________________
એક હજાર અને પાંચસો યોજનનું અંતર દર્શાવતા (એવા) પચ્ચીસમી માન્યતા અનુસાર સૂર્ય પચ્ચીસ હજાર યોજન ઊંચો અને ચંદ્ર સાડા પચ્ચીસ હજાર યોજન ઊંચો છે. પરંતુ આમિક મંતવ્ય આ પ્રમાણે છે - આ ભૂભાગથી સાતસો નેવું યોજન ૫૨ નીચેનું તારા વિમાન છે. આઠસો યોજન પર સૂર્ય, આઠસો એંસી યોજન પર ચંદ્ર અને નવસો યોજન પર તારા વિમાન સંચાર (ગતિ) કરે છે. આ પ્રમાણે બધું મળીને એકસો દસ યોજનના વિસ્તારમાં તિર્યક્ અસંખ્ય જ્યોતિષ્ક સંચાર (ગતિ) કરે છે.
ચંદ્ર વિમાનનો આયામ - વિષ્લેષ્મ એક યોજનના એકસઠ ભાગોમાંથી છપ્પન ભાગ (જેટલો) છે, પરિધિ ત્રણ ગણાથી કંઈક અધિક અને બાહત્ય એક યોજનના એકસઠ ભાગોમાંથી અઠ્ઠાવીસ ભાગ જેટલો છે. સૂર્ય વિમાનનો આયામ-વિખંભ એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલો છે, પરિધિ એનાથી ત્રણ ગણાથી કંઈક વધુ, બાહણ્ય એક યોજનના એકસઠ ભાગોમાંથી ચોવીસ ભાગ (જેટલો) છે. ગ્રહ વિમાનનો આયામ-વિખંભ અડધો યોજન (જેટલો) એનાથી ત્રણગણાથી કંઈક વધુ પરિધિ અને એક કોસનો બાહલ્ય છે. નક્ષત્ર વિમાનનો આયામ-વિખંભ એક કોશ (જેટલો) એનાથી ત્રણ ગણાથી કંઈક વધુ પિરિધ અને અડધા કોશની મોટાઈ છે. તારા વિમાનનો આયામ-વિખંભ અડધો કોસ એનાથી ત્રણ ગણા કરતાં કંઈક વધુ પરિધિ અને બાહલ્ય પાંચસો ધનુષ્યનો કહેવામાં આવ્યો છે.
ચંદ્ર વિમાનના વાહકો સોળ હજાર દેવો છે. એમાં ચાર હજાર સિંહ રૂપધારી દેવ પૂર્વી બાહુનું, ચાર હજાર ગજરૂપધારી દેવ દક્ષિણ બાહુનું, ચાર હજાર વૃષભ (બળદ) રૂપ ધારી દેવ પશ્ચિમ બાહુનું અને ચાર હજાર અશ્વ રૂપધારી દેવ ઉત્તર બાહુનું વહન કરે છે. આ પ્રકારે સૂર્ય વિમાનના વાહક દેવ આઠ હજાર છે. ગ્રહવિમાનના વાહક દેવ આઠ હજાર છે. નક્ષત્ર વિમાનના વાહક દેવ ચાર હજાર છે અને તારા વિમાનના વાહક દેવ બે હજાર છે. અહીં એ દેવોનું ઉપમાની સાથે વિસ્તૃત વર્ણન પણ છે.
સ્વસ્થ મનુષ્યના કામભોગોથી અનેકગણું વિશિષ્ટ સુખ વાણવ્યન્તરોનું છે અને એના સુખથી અનેકગણું અસુરેન્દ્રના સિવાય બાકીના ભવનપતિઓનું છે. એના સુખથી અનંતગણુ સુખ અસુરકુમા૨ોનું છે. એનાથી અનંતગણું વિશિષ્ટતર સુખ ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્ક દેવોનું હોય છે. એમના સુખથી અનંતગણું વિશિષ્ટતર સુખ ચંદ્ર સૂર્યનું છે. આ સ્થાન પર સોળ શ્રૃંગારયુક્ત એક યુવતીનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે.
જ્યોતિષ્મેન્દ્ર ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. જેમકે - ૧. ચન્દ્રપ્રભા, ૨. દોષ્ણાભા, ૩. અર્ચિમાળી, ૪. પ્રભંકરા. પ્રત્યેક દેવીનું ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર છે. ચાર હજાર દેવીઓની વિપુર્વણા કરવામાં સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ચન્દ્રનું સોળ હજાર દેવીઓનું અંતઃપુર છે. ચંદ્ર પોતાના ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભાના માણવક ચૈત્ય સ્તંભમાં વજની ડબ્બીઓમાં રાખેલ જિન ભગવાનની અસ્થિઓના પૂજ્ય હોવાથી ચંદ્રસિંહાસન પર અગ્રમહિષીઓ સાથે કામભોગ કરી શકતો નથી. અથવા તે ચંદ્ર ચંદ્રસિંહાસન ૫૨ ચાર હજાર સામાનિક દેવો, સોળહજાર આત્મરક્ષ કદેવો વગેરેથી ઘેરાયેલ તેમજ નૃત્ય ગીત વગેરેના કારણે કેવળ પરિચર્યાની બુદ્ધિથી અગ્રમહિષીઓની સાથે દિવ્ય ભોગ ભોગવવા માટે સમર્થ છે. પરંતુ મૈથુનની ઈચ્છા રહેતી નથી. સૂર્યની પણ ચાર અગ્રમહિષીઓ છે. ૧. સૂર્યપ્રભા, ૨. આતયાભા, ૩. અર્ચિમાળી, ૪. પ્રભંકરા. બાકીનું વર્ણન ચંદ્રના જેવું જ છે. પરંતુ વિમાન અને સિંહાસનના નામ ક્રમશઃ સૂર્યાવતંસક અને સૂર્ય સિંહાસન છે. ગ્રંહાદિની ચાર-ચાર અગમહિષીઓના નામ. ૧. વિજયા, ૨. વૈજયંતી, ૩. જયન્તિ, ૪. અપરાજિતા છે.
એક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પોતાના ઉપસંક્રમિત મંડળના એક લાખ અઠાવનસો ભાગ કરીને ચંદ્ર એ મંડળ ની પરિધિના સત્તરસો અડસઠ ભાગ, સૂર્ય અઢારસો ત્રીસભાગ, નક્ષત્ર અઢારસો પાંત્રીસ ભાગ પર્યંત ગતિ કરે છે. એટલે ચંદ્રથી સૂર્ય, સૂર્યથી ગ્રહ, ગ્રહથી નક્ષત્ર અને નક્ષત્રથી તારા શીઘ્ર ગતિવાળા છે. અર્થાત્ ચંદ્રની ગતિ સૌથી ધીમી અને તારાઓની ગતિ બધાથી ઝડપી છે અને ઋદ્ધિની અપેક્ષાએ બધાથી મહામૃદ્ધિવાળો ચંદ્ર એનાથી અલ્પ ઋદ્ધિવાળો સૂર્ય, સૂર્યથી અલ્પ ઋદ્ધિવાળા ગ્રહ, ગ્રહથી અલ્પતૃદ્ધિવાળા નક્ષત્ર અને નક્ષત્રોથી અલ્પ ઋદ્ધિવાળા તારાગણ છે.
મનુષ્યલોકમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્રોના છાસઠ- છાસઠ પિટક (આવેલા) છે અને પ્રત્યેક પિટકોમાં બે ચંદ્ર, બે સૂર્ય, એકસો છોંતેર ગ્રહ, છપ્પન નક્ષત્ર થાય છે અને ચંદ્ર-સૂર્યની ચાર-ચાર પંક્તિઓ છે અને પ્રત્યેક પંક્તિમાં છાસઠ-છાસઠ ચંદ્ર અને સૂર્ય થાય છે. ગ્રહોની એકસો છોંતેર પંક્તિઓ હોય છે અને પ્રત્યેકમાં છાસઠ-છાસઠ – ગ્રહ થાય છે. નક્ષત્રોની છપ્પન પંક્તિઓ છે અને પ્રત્યેકમાં છપ્પન- છપ્પન નક્ષત્ર થાય છે.
Jain Education International
91
For Private & Personal Use Only
www.jainelibrary.org