિના )
૨૪૫૮
૩૦૭૩
એનો અર્થ પંક્તિ કે કતાર (Trail) થાય છે. એ એક ક્રમબધ સમયોની રાશિ હોય છે. જઘન્ય યુકત અસંખ્યાત સમયોની એક આવલિકા થાય છે. ૪૪૪૬ આવલિકાઓનું એક પ્રાણ વગેરે માપ બને છે. આ પ્રકારે મુહૂર્ત, અહોરાત્ર વગેરે પર્યંત પહોંચે છે. આ રીતે જૈન વિજ્ઞાનમાં સમય માપનો રાશિ-સૈધ્ધાન્તિક આધાર હોય છે જે ફરી ક્ષેત્ર-માપ સાથે સંબંધિત થઈ જાય છે. એનાથી એક સમય ઓછો કરાવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત બને છે, જેને મુનિ મહેન્દ્ર કુમાર દ્વારા શીર્ષ પ્રહેલિકા પણ કહેવામાં આવી છે.પ કાળ, સમય અને અધ્ધા એ બધા એકાર્થવાચી નામ છે. એક પરમાણુનું બીજા પરમાણુને વ્યતિક્રમ કરવામાં જેટલો સમય લાગે છે એને સમય કહેવામાં આવે છે. ચૌદ રાજુ આકાશ પ્રદેશોના અતિક્રમણ માત્રકાળથી જે ચૌદ રાજુ અતિક્રમણ કરવામાં સમર્થ પરમાણુ છે, એનું એક પરમાણુ અતિક્રમણ કરવાના કાળને સમય કહે છે. એવા અસંખ્યાત સમયોની એક આવલિ થાય છે. તત્પ્રાયોગ્ય સંખ્યાત આવલિઓથી ઉશ્વાસ - નિશ્વાસ નિષ્પન્ન થાય છે.
૧. Lishk s.s. sharma S.D. Tirthankar 1. 7-12. 1975 PP. 83-92
૨.
લિશ્ક અને શર્મા (૧૯૭૫), (૧૯૭૯)
૩.
તિ. ૫. શ્લોક ૧.૧૧૬- ૧:૧૨૮
૪. વિ.પ્ર. પૃ. ૨૪૫-૨૫૨. લૉ. પ્ર ૧,૧૬૫ વગેરે, તિ. ૫. ૪.૩૧૧ વગેરે.
૫.
વિ.પ્ર. પૃ. ૧૧૭, શ્વેતાંબર પરંપરાનુસાર.
૬.
૧. ખં. પુ.૪, પૃ. ૩૧૮
***
Jain Education International
***** 65 +X••••••
Personal Use Only
For Private
www.jainelibrary.org