________________
- સાઈઠ આદિત્ય માસ, એકસઠ ઋતુમાસ, બાસઠ ચંદ્ર માસ, સડસઠ નક્ષત્ર માસ અને બાર વડે ગુણીને બારથી ભાગવાથી સાઈઠ આદિત્ય, એકસઠ ઋતુ, બાસઠ ચંદ્ર અને સડસઠ નક્ષત્ર સંવત્સર બાકી રહે છે. ત્યારે એટલા સંવત્સર પછી આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરોનો સમાન પ્રારંભ અને સમાન પર્યવસાન કાળ થાય છે.
સત્તાવન માસ, સાત અહોરાત્ર, અગિયાર મુહૂર્ત અને એક મુહુર્તના બાસઠ ભાગોમાંથી તેવીસ જેટલા અભિવર્ધિત માસ, સાઈઠ આદિત્ય માસ, એકસઠ ઋતુમાસ, બાસઠ ચંદ્રમાસ, સડસઠ નક્ષત્ર માસ એટલા કાળને એક સો છપ્પન વડે ગુણી બાર વડે ભાગવાથી સાતસો ચુંમાલીસ અભિવર્ધિત, સાતસો એંસી આદિત્ય, સાતસો ત્રાણું, ઋતુઓ, આઠસો છ ચંદ્ર અને આઠસો એકોત્તર નક્ષત્ર સંવત્સર બાકી રહે છે. એટલા સંવત્સરો પછી અભિવર્ધિત આદિ નક્ષત્ર સંવત્સર પર્યન્ત પાંચે સંવત્સરોનો સમાન પ્રારંભ અને સમાન પર્યવસાન કાળ થાય છે.
માન્યતા ભેદથી ચંદ્ર સંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠ ભાગોમાંથી બાર ભાગ અથવા ત્રણસો ચોપન અહોરાત્ર અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી પાંચ ભાગ જેટલો હોય છે.
સંવત્સરોના પ્રારંભ અને પર્યવસાન કાળમાં ચંદ્ર-સૂર્યની સાથે નક્ષત્રો માટે દર્શાવવામાં આવ્યું છે કે - પ્રથમ પાંચમા અભિવર્ધિત સંવત્સરના પર્યવસાન કાળ પછી અંતર રહિત પ્રથમ સમયમાં પ્રથમ ચંદ્ર સંવત્સરનો પ્રારંભકાળ છે અને બીજા સંવત્સરનો પ્રારંભકાળ તથા પ્રથમ ચંદ્ર સંવત્સરનો અંતરરહિત અંતિમ સમય પર્યવસાન કાળ છે. આ સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે અને સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ કરે છે.
પ્રથમ ચંદ્ર સંવત્સરના કાળ બાદ અંતર રહિત પ્રથમ સમય બીજા ચંદ્ર સંવત્સરનો આરંભકાળ (તોય) છે અને ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો આરંભકાળ એનો પર્યવસાન કાળ છે. આ સમયે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રની સાથે અને સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ કરે છે. - બીજા ચંદ્ર સંવત્સરનો પર્યવસાન કાળ ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ છે અને ચતુર્થ ચંદ્ર સંવત્સરનો પ્રારંભકાળ એનો પર્યવસાન કાળ છે. આ સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે અને સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ કરે છે.
ચતુર્થ ચંદ્ર સંવત્સરનો પ્રારંભકાળ તૃતીય અભિવર્ધિત સંવત્સરનો પર્યવસાન કાળ છે. અને (આનો) પર્યવસાનકાળ પાંચમા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ છે. એ સમય ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે અને સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ કરે છે તથા હેમન્ત ઋતુના એકોત્તર દિવસ રાત વીત્યા પછી સૂર્ય સર્વ બાહ્ય મંડળ સાથે આભ્યન્તર મંડળની તરફ આવૃત્તિ કરે છે.
ચતુર્થ ચંદ્ર સંવત્સરનો પર્યવસાન કાળ પંચમ અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ છે અને પ્રથમ સંવત્સરનો પ્રારંભકાળ એનો પર્યવસાનકાળ છે. આ સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે અને સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરે છે.
નક્ષત્ર સંવત્સરના નક્ષત્ર માસના સત્તાવીશ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠ ભાગોમાંથી એકવીસ ભાગ (જેટલા) હોય છે અને સંવત્સરમાં ત્રણસો સત્તાવીશ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠ ભાગોમાંથી એકાવન ભાગ (હોય) છે. નક્ષત્ર માસમાં આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠ ભાગોમાંથી સત્તાવીસ ભાગ (જેટલો) હોય છે અને સંવત્સરમાં પણ નવ હજાર આઠસો બત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠ ભાગોમાંથી છપ્પન ભાગ હોય છે.
બીજા ચંદ્ર સંવત્સરનો ચંદ્રમાસ ઓગણત્રીસ અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠ ભાગોમાંથી બત્રીસ ભાગનો તથા સંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠ ભાગોમાંથી બાર ભાગ (જેટલો) હોય છે અને માસમાં મુહૂર્ત આઠસો પચાસ અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી તેત્રીસ ભાગ તથા સંવત્સરમાં દસ હજાર છસો પચ્ચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી પચાસ ભાગ હોય છે.
તુ સંવત્સરના ઋતુમાસમાં ત્રીસ અહોરાત્ર અને સંવત્સરમાં ત્રણસો સાઈઠ અહોરાત્ર હોય છે. માસમાં નવસો મુહૂર્ત તથા સંવત્સરમાં દસ હજાર આઠસો મુહૂર્ત હોય છે.
આદિત્ય સંવત્સરના આદિત્ય માસમાં ત્રીસ અહોરાત્ર અને એક અહોરાત્રનો અડધો ભાગ હોય છે અને સંવત્સરમાં ત્રણસો છાસઠ અહોરાત્ર હોય છે. માસમાં મુહૂર્ત નવસો પંદર તથા સંવત્સરમાં દસ હજાર નવસો એંસી મુહૂર્ત હોય છે.
અભિવર્ધિત સંવત્સરના અભિવર્ધિત માસમાં એકત્રીસ અહોરાત્ર ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી સત્તર ભાગ હોય છે. સંવત્સરમાં ત્રણસો ત્રાંસી અહોરાત્ર ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org