________________
સૂત્ર ૧૦૬૮
તિર્યક્ લોક : સૂર્યના ઓજની સંસ્થિતિ
ता जया णं सूरिए अब्भिंतराणंतरं तच्चं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं दोहिं राईदिएहिं दो भागे ओयाए दिवस - खेत्तस्स निव्वुड्ढित्ता, रयणि-खेत्तस्स अभिवुड्ढेत्ता चारं चरइ, मण्डलं अट्ठारसेहिं तीसेहिं सएहिं छेत्ता,
तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्ठभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया,
(४) एवं खलु एएणं उवाएणं निक्खममाणे सूरिए तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मंडलं संकममाणे संकममाणे एगमेगे मंडले, एगमेगे णं राइदिए णं एगमेगं एगमेगं भागं ओयाए दिवस- खेत्तस्स निव्बुड्ढेमाणे- निव्वुड्ढेमाणे रयणि-खेत्तस्स अभिवुड्ढेमाणे- अभिवुड्ढेमाणे सव्व बाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
(५) ता जया णं सूरिए सव्वब्यंतराओ मंडलाओ सव्व बाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सव्वब्भंतरं मंडलं पणिहाय एगे णं तेसिए राइंदियसए णं एगं तेसीयं भागसयं ओयाए दिवस - खेत्तस्स निव्वुड्ढेत्ता रयणि खेत्तस्स अभिवुड्ढेत्ता चारं चरइ, मंडलं अट्ठारसेहिं तीसेहिं सएहिं छेत्ता ।
तया णं उत्तमकट्टपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
एस णं पढमे छम्मासे,
एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे ।
( १ ) से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तसिं बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगे णं राइदिए णं एगं भागं ओयाए रयणिखेत्तस्स निव्बुड्ढेत्ता दिवस - खेत्तस्स अभिवुड्ढेत्ता चारं चरइ, मंडलं अट्ठारसेहिं तीसेहिं सएहिं छेत्ता ।
Jain Education International
For Private
ગણિતાનુયોગ ભા.-૨ ૯૩
જ્યારે સૂર્ય આભ્યન્તરાનન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે મંડળને અઢારસો તીસ ભાગોમાં વિભક્ત કરીને બે અહોરાત્રમાં બે ભાગ દિવસ-ક્ષેત્રના પ્રકાશને ઘટાડીને અને રજનિ-ક્ષેત્રનો વધારીનેગતિ કરે છે.
ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
(૪) આ પ્રકારે આ ક્રમથી નીકળેલો સૂર્ય તદનન્ત૨ મંડળથી તદનન્તર મંડળમાં સંક્રમણ કરતો-કરતો પ્રત્યેક મંડળમાં તેમજ પ્રત્યેક અહોરાત્રમાં એક-એક ભાગ દિવસ ક્ષેત્રના પ્રકાશને ઘટાડતો-ઘટાડતો અને રનિક્ષેત્રનો વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડળની તરફ આગળ વધતો ગતિ કરે છે.
(૫) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળથી સર્વ બાહ્ય મંડળની તરફ ગતિ કરે છે ત્યારે મંડળને અઢારસો ત્રીસ ભાગોમાં વિભાજિત કરીને સર્વાભ્યન્તર મંડળ સિવાય એકસો જ્યાંસી અહોરાત્રમાં એકસો જ્યાંસી ભાગ દિવસક્ષેત્રના પ્રકાશને ઘટાડીને અને રજનિ-ક્ષેત્રનો વધારીને ગતિ કરે છે.
Personal Use Only
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
એ પ્રથમ છ માસ (દક્ષિણાયનના) છે. એ પ્રથમ છ માસનો અંત છે.
(૧) (સર્વ બાહ્ય મંડળની તરફથી) અંદર પ્રવેશ કરતો એવો સૂર્ય બીજા છ માસથી ઉત્તરાયણ (નો) પ્રારંભ કરતો એવો પ્રથમ અહોરાત્રમાં બાહ્યાનાર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્યાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે મંડળને અઢારસો ત્રીસ ભાગોમાં વિભક્ત કરીને એક અહોરાત્રમાં એક ભાગ રજનિ-ક્ષેત્રના પ્રકાશને ઘટાડીને અને દિવસ-ક્ષેત્રનો વધારીને ગતિ કરે છે.
www.jainelibrary.org