________________
૧૪ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યકુ લોક : જ્યોતિષિકદેવ વર્ણન
સૂત્ર ૯૮૯
ते णं विमाणा अद्ध कविट्ठगसंठाणसंठिया सव्वफालियामयाअब्भुग्गयमूसियपहसिया इव विविहमणिकणग-रयणभत्तिचित्ता वाउ यविजयवेजयंतीपडाग-छत्ताइछत्तकलिया तुंगा गगणतलमणुलिहमाणसिहरा जालंतररयण-पंजरुम्मिलियब्वमणि-कणगथूभियागा वियसियसयत्तपुण्डरीया तिलयरयणद्धचंदचित्ता णाणामणिमय दामालंकिया अंतो बहिं च सण्हा तवणिज्जरूइल-वालुयापत्थडासुहफासा सस्सिरीया सुरुवा पासाईया-जाव-पडिरूवा
एत्थ णं जोइसियाणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे -
એ વિમાનો અધકપિત્થક (અર્ધ કોઠાના) આકારના છે. બધા સ્ફટિક રત્નમય છે. ઉંચા ઉન્નત પોતાની કાંતિથી (જાણેકે) હંસતા હોય એમ લાગે છે. વિવિધમણીઓ (અને) કનકરત્નોની રચનાથી ચિત્ર-વિચિત્ર લાગે છે. પવનથી ઉડતી વિજય-વૈજયન્તી પતાકાઓથી તથા છત્રાતિછત્રથી શોભિત છે. તે ગગનચુંબી શિખરવાળા છે. જાળિયોમાં લગાડેલ રત્નોથી જાણે કે પીંજરામાંથી નીકળતા પક્ષી ન હોય એવા લાગે છે. એમાં મણિ જડેલ કનકમય સુપિકાઓ છે. (એમાં) વિકસિત શતપત્ર તેમજ પુંડરિક કમળો છે તિલક તેમજ રત્નમય અર્ધચંદ્રોથી ચિત્રવિચિત્ર છે. તથા વિવિધ પ્રકારની મણિમાળાઓથી અલંકૃત છે. અંદર અને બહાર ચિકણા છે. કોમળ તપનીય (લાલ-સ્વર્ણ) ની રેતીવાળા છે. સુખદ સ્પર્શવાળા છે. શોભાયમાન છે. સુરૂપ છે. પ્રાસાદિક છે- યાવતુ- રમણીય છે. અહીં (આ વિમાનોમાં) પર્યાપ્ત અને અપર્યાપ્ત જયોતિષી દેવોના સ્થાન કહેવામાં આવ્યા છે. એ ત્રણે (ઉત્પત્તિ, સમુદ્યાત અને સ્વસ્થાન) સ્થાનોની અપેક્ષાથી (જયોતિષ્ક દેવોના વિમાન) લોકની અસંખ્યાતમા ભાગમાં છે. આ વિમાનોમાં અનેક જયોતિષી દેવ રહે છે. જેમકે- (૧) બૃહસ્પતિ, (૨) ચંદ્ર, (૩) સૂર્ય, (૪)શુક્ર, (૫) શનૈશ્ચર, (૬) રાહુ, (૭) ધૂમકેતુ, (૮)બુધ, (૯) અંગારક. (મંગલ) તે તપાવેલા સ્વર્ણના જેવા રંગવાળા છે. (એ કહેલ ગ્રહોમાંથી) જે ગ્રહ જયોતિષ ક્ષેત્રમાં ગતિ કરે છે. તેમજ ગતિરત કેતુ, અઠ્ઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવ ગણ અને વિવિધ આકારના પાંચ વર્ણવાળા તારા- એ સદા સમાન વેશ્યા (તેજ)વાળા સંચરણશીલ છે. પોત-પોતાના મંડળમાં નિરન્તર ગતિ કરનારા છે. પ્રત્યેક પોત-પોતાના મુકુટમાં સ્પષ્ટ નામાંકિત ચિવાળા છે. મહાઋદ્ધિવાળા છે- યાવતુપ્રભાસમાન છે.
तत्थ णं बहवे जोइसिया देवा परिवति, तं जहा૨. વદ, ૨. વંલા, રૂ. સૂરા, ૪. સુક્ષ, ૬. સાિછા , ૬. રાહૂ, ૭, ધૂમ , ૮, યુહા, ૨. અંગારકા, तत्ततवणिज्जकणगवण्णा ।
जे य गहा जोइसम्मि चारं चरंति, केतू य गइरइया अट्ठावीसइविहा य नक्खत्तदेवयगणा, णाणासंठाणसंठियाओयपंचवण्णाओतारयाओ, ठितलेस्साचारिणो अविस्साममंडलगई पत्तेयणामंकपागडियचिंधमउडा દિઢિયા-ન-vમાસેTUTI,
(g)
જૂરિય. પા. ૨૮, ૩. ૧૪
(૪)
ચંદ્ર. પા. ૨૮ કુ. ૨૪
૨. (૧) નીd. ૫. ૩, ૩. ૨૨૨ | २. गगणतलमहिलंघमाणसिहरा-पाठांतर। ૩. સમ. સુ. ૧ ૦ ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org