________________
ગ્રીષ્મ ઋતુના પ્રથમ મહિનાને ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા નક્ષત્ર પૂર્ણ કરે છે. માસના અંતિમ દિવસે રેખાસ્થ ત્રણ પગની પોરથી થાય છે. બીજા મહિનાને ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્ર પૂર્ણ કરે છે. માસના અંતિમ દિવસે બે પગ અને આઠ આંગળની પોરબી થાય છે. ત્રીજા મહિનાને વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા નક્ષત્ર પૂર્ણ કરે છે. માસના અંતિમ દિવસે પોરથી બે પગ અને ચાર આંગળની થાય છે. ચોથા મહિનાને જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર પૂર્ણ કરે છે. માસના અંતિમ દિવસે રખાસ્થ બે પગની પોષી થાય છે.
નક્ષત્ર મંડળ આઠ છે. એમાંથી જંબુદ્વીપમાં એક સો એસી યોજન ઊંડા ઉતરવાને (સ્થાને) બે અને લવણ સમુદ્રમાં ત્રણ સો ત્રીસ યોજન ઉંડા ઉતરવાના (સ્થાને) છ મંડળ આવેલા છે. સર્વાભ્યન્તર મંડળથી સર્વબાહ્યમંડળ વચ્ચેનું અંતર પાંચસો દસ યોજનનું છે અને એકબીજાના મંડળ વચ્ચેનું અંતર બે યોજનનું છે. પ્રત્યેક મંડળનો આયામ - વિખંભ એક ગાઉ છે અને પરિધિ ત્રણ ગણાથી કંઈક અધિક છે અને બાહલ્ય અડધો ગાઉ છે.
જંબૂદ્વીપના મંદર પર્વતથી સર્વાભ્યત્તર નક્ષત્ર મંડળ વચ્ચેનું અંતર ચુંમાલીસ હજાર આઠસો ચોવીસ યોજન અને સર્વબાહ્ય મંડળનું અંતર પીસ્તાલીસ હજાર આઠસો ત્રીસ યોજન છે.
સર્વાભ્યન્તર મંડળનો આયામ-વિખંભ નવ્વાણું હજાર છસો ચાલીસ યોજન તથા પરિધિ ત્રણ લાખ પંદર હજાર નિવાસી યોજનથી કંઈક અધિક છે અને સર્વબાહ્ય નક્ષત્ર મંડળનો આયામ - વિખંભ એક લાખ છસો સાઈઠ યોજન તથા પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર યોજન છે.
સર્વાત્યંતર મંડળ પર સંક્રમણ કરીને નક્ષત્ર ગતિ કરે છે તથા પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર બસો પાંસઠ યોજન અને મંડળના એકવીસ હજાર નવસો સાઈઠ ભાગોમાંથી અઢાર હજાર બસો ત્રેસઠ ભાગ જેટલું ચાલે છે અને સર્વબાહ્ય મંડળ પર સંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર ત્રણસો ઓગણીસ યોજન અને મંડળના એકવીસ હજાર નવસો સાઈઠ ભાગોમાંથી સોળ હજા૨ ત્રણસો પાંસઠ ભાગ જેટલું ચાલે છે. પ્રત્યેક મુહૂર્તમાં નક્ષત્ર જે-જે મંડળો પર સંક્રમણ કરે છે તે-તે મંડળોની પરિધિના એક લાખ અઠ્ઠાણુંમાં ભાગોમાંથી આઠસો પાંત્રીસ ભાગ ચાલે છે.
પહેલા, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમાં, દશમ, અગિયારમાં, પંદરમાં ચંદ્ર મંડળની સાથે પહેલા, બીજા વગેરે ક્રમાનુસાર નક્ષત્ર મંડળ (સાથે) મળેલા છે. કૃતિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્ય મંડળથી દસમાં મંડળમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વાભ્યન્તર મંડળથી દસમા મંડળમાં ભ્રમણ કરે છે. અભિજિતું વગેરે નવ નક્ષત્ર ચંદ્રના પાછળના ભાગમાં ગતિ કરે છે.
જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે અને અઠ્ઠાવીસ નક્ષત્ર છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યનો અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ નક્ષત્રોનો પરિવાર છે. આમ બધા મળીને છપ્પન નક્ષત્રો થાય છે. આ છપ્પન નક્ષત્રોમાં નક્ષત્રોનો સીમા વિધ્વંભ કેટલો છે એ અંગે દર્શાવવામાં આવ્યું છે કે - બે અભિજિત નક્ષત્રોનો છસોત્રીસ યોજન, બે શતભિષક વગેરે બાર નક્ષત્રોનો એક હજાર પાંચસો યોજન, બે શ્રવણ આદિ ત્રીસ નક્ષત્રોનો બે હજાર દસ યોજન અને બે ઉત્તરાભાદ્રપદ વગેરે બાર નક્ષત્રોનો ત્રણ હજા૨ પંદર યોજન તથા બધામાં એક યોજનના સડસઠ ભાગોમાંથી ત્રીસ ભાગ જેટલો સીમા વિખંભ છે. જે છપ્પન નક્ષત્રો છે તેઓ ચંદ્ર, સૂર્ય સાથે યોગ કરતા હતા. કરે છે અને કરતા રહેશે. કેટલાક નક્ષત્રો નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠ ભાગોમાંથી સત્તાવીસ ભાગ, કેટલાક પંદર મુહૂર્ત, કેટલાક ત્રીસ મુહૂર્ત અને કેટલાક પીસ્તાળીસ મુહર્ત ચંદ્રની સાથે યોગ કરે છે.
સૂર્યની સાથે કેટલાક નક્ષત્ર ચાર અહોરાત્ર છ મુહૂર્ત, કેટલાક નક્ષત્ર છ અહોરાત્ર એકવીસ મુહૂર્ત, કેટલાક નક્ષત્ર તેર અહોરાત્ર બાર મુહૂર્ત અને કેટલાક નક્ષત્ર વીસ અહોરાત્ર ત્રણ મુહૂર્ત યોગ કરે છે. નક્ષત્ર ચંદ્રની સાથે યોગમાંથી મુક્ત થઈને પોતાના ઉત્તરવર્તી નક્ષત્રને ચંદ્ર સોંપે છે.
અઠ્ઠાવીસ નક્ષત્રોની અપેક્ષાએ પણ ઉપરોક્ત કથનાનુસાર ચંદ્ર-સૂર્યના નક્ષત્ર યોગ કરે છે. એનું વિસ્તૃત વર્ણન છે.
નક્ષત્રોનો ચંદ્રની સાથેના યોગનો પ્રારંભ કયા પ્રકારે થાય છે એનું વિસ્તારથી વર્ણન છે. જેમકે – અભિજિતુ અને શ્રવણ એ બન્ને નક્ષત્રો સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરે છે. તે પછી ઓગણપચાસથી કંઈક વધુ મુહૂર્ત સૂર્યની સાથે સમક્ષેત્રમાં યોગયુક્ત રહે છે. પછી બીજા દિવસની સાંજે યોગમુક્ત થઈ ધનિષ્ઠા નક્ષત્રમાં મળી જાય છે. આ પ્રકારે ઓછા વધતા મુહૂર્તોમાં નક્ષત્ર ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે.
જ્ઞાન વૃદ્ધિ કરનારા દસ નક્ષત્ર છે. ૧. મૃગશિર, ૨. આદ્ર, ૩. પુષ્ય, ૪. પૂર્વાષાઢા, ૫. પૂર્વાફાલ્ગની , ૬. ઉત્તરાફાલ્ગની, ૭. મૂળ, ૮. આશ્લેષા, ૯. હસ્ત, ૧૦. ચિત્રા.
ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org