________________
પલ્ય (ખાડો) છે. એને સરસવના દાણા વડે ભરવામાં આવે અને પછીથી અનુક્રમે એક દાણો દ્વીપમાં અને એક દાણો સમુદ્રમાં નાંખવામાં આવે. આ પ્રકારે જેટલા દ્વીપ સમુદ્રથી પૃષ્ટ થઈ જાય એટલા ક્ષેત્રનો એક અનવસ્થિત પલ્ય (ખાડો)કલ્પિત કરીને એમાં સરસવના દાણા ભરવામાં આવે તદત્તર અનુક્રમથી દ્વીપ સમુદ્રમાં નાંખવામાં આવે. એ પૂર્ણ થયા પછી એક દાણો શલાકા પલ્યમાં નાખવામાં આવે. આ પ્રકારે શલાકારૂપ પલ્યમાં ભરવામાં આવેલા સરસવના દાણા વડે અકલ્પનીય દ્વીપ સમુદ્રમાં ભરવામાં આવે અને ભરતા ભરતા એક દાણો પણ ન સમાય તે ઉત્કૃષ્ટ સંખ્યાત (કહેવાય) છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની મધ્યવર્તી સંખ્યા અજઘન્યાનુત્કૃષ્ટ (કહેવાય) છે.
અસંખ્યાતના ત્રણ ભેદ છે. ૧. પરીતાસંખ્યાત, ૨. યુક્તાસંખ્યાત, ૩. અસંખ્યાતાસંખ્યાત. આ ત્રણે અસંખ્યાતોના જધન્ય, ઉત્કૃષ્ટ અને જધન્યાનુષ્ટ એવા ત્રણ-ત્રણ ભેદ છે.
અનન્તના પણ ત્રણ ભેદ છે- ૧. પરીતાનગ્ન, ૨. યુક્તાનન્ત, ૩. અનન્તાનજો. પરીતાનજો અને યુક્તાનના પણ ત્રણ ત્રણ ભેદ છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અજધન્યાનૃત્કૃષ્ટ, પરંતુ અનન્તાનન્તના બે ભેદ છે. જઘન્ય, અજઘન્યાનુત્કૃષ્ટ. અહીં એનું વિસ્તારપૂર્વક વર્ણન છે.
અસંખ્યાત અને અનન્તના ભેદોના લક્ષણ આ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ભેળવવાથી જઘન્ય પરીતાસંખ્યાત થાય છે. ઉત્કૃષ્ટ પરિતાસંખ્યાત સ્થાન પ્રાપ્ત કર્યા વિના પૂર્વે સુધીના સ્થાન અજઘન્યાનુત્કૃષ્ટ પરીતાસંખ્યાત છે. અને જઘન્ય પરિતાસંખ્યાત રાશિને જધન્ય પરિતાસંખ્યાત રાશિ વડે પરસ્પર અભ્યાસ ગણીને એમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરિતાસંખ્યાત થાય છે. અથવા એક ન્યૂન (ઓછા) જધન્ય યુક્તાસંખ્યાત ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
જઘન્ય પરિતાસંખ્યાત રાશિનું જઘન્ય પરીતાસંખ્યાત સાથે અન્યોન્યાભ્યાસ કરવાથી પરિપૂર્ણ સંખ્યા જધન્ય યુક્તાસંખ્યાતનું પ્રમાણ છે અથવા ઉત્કૃષ્ટ પરિતાસંખ્યાતમાંથી એકનો પ્રક્ષેપ (ઉમેરો) કરવાથી જઘન્યયુક્તા સંખ્યાત થાય છે. આવલિકાનું પ્રમાણ જઘન્યયુક્તા સંખ્યાત જેટલું જાણવું જોઈએ.
જઘન્યથી ઉપર અને ઉત્કૃષ્ટયુક્ત સંખ્યાતની પૂર્વ પર્યન્ત મધ્યમયુક્તા સંખ્યાતનું પ્રમાણ છે. તથા જઘન્ય યુક્તાસંખ્યાત રાશિને આવલિકાના સમય વડે પરસ્પર અભ્યાસરૂપ ગુણીને પ્રાપ્ત પ્રમાણમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટયુક્તા સંખ્યાત થાય છે અને પરિપૂર્ણ સંખ્યા જઘન્ય અસંખ્યાતાસંખ્યાત છે. જઘન્ય અસંખ્યાતાસંખ્યાત રાશિને એજ જઘન્ય અસંખ્યાતાસંખ્યાત વડે અન્યોન્ય અભ્યાસ ગુણીને પ્રાપ્ત (થતી) રાશિમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતા ખ્યાત થાય છે. જઘન્યથી ઉપર અને ઉત્કૃષ્ટ પૂર્વ સુધીની સંખ્યા મધ્યમ અસંખ્યાતાસંખ્યાત (હોય) છે.
જઘન્ય અસંખ્યાતાસંખ્યાત રાશિને એ પ્રમાણે રાશિ વડે પરસ્પર અભ્યાસરૂપ ગુણાકાર કર્યા પછી પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય પરીતાનગ્ન છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યામાં એકનો પ્રક્ષેપ (ઉમેરો) કરવાથી જઘન્ય પરિતાનન્ત બને છે. જઘન્ય પરીતાનન્ત રાશિને એજ પ્રમાણ રાશિ વડે અભ્યાસરૂપ ગુણાકાર કરીને એમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનન્તનું પ્રમાણ થાય છે અને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટની વચ્ચેની રાશિ (સંખ્યા) અજધન્યાનુત્કૃષ્ટ પરીતાનન્ત છે.
જઘન્ય પરીતાનન્તની રાશિને એ રાશિ વડે અભ્યાસરૂપ ગુણવાથી પ્રાપ્તપૂર્ણ સંખ્યા અથવા ઉત્કૃષ્ટ પરીતાનન્તમાંથી એક ઓછા કરવાથી જઘન્ય યુક્તાનન્ત થાય છે. એના વડે અભવસિદ્ધિક જીવોની સંખ્યા જાણી શકાય છે. જઘન્ય યુક્તાનન્ત રાશિની સાથે રાશિને પરસ્પર અભ્યાસરૂપ ગુણાકાર કરવાથી પ્રાપ્ત સંખ્યામાંથી એક ઓછા કરવાથી અથવા જઘન્ય અનતાનંતમાંથી એક ન્યૂન (ઓછો) કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનન્સની સંખ્યા થાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની સંખ્યા અજઘન્યાનુત્કૃષ્ટ યુક્તાનન્ત છે.
જધન્ય યુક્તાનન્તની સાથે અભવ્ય જીવોને પરસ્પર અભ્યાસરૂપ ગુણવાથી પ્રાપ્ત પૂર્ણ સંખ્યા અથવા ઉત્કૃષ્ટ યુક્તાનન્તમાં એક પ્રક્ષેપ કરવાથી જઘન્ય અનન્તાનન્ત પ્રમાણ થાય છે. તે પછી બધા સ્થાન અજઘન્યાનુઉત્કૃષ્ટ અનન્તાનન્તના થાય છે.
ગણના સંખ્યાનું આ સંક્ષેપમાં વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org