________________
૫. અભિવર્ધિત માસમાં ચંદ્ર - પંદર મંડળ પૂર્ણ સોળમાં મંડળના છયાસી ભાગોમાંથી ત્રાસી ભાગ, સૂર્ય - સોળ મંડળ પૂર્ણ અને સત્તરમા મંડળના બસો અડતાલીસ ભાગોમાંથી ત્રણ ભાગ ઓછા નક્ષત્ર - સોળ મંડળ પૂર્ણ અને સત્તરમાં મંડળના ચૌદસો અટ્ટયાસી ભાગોમાંથી સુડતાલીસ ભાગ અધિક સુધી ગતિ કરે છે.
( ચંદ્ર વર્ણન: સૂત્ર ૧૦૩૮-૧૦૫૯ પૃ. ૨૪-૦૪ ) ચંદ્રનું એક નામ શશિ છે, જેનું તાત્પર્ય એ છે કે- ચંદ્રનામૃગાંક વિમાનમાં મનોહર દેવ-દેવીઓ, મનોજ્ઞ આસનશયન-સ્તંભ, ભાંડ-પાત્ર આદિ ઉપકરણ છે અને ચંદ્ર પોતે સૌમ્ય, કાન્ત, સુભગ પ્રિયદર્શન તેમજ સુરુપ છે.
જંબુદ્વીપમાં ચંદ્રના ઉદયાસ્તની દિશાઓ અંગે દર્શાવવામાં આવ્યું છે કે - જંબૂદ્વીપમાં ચંદ્ર ઈશાનકોણમાં ઉદય થઈને અગ્નિકોણમાં અસ્ત થાય છે. અગ્નિકોણમાં ઉદય થઈને નૈઋત્યકોણમાં અસ્ત થાય છે. નૈઋત્યકોણમાં અસ્ત થઈને વાયવ્યકોણમાં અસ્ત થાય છે તથા વાયવ્યકોણમાં ઉદય થઈને ઈશાન કોણમાં અસ્ત થાય છે. લવણ સમુદ્રથી પુષ્કરાર્ધદ્વીપ પર્યન્ત ઉદયાસ્તનું નિરુપણ જંબૂઢીપની સમાન છે.
ચંદ્રની હાનિ-વૃદ્ધિનું કારણ એ છે કે - રાહનું કૃષ્ણ વિમાન ચંદ્ર વિમાનને સ્પર્શ કર્યા વિના ચાર આંગળ નીચે ચાલે છે. શુકલ પક્ષમાં પ્રતિદિન ચંદ્રનો બાંસઠમો ભાગ રાહુથી અનાવૃત થતો એવો આગળ વધે છે અને કૃષ્ણ પક્ષમાં બાસઠમાં ભાગ આવૃત થતો એવો ઘટે છે.
પંદર દિવસ ચંદ્રના પંદર ભાગ એટલે રાહુના પંદર ભાગોથી અનાવૃત અને પંદર દિવસ ચંદ્રના પંદર ભાગ એટલે રાહુના પંદર ભાગોથી આવૃત થાય છે.
એ આ પ્રકારે સમજવું જોઈએ કે - આઠસો પંચાસી મુહુર્ત અને એક મુહુર્તના બાસઠ ભાગોમાંથી ત્રીસભાગ સુધી ચંદ્રની હાનિ-વૃદ્ધિ થાય છે.
શુકલ પક્ષથી કૃષ્ણ પક્ષની તરફ જતો એવો ચંદ્ર ચારસો બેંતાલીસ મુહુર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી છેતાલીસ ભાગ આચ્છાદિત અને કૃષ્ણ પક્ષથી શુકલ પક્ષ તરફ જતો એવો ચંદ્ર એજ પ્રમાણે અનાચ્છાદિત રહે છે. બાકીનું વર્ણન ચંદ્રની જેવું પ્રતિલોમ ક્રમથી સમજવું જોઈએ કે - પંદરના અંતિમ સમયમાં ચંદ્ર રાહુથી સર્વથા વિરક્ત અને બાકીના દિવસોમાં રક્ત-વિરક્ત રહે છે.
શુકલપક્ષમાં ચંદ્રિકાની અધિકતા અને કૃષ્ણપક્ષમાં અંધકારની અધિકતાનું કારણે ચંદ્રની વૃદ્ધિ-હાનિમાં ગર્ભિત છે. ચંદ્રિકા તેમજ અંધકાર પરિમિત અસંખ્ય દર્શાવ્યા છે.
ચંદ્રમંડળ પંદર છે અને પ્રત્યેક મંડળનો આયામ-વિખંભ એક યોજનના એકસઠ ભાગોમાંથી છપ્પન ભાગ જેટલો છે. પરિધિ ત્રણગણાથી કંઈક વધુ તથા બાહલ્ય એક યોજનના એકસઠ ભાગોમાંથી અઠ્ઠાવીસ ભાગ જેટલો છે.
જંબૂદ્વીપમાં એકસો એંસી યોજન અવગાહન કર્યા પછી પાંચ ચંદ્ર મંડળ છે. તથા લવણસમુદ્રમાં એકસો ત્રીસ યોજન અવગાહન કર્યા પછી દસ ચંદ્રમંડળ છે. બન્નેના કુલ પંદર ચંદ્રમંડળ છે. એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળ સુધીનું અંતર પાંત્રીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી ત્રીસભાગ અને એક યોજનના સાત ભાગોમાંથી ચાર ચૂર્ણિકા ભાગ (જેટલું) છે તથા સર્વ આભ્યન્તર ચંદ્રમંડળથી સર્વ બાહ્ય ચંદ્રમંડળ પાંચસો દસ યોજનની અંતરે છે અને મંદર પર્વતથી સર્વ આભ્યન્તર ચંદ્રમંડળ ચુંમાલીસ હજાર આઠસો વીસ યોજન દૂર છે. સર્વાભ્યન્તર ચદ્રમંડળ થી અનન્તર ચંદ્ર મંડળ ચુંમાલીસ હજાર આઠસો છપ્પન યોજન તથા એકસઠ ભાગોમાંથી પચ્ચીસ ભાગ તથા એક યોજનના સાત ભાગોમાંથી ચાર ચૂર્ણિકા ભાગ (જેટલું) દૂર છે.
સર્વાભ્યન્તર ચંદ્ર મંડળથી તુતીય ચંદ્રમંડળ ચુંમાલીસ હજાર આઠસો બાણું યોજન તથા એકસઠ ભાગોમાંથી એકાવન ભાગ અને એક યોજનના સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા ભાગ (જટલું) દૂર છે. આ પ્રમાણે નિષ્ક્રમણ કરતો ચંદ્ર આગળ વધતો એવો છત્રીસ-છત્રીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી પચ્ચીસ ભાગ તથા એકસઠ ભાગોમાં વિભક્ત એક યોજનના સાત ભાગોમાંથી ચાર લઘુત્તમ ભાગની વૃદ્ધિ કરતો એવો ગતિ કરે છે. સર્વ બાહ્ય ચંદ્રમંડળ મંદર પર્વતથી પીસ્તાલીસ હજાર ત્રણસો ત્રીસ યોજનાની અંતરે છે.
સર્વ બાહ્ય ચંદ્ર મંડળથી અનત્તર ચંદ્ર મંડળ પીસ્તાલીસ હજાર બસો ત્રાણું યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ તથા સાત ભાગોમાંથી ત્રણ ચૂર્ણિકા ભાગ (જેટલું) દૂર છે. - સર્વ બાહ્ય ચંદ્ર મંડળથી ત્રીજો ચંદ્ર મંડળ પીસ્તાલીસ હજાર બસો સત્તાવન યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી નવ ભાગ તથા સાત ભાગોમાંથી છ ચૂર્ણિકા ભાગ (જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org