________________
(૩) પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્યુની, ઉત્તરા ફાલ્ગની, હસ્ત, ચિત્રા નક્ષત્ર પશ્ચિમ દિશાના ધારવાળા છે. (૪) સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર ઉત્તર દિશાના દ્વારવાળા છે.
કલ, ઉપકુલ, કુલીપકુલના ભેદ વડે નક્ષત્રો ત્રણ પ્રકારના છે. કુલ સંજ્ઞક નક્ષત્રો બાર છે. જેમકે - ૧, ધનિષ્ઠા, ૨. ઉત્તરાભાદ્રપદ, ૩. અશ્વિની, ૪. કૃત્તિકા, ૫. મૃગશિર, ૬. પુષ્ય, ૭. મઘા, ૮. ઉત્તરાફાલ્ગની, ૯. ચિત્રા, ૧૦. વિશાખા, ૧૧. મૂળ, ૧૨. ઉત્તરાષાઢા.
ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ બાર પ્રકારના છે- ૧. શ્રવણ, ૨. પૂર્વાભાદ્રપદ, ૩. રેવતી, ૪. ભરણી, ૫. રોહિણી, ૬. પુનર્વસુ, ૭. આશ્લેષા, ૮. પૂર્વા ફાલ્ગની, ૯, હસ્ત, ૧૦. સ્વાતિ, ૧૧. જ્યેષ્ઠા, ૧૨. પૂર્વાષાઢા.
- આ સિવાયના બાકી રહેલા ચાર નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક છે. ૧, અભિજિતુ, ૨. શતભિષક, ૩. આદ્ર ૪. અનુરાધા.
ઉપર્યુક્ત ક્લાદિ સંજ્ઞક નક્ષત્રોનો શ્રાવણી અને આષાઢી પૂર્ણિમા પર્યત બાર પૂર્ણિમાઓએ ચંદ્રની સાથે યોગ થાય છે. કુલ, ઉપકુલ, કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોમાંથી કોઈ એકની સાથે યોગ થવાથી તે પૂર્ણિમાએ એજ નક્ષત્રની સાથે યુક્ત કહેવાય છે. એવી રીતે બાર અમાસ માટે પણ કુલ, ઉપકુલ અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્ર જાણવા જોઈએ. કેટલાક નક્ષત્ર દિવસના પ્રારંભમાં સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત સુધી, કેટલાક નક્ષત્ર દિવસના અંતિમ ભાગમાં સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત સુધી, કેટલાક નક્ષત્ર રાત્રિના પ્રારંભમાં અડધા ક્ષેત્રમાં પંદર મુહૂર્ત સુધી, કેટલાક નક્ષત્ર પ્રથમ દિવસના પ્રારંભથી બીજા દિવસની સાયંકાળ (સંધ્યા સુધી દોઢ ક્ષેત્રમાં પીસ્તાળીસ મુહૂર્ત સુધી યોગ કરે છે.
જંબુદ્વીપમાં અભિજિતુ નક્ષત્ર સર્વાભ્યન્તર મંડળમાં, મૂળ નક્ષત્ર સર્વ બાહ્યમંડળમાં, સ્વાતિ નક્ષત્ર સર્વોપરિ અને ભરણી નક્ષત્ર બધાની નીચે ગતિ કરે છે.
અભિજિત નક્ષત્ર સિવાય બાકી રહેલા નક્ષત્ર સવારે અને સાંજે બન્ને બાજુથી આકાશમાં પ્રવેશ કરીને ચંદ્ર સાથે યોગ કરતા નથી. પરંતુ અભિજિત્ નક્ષત્ર ચુંમાળીસમી અમાસે સવારના સમયે ચંદ્રની સાથે યોગ કરે છે, પૂર્ણિમાએ નથી કરતો.
નક્ષત્રોની ચંદ્રની સાથે યોગ કરવાની સ્થિતિ વિચિત્ર છે. કેટલાક નક્ષત્ર ચંદ્રની સાથે સદા દક્ષિણ ભાગમાં, કેટલાક ઉત્તર ભાગમાં યોગ કરે છે. કેટલાક દક્ષિણ ભાગમાં પણ અને ઉત્તર ભાગમાં પણ પ્રમર્દ યોગ કરે છે. કેટલાક દક્ષિણ ભાગમાં પણ પ્રમર્દ યોગ કરે છે અને જે સદા પમર્દ યોગ કરે છે તે એક માત્ર જ્યેષ્ઠા નક્ષત્ર છે.
બાર પૂર્ણિમાઓ (અંગે) કહેવામાં આવ્યું છે એમાં શ્રાવણ પૂર્ણિમાએ ત્રણ, ભાદરવા (પૂર્ણિમાએ) ત્રણ, આસો (પૂર્ણિમાએ) બે, કાર્તિક (પૂર્ણિમાએ) બે, માર્ગશીર્ષ (પૂર્ણિમા) એ બે, પોષ (પૂર્ણિમા) એ ત્રણ, માઘ (પૂર્ણિમા) એ બે, ફાગણ (પૂર્ણિમા) એ બે, ચૈત્ર (પૂર્ણિમા) એ બે, વૈશાખ (પૂર્ણિમા) એ બે, જ્યેષ્ઠ (પૂર્ણિમા) એ ત્રણ, અષાઢ (પૂર્ણિમા) એ બે નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરે છે. એવી રીતે બાર અમાસે યોગ કરનારા નક્ષત્રોની સંખ્યા શ્રાવણી અમાસે બે વગેરે ક્રમશઃ (ક્રમાનુસાર) બે, બે, બે, ત્રણ, બે, ત્રણ, બે, બે, બે, બે, ત્રણ નક્ષત્ર સમજવા જોઈએ. પૂર્ણિમાઓ અને અમાસોમાં ચંદ્રની સાથે નક્ષત્રોનો સન્નિપાત (નામનો) યોગ થાય છે.
વર્ષાઋતુના પ્રથમ મહિનાને પૂર્ણ કરનાર ચાર નક્ષત્ર (આ પ્રમાણે) છે– ઉત્તરાષાઢા, અભિજિતુ, શ્રવણ, ધનિષ્ઠા. આ માસના અંતિમ દિવસે બે પગ અને ચાર આંગળની પોરથી થાય છે. બીજા મહિનાને ધનિષ્ઠા, શતભિષફ, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર પૂર્ણ કરે છે. અંતિમ દિવસે બે પગ અને આઠ આંગળની પોષી થાય છે. ત્રીજા મહિનાને ઉત્તરાષાઢા, રેવતી અને અશ્વિની નક્ષત્ર પૂર્ણ કરે છે તથા રેખાસ્થ ત્રણ પગની પોરથી થાય છે. ચોથા મહિનાને અશ્વિની, ભરણી અને કૃત્તિકા આ ત્રણ નક્ષત્ર પૂર્ણ કરે છે અને પોષી ત્રણ પગ અને ચાર આંગળની થાય છે. | હેમંત ઋતુના પ્રથમ માસને કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ કરે છે. પોરપી અંતિમ દિવસે ત્રણ પગ અને આઠ આંગળની થાય છે. બીજા માસને મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ અને પુષ્યનક્ષત્ર પૂર્ણ કરે છે તથા અંતિમ દિવસે પોરપી રેખાસ્થ ચાર પગની થાય છે. ત્રીજા માસને પુષ્ય, આશ્લેષા, મઘા નક્ષત્ર પૂર્ણ કરે છે. અંતિમ દિવસ ત્રણ પગ આઠ આંગળની પોરથી થાય છે. ચોથા માસને મઘા, પૂર્વાફાલ્યુની, ઉતરાફાલ્યુની નક્ષત્ર પૂર્ણ કરે છે. અંતિમ દિવસ પોરપી પ્રમાણ ત્રણ પગ ચાર આંગળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org