________________
એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમાંથી કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. માત્ર સ્વરૂપની પ્રરૂપણા છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના પલ્યનો આયામ- વિખંભ તેમજ પરિધિ પૂર્વવત છે. એને એક દિવસથી લઈ સાત દિવસ સુધી ઉગેલા બાલાઝો વડે ઠાસોઠાસ ભરવામાં આવે અને અસંખ્યાત ખંડ કરવામાં આવે તો સૂક્ષ્મપનક જીવની શરીર અવગાહનાથી અસંખ્યાત ગુણા છે અને દૃષ્ટિના વિષયભૂત પદાર્થોની અપેક્ષા અસંખ્યાત ભાગ પ્રમાણ છે. આ પલ્યના બાલાઝ ખંડો વડે જે આકાશ પ્રદેશ સ્પષ્ટ અને અસ્પષ્ટ થાય છે. એમાંથી પ્રતિ સમય એક-એક આકાશ પ્રદેશને અપહાર કરવામાં આવે જેટલા સમયમાં સર્વાત્મના નિર્લેપ થઈ જાય એટલા કાળ ને સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કહે છે. દસ કોડાકોડી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમનો એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમ દ્વારા દષ્ટિવાદમાં વર્ણિત દ્રવ્યોની ગણના કરવામાં આવે છે.
આવલિકાથી લઈને અવસર્પિણી, ઉત્સર્પિણી પર્યત જેટલા પણ કાળના ભેદ છે. એમાં સમયોની સંખ્યા અસંખ્યાત છે અને પુદ્ગલ પરાવર્તન, અતીત, અનાગત અને સર્વદ્ધામાં અનન્ત છે.
શ્વાસોશ્વાસથી લઈને શીર્ષ પ્રહેલિકા પર્યત સંખ્યાત આવલિકાઓ છે. પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણીમાં અસંખ્યાત, પુદ્ગલ પરાવર્તનથી સર્વદ્ધામાં અનંત આવલિકાઓ થાય છે. પરંતુ બહુત્વ વિવક્ષામાં શ્વાસોશ્વાસથી લઈને શીર્ષ પ્રહેલિકા પર્યન્ત સ્વાતુ સંખ્યાત, સાત અસંખ્યાત અને સ્વાતુ અનંત આવલિકાઓ હોય છે. પલ્યોપમોથી લઈને ઉત્સર્પિણીઓ સુધી સ્યાહુ અસંખ્યાત અનંત હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત હોય છે.
સ્તોકાદિ કાળ ભેદોમાં પુગલ પરાવર્તન પર્યત એકવચન, બહુવચનની અપેક્ષાએ શ્વાસોશ્વાસોની સંખ્યા આવલિકાઓની સમાન જાણવી જોઈએ યાવત શીર્ષપ્રહેલિકાઓને માટે પણ એવું જ કહેવું જોઈએ.
એકત્વ વિવક્ષાથી સાગરોપમમાં પલ્યોપમ સંખ્યાત હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત પલ્યોપમ હોય છે. બહત્વ વિવક્ષાથી સાગરોપમો, અવસર્પિણીઓ, ઉત્સર્પિણીઓમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પલ્યોપમ હોય છે. પુદ્ગલ પરાવર્તનોમાં અનંત હોય છે. અવસર્પિણી, ઉત્સર્પિણીમાં સાગરોપમનું કથન પલ્યોપમની સમાન છે.
પુદ્ગલ પરાવર્તનમાં અવસર્પિણી ઉત્સર્પિણી અનંત હોય છે. આ પ્રકારે સર્વકાળ માટે પણ જાણવું જોઈએ. અતીત, અનાગત અને સર્વકાળમાં પુદ્ગલ પરાવર્તન અનંત છે. અતીતકાળથી અનાગતકાળ તેમજ સર્વકાળ તથા અનાગત કાળથી સર્વકાળ સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત નથી. અતીતકાળથી અનાગતકાળ એક સમય અધિક છે અને અનાગતકાળથી અતીતકાળ એક સમય ઓછો છે. અતીતકાળથી સર્વકાળ કંઈક અધિક અને સર્વકાળથી અતીતકાળ કંઈક ઓછો છે. અનાગતકાળથી સર્વકાળ બેગણાથી કંઈક ઓછો છે અને સર્વકાળથી અનાગતકાળ કંઈક વધુ છે.
પુદ્ગલ પરાવર્તન ત્રણ પ્રકારના છે. ૧. અતીત પુદ્ગલ પરાવર્ત, ૨. વર્તમાન યુગલ પરાવર્ત, ૩. અનાગત પુદ્ગલ પરાવર્ત. પરમાણુ યુગલોના સંયોગ વિયોગથી અનન્તાનન્ત પુગલ પરાવર્ત બને છે. એ પુદ્ગલ પરાવર્ત ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. તેજસ્, ૪. કાર્પણ, ૫. મન, ૬, વચન અને ૭. શ્વાસોશ્વાસના નામથી સાત છે.
સંવત્સર પાંચ છે - ૧. નક્ષત્ર સંવત્સર, ૨. યુગ સંવત્સર, ૩. પ્રમાણ સંવત્સર, ૪. લક્ષણ સંવત્સર, ૫. શનૈશ્ચર સંવત્સર,
(૧) જેમાં બધા નક્ષત્ર યોગ કરે છે. બધી ઋતુઓ પરિણમિત થાય છે. વધુ ગરમી અને ઠંડક થતી નથી પરંતુ વર્ષા વધુ થાય છે તે નક્ષત્ર સંવત્સર (કહેવાય) છે.
(૨) જે સંવત્સરની બધી પૂર્ણિમાઓમાં ચંદ્ર વિશમચારી નક્ષત્રો સાથે યોગ કરે, કડવા પાણીની વર્ષા વધુ હોય તે ચંદ્ર સંવત્સર (કહેવાય) છે.
(૩) જે સંવત્સરમાં જેવી વનસ્પતિને અંકુરિત થવાની જે ઋતુ હોય તે ન થાય પણ અન્ય ઋતુમાં અંકુરિત થાય, ફળ આદિ આવે, વર્ષા પર્યાપ્ત (પુરતા પ્રમાણમાં) ન થાય એને તું (કર્મ) સંવત્સર કહેવામાં આવે છે.
(૪) જે સંવત્સરમાં આદિત્ય પૃથ્વી, પુષ્પ-પત્રોને રસ આપે છે તથા અલ્પ વર્ષામાં ધાન્ય પર્યાપ્ત થાય છે તે આદિત્ય સંવત્સર (કહેવાય) છે.
(૫) જે સંવત્સરમાં સૂર્યના તેજથી તપ્ત ક્ષણ-લવ દિવસ થવાથી સમગ્ર પૃથ્વી વર્ષાના જલથી તૃપ્ત થઈ જાય છે તેમજ બધી ઋતુઓ યથા સમય પરિણમિત થાય છે તે અભિવર્ધિત સંવત્સર (કહેવાય) છે.
સાઈઠ આદિત્યમાસ અને બાસઠ ચંદ્રમાસ હોય છે. એમાં છ વડે ગુણીને બાર વડે ભાગવાથી ત્રીસ આદિત્ય સંવત્સર અને એકવીસ ચંદ્ર સંવત્સર બાકી રહે છે. ત્યારે આદિત્ય અને ચંદ્ર સંવત્સરોનો સમાન પ્રારંભ અને પર્યવસાનકાળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org