________________
( કાળ-લોકઃ સૂત્ર ૧૨૯૯-૧૩૦૮ પૃ. ૩૩૦-૪૦૦ કાળ લોકના વર્ણનનો પ્રારંભ કાળ સમવતારથી કરવામાં આવ્યો છે કે- આત્મા અને ઉભયના ભેદથી કાળ સમવતાર બે પ્રકારના છે. સમય કાળ ગણનાનો આદ્ય એકમ છે અને એના પછી આવલિકા વગેરે પુગલ પરાવર્ત, અતીત, અનાગત સર્વકાળનો સ્થાન છે. સમય તો આત્મ સ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે. પરંતુ આવલિકા આદિ ઉભય સ્વરૂપથી પણ સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીત, અનાગતકાળ પર્યત કહીને અંતમાં દર્શાવવામાં આવ્યું છે કે – સર્વકાળ ઉભય સ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
તત્પચાત કાળાનુપૂર્વીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ઔપનિધિતી અને અનૌપનિધિતીના ભેદથી કાળાનુપૂર્વી બે પ્રકારની છે. એમાં અનૌપનિધિની, કાળાનુપૂર્વી નૈગમ વ્યવહાર નયસમ્મત અને સંગ્રહનય સમ્મતના ભેદથી બે પ્રકારની છે. નૈગમવ્યવહાર નયસમ્મત પણ અર્થપદ પ્રરુપણતા, ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમના ભેદથી પાંચ પ્રકારની છે. આ પાંચોના લક્ષણ, પરસ્પરનો સંબંધ તેમજ ઉપયોગિતાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોના વર્ણન માટે સંકેત કરવામાં આવ્યો છે કે - નૈગમ-વ્યવહાર નય સમ્મત ક્ષેત્રોનુપૂર્વીની જેમ કહેવું જોઈએ તથા એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષા જઘન્ય સ્થિતિ ત્રણ સમયની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની છે અને અનેકની અપેક્ષા સર્વકાલિક છે. અનાનુપૂર્વી એક દ્રવ્યની અપેક્ષા અજઘન્ય-અનુત્કૃષ્ટ એક સમય અને અનેકની અપેક્ષા સર્વકાળ તથા અવકતવ્ય છે, એક દ્રવ્યની અપેક્ષા અજધન્ય-અનુત્કૃષ્ટ બે સમય તથા અનેકની અપેક્ષા સર્વકાળની સ્થિતિ છે. આનુપૂર્વીનો એક દ્રવ્યની અપેક્ષાએ અન્તર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ એ સમય, અનાનુપૂર્વીનો એક દ્રવ્યની અપેક્ષાએ અંતર જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ, અવક્તવ્યનો એક દ્રવ્યની અપેક્ષાએ અંતર એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી.
સંક્ષેપમાં એ નૈગમ-વ્યવહાર નય સમ્મત અનૌપનિધિની કાળાનુપુર્વીનું વર્ણન છે અને સંગ્રહ નય સમ્મત અનૌપનિધિની કાળાનુપૂર્વીના પાંચ ભેદ નૈગમ-વ્યવહાર નય સમ્મતની જેવો છે. આ પાંચેનું વર્ણન સંગ્રહ નય સમ્મત ક્ષેત્રાનુપૂર્વીની સમાન છે.
ઔપનિધિની કાળાનુપૂર્વીના ત્રણ ભેદ છે-(૧) પૂર્વાનુપૂર્વી (૨) પરચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી . એક સમયની સ્થિતિવાળા યાવત અસંખ્યાત સમયની સ્થિતિવાળા અથવા સમય આવલિકા યાવતુ સર્વકાળ. આ પ્રકારે અનુલોમ ગણના પૂર્વાનુપૂર્વી કહેવાય છે. એનાથી પ્રતિલોમ ગણનાને પડ્યાનુપૂર્વી કહે છે અને એકથી પ્રારંભ કરી એકોત્તર વૃદ્ધિ કરીને સર્વકાળ પર્વતની શ્રેણી સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર વડે નિષ્પન્ન રાશિમાંથી આદિ અને અંતિમના બે ભાગોને ઓછા કરીને બાકી રહેલા ભંગ અનાનુપૂર્વી કહેવાય છે.
કાળના મુખ્ય ત્રણ પ્રકાર છે- (૧) અતીત, (૨) વર્તમાન, (૩) અનાગત. એવા જ પ્રકારે સમયથી લઈ અવસર્પિણ પર્યત કાળના ત્રણ-ત્રણ પ્રકાર જાણવા જોઈએ. અથવા પ્રમાણકાળ, યથાયુર્નિવૃત્તિકાળ, મરણકાળ અને અધ્યાકાળ ના ભેદથી કાળના ચાર ભેદ પણ થાય છે. એમાંથી પ્રમાણકાળ દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળના ભેદથી બે પ્રકારના હોય છે. ચાર પોરપીનો દિવસ અને ચાર પોરપીની રાત્રિ હોય છે. દિવસ કે રાત્રિની જઘન્ય પોષી ત્રણ મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પોરથી સાડા ચાર મુહૂર્તની થઈ શકે છે.
અષાઢમાં બે પાદ પ્રમાણ, પોષમાં ચારપાદ પ્રમાણ અને આસોમાં ત્રણ પાદ પ્રમાણે પોરથી થાય છે. સાત દિવસ રાત્રિમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ, માસમાં ચાર આંગળની હાનિ-વૃદ્ધિ થાય છે. કાર્તિક પૂર્ણિમા અને ફાગણ પૂર્ણિમાના દિવસે સૂર્ય ચાલીસ આંગળ પ્રમાણ પોરથી છાયા કરીને ગતિ કરે છે.
જ્યારે દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પોરથી થાય છે. ત્યારે એક મુહૂર્તના એકસો બાવીસ ભાગ જેટલી ઘટતી-ઘટતી દિવસ અને રાત્રિમાં ત્રણ મુહૂર્તની પોરથી થાય છે. એ પ્રમાણે જઘન્ય ત્રણ મુહૂર્તની પોષી થવા પર એક મુહૂર્તના એકસો બાવીસમા ભાગ જેટલી વધતી- વધતી સાડાચાર મુહૂર્તની પોરી થાય છે.
જ્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ સાડાચાર મુહૂર્ત દિવસની પોરબી અને ત્રણ મુહૂર્તની જઘન્ય રાત્રિની પોરથી થાય છે. રાત્રિ જ્યારે અઢાર મુહૂર્તની અને દિવસ બાર મુહૂર્તનો હોય છે. ત્યારે રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પોરપી થાય છે અને દિવસની ત્રણ મુહૂર્તની જધન્ય પોરપી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org