________________
અંતર પણ અસંખ્ય યોજનાનું છે. પરંતુ અનુત્તર વિમાનોથી ઈષપ્રાશ્મારા પૃથ્વીનું અવ્યવહિત (બાધારહિત) અંતર કેવળ બાર યોજનનો છે.
સામાન્યતઃ ઊર્ધ્વલોકનું સંસ્થાન ઊર્ધ્વમુખી મૃદંગાકાર છે. પરંતુ સૌધર્મ આદિ કલ્પોમાંથી સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર આ અધિસ્તન ચાર કલ્પોનો આકાર (સંસ્થાન) અર્ધચંદ્રાકાર છે. મધ્યના ચાર કલ્પો - બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસ્રારનો આકાર (સંસ્થાન) પૂર્ણ-ચંદ્રાકાર છે અને ઉપરના આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પ અર્ધ ચંદ્રાકારના આકારે (સંસ્થાન)વાળા છે.
કલ્પ વિમાન પૃથ્વીની અવસ્થિતિ ક્રમશઃ આ પ્રમાણે છે- સૌધર્મ - ઈશાન કલ્પમાં વિમાનોની પુથ્વી ઘનોદધિ પર પ્રતિષ્ઠિત છે. સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક ઘનવાત પર પ્રતિષ્ઠિત છે, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર તદુભય (ઘનોદધિ-ઘનવાત) પર પ્રતિષ્ઠિત છે. આનતાદિ અય્યત પર્યન્ત ચાર વિમાનોની પૃથ્વીઓ અવકાશાન્તર પર પ્રતિષ્ઠિત છે. આ પ્રકારે રૈવેયક અને અનુત્તર વિમાનોની પૃથ્વીઓ અવકાશાન્તર પર પ્રતિષ્ઠિત છે.
વૈમાનિક વિમાનોના આકાર ત્રણ પ્રકારના છે - ૧. વૃત્ત, ૨. ત્રિકોણ, ૩. ચતુષ્કોણ. વૃત્ત વિમાન ચારે બાજુથી પ્રાકાર વડે ઘેરાયેલા અને દ્વારવાળા છે. ત્રિકોણ વિમાન બે બાજુથી ઘેરાયેલા એક બાજુ વેદિકા અને ત્રણ દ્વારવાળા છે. ચતુષ્કોણ વિમાન અખાડાના આકારવાળા ચારે બાજુએથી વેદિકાઓ વડે ધરાયેલી છે અને ચાર ધારવાળા છે. આવલિકા પ્રવિષ્ટ વિમાન વૃત્તાદિ ત્રણ પ્રકારના છે અને આવલિકા બાહ્ય વિમાનોનાં આકાર અનેક પ્રકારના છે. આ પ્રમાણે રૈવેયક વિમાન સુધી જાણવો. અનુત્તરોપપાતિક વિમાન વૃત્ત અને ત્રિકોણ છે. આ વિમાનોની પૃથ્વીઓના બાહલ્ય આ પ્રમાણે છે
(૧-૨) સૌધર્મ-ઈશાનકલ્પમાં સત્તાવીશ સો યોજનનો, (૩-૪) સનકુમાર-માટેન્દ્રમાં છવીસો યોજનનો, (પ-૬) બ્રહ્મલોક - લાંતક કલ્પમાં પચ્ચીસો યોજનનો, (૭-૮) મહાશુક્ર - સહસ્ત્રારમાં ચોવીસો યોજનનો, (૯-૧૨) આનત આદિ અશ્રુત પર્યન્ત ચાર કલ્પોમાં ત્રેવીસો યોજનાનો, (૧૩) રૈવેયકોમાં બાવીસો યોજનનો, (૧૪) અનુત્તરોપપાતિકમાં એકવીસો યોજનનો બાહલ્ય છે.
આ વિમાન એટલા વિશાળ છે કે - ત્રણ ચપટી વગાડી એ એટલા સમયમાં એકવીસ વાર જંબૂઢીપની પરિક્રમા કરનાર કોઈ ઋધ્ધિશાળી દેવ છ માસ સુધી પોતાની તીવ્રતમ ગતિથી ચાલે તો કોઈની પાર જઈ શકે છે અને કોઈની પાર જઈ શકતો નથી.
સૌધર્મ આદિ વૈમાનિક દેવોના વિમાન રત્નમય છે. જીવ અને પુદગલ ઉત્પન્ન થાય છે. ચય-ઉપચયને પ્રાપ્ત થાય છે. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને સ્પર્શ આદિની અપેક્ષાએ અશાશ્વત છે.
આ વૈમાનિક વિમાનોમાંથી સૌધર્મ – ઈશાન કલ્પના વિમાન કૃષ્ણાદિ શુક્લ પર્યન્ત પાંચ વર્ણન છે. સનકુમારમહેન્દ્ર નીલાદિ શુક્લ પર્યત ચાર વર્ણના, બ્રહ્મલોક-લાંક કલ્પના લોહિત આદિ શુક્લ પર્યન્ત ત્રણ વર્ણના, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પ હારિદ્ર (લીલો રંગ) અને શુક્લ વર્ણન છે. એના સિવાય આનતથી લઈ અનુત્તર વિમાન પર્યંત બધા શુક્લ (સફેદ) વર્ણન છે.
આ વિમાનોની ગંધ કોઇ પુટ યાવતુ એનાથી પણ અધિક ઈષ્ટગંધવાળા, સ્પર્શ મૃગ ચર્મ (ચામડા) રૂ આદિથી મૃદુતર છે તથા પ્રભા પ્રકાશ અને ઉદ્યોત (તેજ)થી યુક્ત છે. આયામ-વિખંભ અને પરિધિની અપેક્ષા સંખ્યાત યોજન વિસ્તૃત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સંખ્યાત યોજન વિસ્તારવાળા જંબૂદ્વીપ પ્રમાણ છે. અસંખ્યાત યોજન વિસ્તારવાળા આયામ-વિખંભ અને પરિધિથી અસંખ્યાત સો યોજનવાળા છે.
સૌધર્માવલંસક વિમાનોની લંબાઈ-પહોળાઈ સાડા તેર લાખ યોજનની અને સર્વાર્થસિધ્ધ મહાવિમાનની એક લાખ યોજનની છે. ઊંચાઈની અપેક્ષાએ સૌધર્મ-ઈશાન કલ્પના વિમાન પાંચસો યોજન, સનકુમાર મહેન્દ્ર છસો યોજન, બ્રહ્મલોક - લાંતક સાતસો યોજન, મહાશુક્ર - સહસ્ત્રાર આઠસો યોજન, આનતાદિ અય્યત પર્યંત ચાર વિમાન કલ્પો નવસો યોજન, રૈવેયક વિમાન દલસો યોજન તથા અનુત્તર વિમાન અગિયારસો યોજન ઊંચા હોય છે તથા વૈમાનિક દેવ વિમાનોના પ્રાકારોની ઊંચાઈ ત્રણસો- ત્રણસો યોજનની છે. -
સૌધર્મ - ઈશાન કલ્પમાં તેર, બ્રહ્મલોક કલ્પમાં છે, ચૈવેયક વિમાનોમાં નવ વિમાન પ્રસ્તટ છે. વૈમાનિકોના કુલ બાંસઠ વિમાન પ્રસ્તટ છે. સૌધર્મ - ઈશાને કલ્પના પ્રથમ પ્રસ્તટની પ્રથમ આવલિકા અને પ્રત્યેક દિશામાં પણ બાંસઠ વિમાન છે. ઉડૂ વિમાન પીસ્તાળીસ લાખ યોજન લાંબો-પહોળો છે. સૌધર્માવલંસક વિમાનની પ્રત્યેક દિશામાં પાંસઠ-પાંસઠ ભૌમનગર છે. સૌધર્મ - સનકુમાર અને બ્રહ્મલોક વિમાનોનો કુલ યોગ બાવન લાખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org