________________
તપાવે છે. આ વેશ્યાઓના અંતરમાંથી નીકળતી એવી અન્ય લેયાઓ સંછિત થાય છે અને તે સંમૂછિત સમાન લેશ્યાઓ અન્ય બાહ્ય પુગલોને તપાવે છે. એ સૂર્યથી ઉત્પન્ન તાપક્ષેત્ર અને ચંદ્રથી ઉત્પન્ન પ્રકાશ ક્ષેત્ર છે.
સમયાપેક્ષા પોરબી છાયાની નિષ્પત્તિની પચ્ચીસ માન્યતાઓ છે એમાંથી પહેલી માન્યતા એ છે કે - સૂર્ય પ્રતિ સમય પોષી છાયાની નિષ્પત્તિ કરે છે અને અંતિમ પચ્ચીસમી માન્યતા એ છે કે - સૂર્ય પ્રત્યેક ઉત્સર્પિણીઅવસર્પિણીમાં પોરપી છાયાની નિષ્પત્તિ કરે છે. પરંતુ સૈદ્ધાંતિક માન્યતા એ છે કે – ૧. સૂર્યની ઊંચાઈ અને વેશ્યાની અપેક્ષાએ પોરપી છાયાનું કથન છે. ૨. સૂર્યની ઊંચાઈ અને છાયાની અપેક્ષાએ લશ્યાનું કથન છે.
સૂર્યની વેશ્યા અને પોરથી છાયાની અપેક્ષાએ ઊંચાઈનું કથન છે. સૂર્ય જે સ્થિતિમાં પોષી છાયાનું નિવર્તન કરે છે એ અંગે બે માન્યતાઓ છે - ૧. એક એવો દિવસ છે જેમાં સૂર્ય ચાર પોષી છાયા કરીને નિવર્તન કરે છે. ૨. એક એવો દિવસ છે જેમાં સૂર્ય બે પોષી છાયાનું નિવર્તન કરે છે. આ માન્યતાવાળાનો એવો અભિપ્રાય છે કે- જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એ દિવસે સૂર્ય ચાર પોરથી છાયાનું નિવર્તન (પાછુ ફેકવું) કરે છે. જ્યારે સૂર્ય બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છેઆ દિવસે સૂર્ય બે પોષી છાયાનું નિવર્તન કરે છે. બીજી માન્યતા એ છે કે - ૧. એક એવો દિવસ છે કે જે દિવસે સૂર્ય બે પોષી છાયાનું નિવર્તન કરે છે. ૨. એક એવો દિવસ છે કે જે દિવસે સૂર્ય કોઈ પ્રકારની છાયાનું નિવર્તન નથી કરતો. એમનો અભિપ્રાય એ છે કે - જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે જ્યારે સૂર્ય બાહ્ય મંડળ ને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. એ દિવસે સૂર્ય કોઈ પણ પ્રકારની પોરથી છાયાનું નિવર્તન નથી કરતો.
સૂર્ય કયા સ્થાનમાં કેટલી પોરપી છાયાની નિષ્પત્તિ કરે છે ? આ અંગે છનું માન્યતાના ભેદ છે કે - કોઈ સ્થાન પર એક પોરથી છાયા યાવત છનું પોષી છાયાની નિષ્પત્તિ કરે છે, પરંતુ સૈદ્ધાંતિક માન્યતા એ છે કે ઓગણસાઈઠથી કંઈક અધિક પોષી છાયાની નિષ્પતિ કરે છે અને દિવસના ચાર ભાગ વીત્યા પછી અને ચાર ભાગ બાકી રહે ત્યારે પોષી છાયા થાય છે અને અડધી પોરથી દિવસના ત્રીજો ભાગ વીત્યા પછી અથવા ત્રણ ભાગ બાકી રહે ત્યારે થાય છે. એવા જ પ્રકારે દોઢ, બે વગેરેથી લઈને સાડા ઓગણસાઈઠ પોરથી છાયા સુધી જાણવું જોઈએ અને ઓગણસાઈઠ પોરપી છાયા કરતા કંઈક અધિક દિવસનો કોઈ ભાગ ન વીત્યા પછી અથવા બાકી ન રહેવાથી થાય છે. અહીં સ્તંભ છાયા વગેરે પચ્ચીસ પ્રકારની છાયા પણ દર્શાવવામાં આવી છે. એમાં ગોળ છાયા આઠ પ્રકારની છે. - જંબુદ્વીપમાં એક સો એસી યોજન ઊંડા ઉતર્યા (પછી) પાંસઠ સૂર્ય મંડળ છે જેમાં ત્રેસઠ સૂર્યમંડળ નિષેધ અને નીલવંત પર્વત પર છે તથા લવણસમુદ્રમાં ત્રણસો યોજન ઊંડા ઉતર્યા (પછી) એકસો ઓગણીસ સૂર્યમંડળ છે એ બધા મળીને એકસો ચોર્યાસી સૂર્યમંડળ છે.
સૂર્ય એક મંડળથી બીજા મંડળમાં કેટલા અંતરથી ગતિ કરે છે એ અંગે છ માન્યતાઓ છે. પરંતુ સૈદ્ધાંતિક માન્યતા આ પ્રમાણે છે - ભારતીય અને ઐરાવતીય સૂર્ય પ્રત્યેક મંડળમાં પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલું અંતર એકબીજાથી વધારતા કે ઘટાડતા એવા ગતિ કરે છે અને બન્ને સૂર્યોમાંથી પ્રત્યેક સૂર્ય ત્રીસ-ત્રીસ મુહૂર્તમાં એક-એક અધમંડળ પર તથા સાઈઠ- સાઈઠ મુહૂર્તમાં એક-એક સૂર્ય મંડળ પર ચાલે છે.
જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે મંડળના એકસો ચોવીસ ભાગ કરીને મંડળના દક્ષિણ-પૂર્વી તથા ઉત્તર-પૂર્વી ભાગ (એકત્રીસ ભાગોમાં) રહેલ ભરત ક્ષેત્રીય સૂર્ય પોતાના ચીર્ણ બાવનમાં મંડળો પર તથા ઉત્તર-પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમી ચતુર્થ ભાગમાં રહેલ એવો એકાવનમાં મંડળો પર ચાલે છે. આ પ્રકારે ઐરાવત ક્ષેત્રીય સૂર્યના માટે પણ જાણવું જોઈએ. | સર્વ આભ્યન્તર સૂર્ય મંડળથી સર્વ બાહ્ય સૂર્ય મંડળ (વચ્ચેનું) અંતર પાંચસો દસ યોજન છે તથા પ્રત્યેક સૂર્યમંડળ નો આયામ વિખંભ એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલો છે. પરિધિ ત્રણગણા કરતા કંઈક અધિક છે અને મંડળનું બાહલ્ય (મોટાઈ) એક યોજનના એકસઠ ભાગોમાંથી ચોવીસ ભાગ જેટલો છે. | સર્વ મંડળોનો બાહલ્ય એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ (જેટલો) તથા આયામ વિખંભ અને પરિધિ અચોક્કસ છે. બધા મંડળોનો અંતરનો વિધ્વંભ બે યોજનાનો છે અને એકસો ત્રાસી મંડળોના પાંચસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org