________________
૧૬૨ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : સૂર્યની ઉત્તરાર્ધ મંડળ સંસ્થિતિ
સૂત્ર ૧૧૧૧
से निक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि उत्तराए अन्तराए भागाए तस्साइपएसाए अब्भंतराणंतरं दाहिणं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए अभंतराणंतरं दाहिणं अद्धमण्डलसंठिई उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया।
से णिक्खममाणे सूरिए दोच्वंसि अहोरत्तंसि दाहिणाए अन्तराए भागाए तस्साइपएसाए अभितराणंतरं तच्चं उत्तरं अद्धमण्डलसंठिई उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए अभिंतराणंतरं तच्चं उत्तरं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ तया णं अट्ठारस मुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया।
(સર્વઆભ્યન્તરમંડળથી)નીકળતો એવોસૂર્યનવા સંવત્સરના દક્ષિણાયનને પ્રારંભ કરતો એવો પ્રથમ અહોરાત્રમાં ઉત્તરના આભ્યન્તર ભાગના આદિ (આગળ)ના પ્રદેશથી આભ્યન્તરાનન્તરદક્ષિણાર્ધ મંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આભ્યન્તરાનત્તર દક્ષિણાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછો અઢાર મુહૂર્તના દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (આભ્યન્તરાનન્તર મંડળમાંથી)નીકળતો એવો તે સૂર્ય બીજા અહોરાત્રમાં દક્ષિણના આભ્યન્તર ભાગના આદિ (આગળ) ના પ્રદેશમાંથી આભ્યન્તરાનન્તર તૃતીય ઉત્તરાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આભ્યન્તરાનન્તર તૃતીય ઉત્તરાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચારભાગ ઓછો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. આ પ્રકારે આ ક્રમેથી નીકળતો એવો સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તર મંડળને સંક્રમણ કરતો-કરતો એ-એ દેશમાં તે-તે અધમંડળ સંસ્થિતિઓની તરફ સંક્રમણ કરતાં-કરતો ઉત્તરના આભ્યન્તર ભાગના આદિ (આગળ) ના પ્રદેશથી સર્વબાહ્ય દક્ષિણાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય દક્ષિણાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. એ પ્રથમ છ માસ દક્ષિણાયનના (હોય) છે એ પ્રથમ છ માસનો અંત છે. (સર્વ બાહ્ય મંડળથી) પ્રવેશ કરતો એવો તે સૂર્ય બીજા છ માસથી ઉત્તરાયણનો પ્રારંભ કરતો એવો પ્રથમ અહોરાત્રમાં દક્ષિણના આભ્યન્તર ભાગના આદિ (આગળ) પ્રદેશથી બાહ્યાનન્તર ઉત્તરાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणे संकममाणे तंसि तंसि देसंसि तं तं अद्धमण्डलसंठिइंसंकममाणे संकममाणे उत्तराए अन्तराए भागाए तस्साइ पएसाए सब्बबाहिरं दाहिणं अद्धमण्डलसंठिइंउवसंकमित्ताचारंचरइ, ता जया णं सूरिए सव्वबाहिरं दाहिणं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्टपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ,जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, एसणं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे। से पविसमाणे सुरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तंसि दाहिणाए अन्तराए भागाए तस्साइपएसाए बाहिराणंतरं उत्तरं अद्धमण्डलसंठिई उवसंकमित्ता चारं चरइ,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org