________________
આષાઢી પૂર્ણિમાએ અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ અને બાર મુહૂર્તની જઘન્ય રાત્રિ થાય છે અને પોષ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ તેમજ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે તથા ચૈત્રી પૂર્ણિમા અને આસોની પૂર્ણિમાએ દિવસ- રાત્રિ સમાન હોય છે અર્થાતુ પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારે એક મુહૂર્તના ચૌથા ભાગ એમાંથી ચાર મુહૂર્ત ઓછા જેટલી દિવસ-રાત્રિની પોરથી થાય છે.
ચૈત્ર અને આસો માસમાં સૂર્ય એકવાર છત્રીસ આંગળની અને કાર્તિક કૃષ્ણા સપ્તમીના દિવસે સૂર્ય સાડત્રીસ આંગળની પોરથી છાયા કરતો એવો ગતિ કરે છે. આ પ્રમાણકાળનું વર્ણન છે.
જે કોઈ નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવે જે પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય, એના એવા રૂપમાં ભોગવવાને યથાયર્નિવૃત્તિકાળ' કહે છે. જીવનો શરીરથી વિયોગ મરણકાળ' છે. સમય, આવલિકા યાવતુ ઉત્સર્પિણી આદિ રૂપ કાળને અદ્ધાકાળ' કહેવામાં આવે છે.
જે કાળના બે ભાગ નથી થતા તે સમય' કહેવાય છે. અસંખ્ય સમયને સંમિલિત કરવાથી જે કાળ આવે છે તે આવલિકા' (કહેવાય) છે અને સંખેય આવલિકાઓના એક શ્વાસોશ્વાસ” થાય છે.
(અદ્ધા) કાળ બે પ્રકારના છે-પ્રદેશ નિષ્પન્ન, વિભાગ નિષ્પન્ન. એક સમયની સ્થિતિવાળા યાવતુ અસંખ્ય સમયની સ્થિતિવાળા (પરમાણું કે સ્કંધ) પ્રદેશ નિષ્પન્ન કહેવાય છે. અને સમય આવલિકા મુહૂર્ત યાવતુ પરાવર્તન એ કાળ વિભાગોથી નિષ્પન્નને '
વિભાગ નિષ્પન્ન” કહેવામાં આવે છે. સમય કાળનો બધાથી સૂક્ષ્મતમ અંશ છે એ અહીં એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે અને આવલિકા આદિ ઉત્તરવર્તી કાળ ગણનાની આદ્ય એકમો છે. આવલિકા અસંખ્યાત સમયની હોય છે. આવલિકાના અનન્તર કાળગણનાની સૂચક સંખ્યાઓ શ્વાસોશ્વાસ (પ્રાણ), સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સોવર્ષ, સહસ્ત્ર વર્ષ, લાખ વર્ષ પૂર્વાગ યાવતું શીર્ષ પ્રહેલિકા છે. પ્રાણથી લઈ લાખ વર્ષ સુધીની કાળ ગણના પ્રાયઃ સર્વજ્ઞાત છે. એના પછી પૂર્વાગથી લઈ શીર્ષપહેલિકા પર્વતની સંખ્યા પૂર્વથી ઉત્તરની સંખ્યા ચોર્યાસીલાખચોર્યાસીલાખ ગણી છે. શીર્ષ પ્રહેલિકા પર્યન્ત ગણિતનો વિષય છે.
અવસર્પિણી, ઉત્સર્પિણી કાળ ઔપમિક કાળનું રૂપ છે. જેની કાળ ગણના સાગરોપમો દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. એ અવસર્પિણી, ઉત્સર્પિણી ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની છે.
ત્રીસ અકર્મભૂમિઓમાં અવસર્પિણી, ઉત્સર્પિણી કાળ થતો નથી એક માત્ર અવસ્થિત કાળ હોય છે. એ પ્રમાણે પાંચ મહાવિદેહ માટે પણ સમજવું જોઈએ. ભરત, ઐરાવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે. અવસર્પિણી ઉત્સર્પિણી કાળ છ આરામાં વિભાજિત છે. અવસર્પિણીકાળના આરાઓ સુષમ-સુષમા યાવતું દુષમ-દુષમા રૂપ છે. ઉત્સર્પિણી કાળના આરાઓ દુષમ-દુષમાથી આરંભ થઈ સુષમ-સુષમા રૂપ છે.
ભરત ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણીના સુષમ-સુષમા આરાઓનું કાળમાન ચાર ક્રોડાક્રોડી સાગરોપમ હતું, છે અને રહેશે. એ કાળમાન ધાતકીખંડ અને પુષ્કરાઈ માટે પણ સમજવું જોઈએ.
(૧) અવસર્પિણી કાળના પ્રથમ આરાનું નામ સુષમ-સુષમા' છે. ત્યાંનો ભૂમિભાગ અતિ સમ તેમજ રમણીય હતો. ત્યાં દસ પ્રકારના કલ્પવૃક્ષ કહેવામાં આવ્યા છે. ત્યાંના મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. એની ઉંચાઈ ત્રણ કોશ છે. તે વજઋષભનારાચ સંહનનવાળા છે તેમજ ચોરસ આકારના છે. એની પાંસળીઓ બસો છપ્પન (હોય) છે. ત્રણ દિવસ પછી આહારની ઈચ્છા થતી હોય છે. આયુષ્ય ત્રણ પલ્યોપમ (જેટલું) હોય છે. ભોગ્ય આયુષ્યના છ માસ બાકી રહ્યા હોય ત્યારે પરભવનો આયુષ્ય બાંધે છે. મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. યુગલિક સંતાનનું પચાસ દિવસ સુધી પાલન-પોષણ કરે છે.
(૨) પ્રથમ આરો પૂર્ણ થયા પછી સુષમા' નામનો, બીજા આરાનો આરંભ થાય છે. આ સમયમાં પ્રાકૃતિક પદાર્થો તેમજ મનુષ્યોના આચાર-વિચાર આદિની રીતિ નીતિ પ્રાય: પ્રથમ આરા જેવી જ છે. પરંતુ એમાં કેટલોક ફેરફાર થઈ જાય છે. જેમકે- ચાર હજાર ધનુષ પ્રમાણ શરીરની અવગાહના (ઊંચાઈ) થાય છે. એકસો અઠ્ઠાવીસ પાંસળીઓ હોય છે. બે દિવસ પછી ભોજનની ઈચ્છા થાય છે. પોતાની યુગલિક સંતાનનું ચોસઠ દિવસ પાલન-પોષણ કરે છે. બે પલ્યોપમનું આયુષ્ય હોય છે.
(૩) બીજો આરો વીત્યા પછી સુષમ-દુષમા' નામનો ત્રીજા આરાનો પ્રારંભ થાય છે. એ સમયમાં પદાર્થોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ પર્યાયોમાં તથા મનુષ્યોનું ઉત્થાન બલ-વીર્ય, પુરુષાકાર-પરાક્રમના પર્યાયોમાં ક્રમશ: અનન્તગણી હાનિ થતી જાય છે. મનુષ્યોના શરીરની ઊંચાઈ બે હજાર ધનુષ્ય થઈ જાય છે. શરીરમાં પાંસઠ પાંસળીઓ હોય છે. આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. એક દિવસ પછી આહારની ઈચ્છા થાય છે. પોતાના યુગલિક સંતાનનું અગણ્યાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org