________________
દિવસ પાલન-પોષણ કરે છે અને મૃત્યુ પામીને મનુષ્ય-તિર્યંચ દેવ-નારક ગતિઓમાં પોત-પોતાના આચાર-વિચાર અનુસાર જન્મ લે છે અને કોઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય છે. ત્રીજા આરાના અંતિમ સમયમાં પંદર કુલકર થાય છે.
(૪) ત્રીજો આરો વીત્યા પછી "દુષમ-સુષમા” નામનો ચોથા આરાનો પ્રારંભ થાય છે. આ કાળમાં પ્રાકૃતિક પદાર્થોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ પર્યાયોમાં અનંતગણી હાનિ થતી જાય છે. મનુષ્યોના શારીરિક સંસ્થાન સમચતુરગ્ન (ચોરસ)થી લઈ હુંડક પર્યત છ પ્રકારના હોય છે. મનુષ્યનો આયુષ્ય પૂર્ણ કરી નારકાદિ ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને કોઈ-કોઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય છે. શરીરની અવગાહના (ઊંચાઈ) અનેક ધનુષ્ય પ્રમાણ થાય છે. આયુષ્ય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીનું થાય છે. એના છેવટના ત્રિભાગમાં (૧) અહતુવંશ (૨) ચક્રવર્તિ વંશ અને (૩) દશારવંશ. આ ત્રણે વંશોની ઉત્પત્તિ થાય છે તથા ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવ ઉત્પન્ન થાય છે.
(૫) ચોથો આરો વીત્યા પછી એકવીસ હજાર વર્ષ પ્રમાણવાળો દુપમા” નામનો પાંચમા આરાનો પ્રારંભ થાય છે. એમાં પ્રાકૃતિક પદાર્થો અને મનુષ્યોના આચાર-વિચારમાં ક્રમશ: અનન્તગુણો દાસ થઈ જાય છે. અહીંના મનુષ્યોના શરીર છ પ્રકારના સંસ્થાનવાળા હોય છે. અવગાહના અનેક હાથની હોય છે. આયુ જઘન્ય અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સો વર્ષથી કંઈક વધુ હોય છે. આયુષ્ય પૂર્ણ કરીને નારકાદિ ચારે ગતિઓમાંથી કોઈ એકમાં ઉત્પન્ન થાય છે. કોઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત પણ હોય છે. આ આરાના અંતિમ ત્રીજા ભાગમાં ગણ-ધર્મ, પાસડ ધર્મ, રાજધર્મ (બાદર) અગ્નિ અને ધર્માચરણ વિચ્છિન્ન (જુદા) થઈ જાય છે.
() પાંચમો આરો વીત્યા પછી એક્વીસ હજાર વર્ષવાળા દુષમા-દુષમા' નામનો છઠ્ઠા આરાનો આરંભ થાય છે. એમાં પદાર્થોના વર્ણાદિ પર્યાયોમાં અનન્તગણી હાનિ થાય છે. એ કાળમાં દુ:ખથી પીડિત મનુષ્યોમાં હાહાકાર મચી જાય છે. ભયંકર સંવર્તક વાયુ પ્રકોપિત થઈ જાય છે. દિશાઓમાં ધૂળ આદિ ઊડવાથી અંધકાર છવાઈ જાય છે. ચંદ્ર અધિક શીતલ અને સૂર્ય અધિક ઉષ્ણ થઈ જાય છે. અરસ-વિરસ- ક્ષાર આદિ નામવાળા મેઘોની વર્ષા થવાથી પૃથ્વી અત્યંત રૂક્ષ-નીરસ થઈ જાય છે. ગંગા, સિંધુ નદીઓ સિવાય સરોવર આદિ અન્ય જલ સ્થાનોનું નામ બાકી રહી જાય છે. ગ્રામ-નગરોમાં વિવિધ વાનસ્પતિક વૃક્ષોનો અભાવ થઈ જાય છે. મનુષ્યોના રૂપ-રંગ-ગંધ-સ્પર્શ વગેરે - અનિષ્ટ, અકાંત, અપ્રિય અમનોજ્ઞ થઈ જાય છે. મનુષ્યોની ઉત્કૃષ્ટ શરીરની અવગાહના એક રત્ની હાથની હોય છે તથા પુરુષની ઉત્કૃષ્ટ આયુ વીસ વર્ષ અને સ્ત્રીનું સોળ વર્ષનું હોય છે. પુત્ર-પૌત્ર આદિની વિપુલતા થઈ જાય છે. તે ગંગા-સિંધુ નદીના કિનારે કે વૈતાઢ઼ય પર્વતના બિલોમાં રહે છે. બિલોની સંખ્યા ૭૨ છે. મનુષ્યોના ભોજન વ્યવસ્થાની સ્થિતિ આ પ્રમાણે છે - ગંગા-સિધુ નદીઓમાં રથની પૈડાની નાભિ ડૂબે એટલું પાણી હોય છે, જે માછલી આદિ જલચર જીવોથી વ્યાપ્ત રહે છે. માછલીઓ આદિને પકડીને પ્રાત:કાળે રેતીમાં એને દબાવી દેવામાં આવે છે. જે સૂર્યના તીવ્ર પ્રકાશથી પાકી જાય છે, સાંજે (રેતીમાંથી) કાઢીને ખાવામાં આવે છે. એવી રીતે સાંજે રેતીમાં માછલીને દબાવી દેવામાં આવે છે જે ચંદ્રની શીતલતાથી પાકી જાય છે. આવી વૃત્તિ એકવીસ હજાર વર્ષ પર્યત રહે છે. મનુષ્યોના આચાર-વિચાર શુન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં મરી નરકોમાં ઉત્પન્ન થાય છે. આ દસ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળા અવસર્પિણીના છયે આરાનું વર્ણન છે.
અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પૂર્ણ થયા પછી ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થાય છે. એ પણ છ આરામાં વિભક્ત છે. આરાઓના નામ- કાળપ્રમાણ સહિત અવસર્પિણીની સમાન પ્રતિલોમ જાણવા જોઈએ. જેમકે- (૧) દુષમા-દુષમા, (૨) દુષમા, (૩) દુષમ-સુષમા, (૪) સુષમા-દુષમા, (૫) સુષમા, (૬) સુષમ-સુષમા.
૧. અવસર્પિણીકાળનો છઠ્ઠો આરો પૂર્ણ થયા પછી શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમે બાલવકર્ણમાં ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ થવા (પછી) ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો દુષમા-દુષમા'નો પ્રારંભ થાય છે. પ્રારંભમાં તો પ્રકૃતિ આદિ અને મનુષ્યોની સ્થિતિ અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની જેવી જ હોય છે. પરંતુ ઉત્તરોતર ક્રમશ: અનન્ત પર્યાયોની પરિવૃદ્ધિ થઈ જાય છે.
૨. આ પ્રથમ આરો વીત્યા પછી એકવીસ હજાર વર્ષ પ્રમાણ વાળો દુષમા' નામનો બીજા આરાનો પ્રારંભ થાય છે. પુષ્કર સંવર્તક ખીર, ધૃત, અમૃત આદિ નામવાળા મેઘોની વર્ષા થવાથી પૃથ્વી સરસ અને પદાર્થોના વર્ણ આદિમાં વૃદ્ધિ થતી જાય છે. મનુષ્યોમાં ધર્માચરણ કરવાની વૃત્તિમાં વધારો થાય છે. અત્યાર સુધી જે નિકૃષ્ટ જીવન વીતાવ્યું હતું. એની નિંદા ગર્તા આદિ કરીને ધર્માનુમોદિત જીવન વીતાવવાને માટે અગ્રસર થાય છે. અહીંના મનુષ્યોના શરીરનું સંસ્થાન છ પ્રકારનું હોય છે. ઊંચાઈ અનેક હાથની હોય છે. આયુષ્ય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સો વર્ષથી કંઈક વધુ હોય છે. આયુષ્ય પૂર્ણ કરીને નરકાદિ ચારેય ગતિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સિદ્ધ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org