________________
પ્રમાણે છે. (૧) પ્રથમ અયન ગત ચંદ્ર જે સાત અર્ધમંડળોમાં પ્રવેશ કરે છે એના નામ ૧. બીજુ, ૨. ચોથું, ૩. છઠ્ઠું, ૪. આઠમુ, પ. દશમુ, ૬. બારમુ અને ૭. ચૌદમુ છે તથા ઉત્તર ભાગથી પ્રવેશ કરતા છ અર્ધમંડળના નામ આ છે ૧. ત્રીજુ, ૨. પાંચમુ, ૩. સાતમુ અને ૪. નવમુ, પ. અગિયારમુ, ૬. તેરમુ અને પંદરમા મંડળના સડસઠ ભાગોમાંથી તેર ભાગ સુધી પ્રવેશ કરીને ગતિ કરે છે. આ પહેલું ચંદ્રાયણ છે.
(૨) નક્ષત્ર અર્ધમાસ ચંદ્ર અર્ધમાસ નથી અને ચંદ્ર અર્ધમાસ નક્ષત્ર અર્ધમાસ નથી. એક અર્ધમંડળથી બીજા અર્ધમંડળના સડસઠ ભાગોમાંથી ચાર ભાગ અને સડસઠમા ભાગના એકવીસ ભાગોમાંથી નવ ભાગ નક્ષત્ર અર્ધમાસથી ચંદ્ર અર્ધમાસમાં ચંદ્ર અધિક ચાલે છે.
૨. બીજો અયનગત ચંદ્ર સર્વાભ્યન્તર મંડળના પૂર્વ ભાગ તેમજ પશ્ચિમ ભાગમાંથી નિષ્ક્રમણ કરીને અન્ય સંચરિત અર્ધ મંડળના સડસઠ ભાગોમાંથી ચોપન ભાગ તથા સ્વસંચરિત તેર ભાગોમાં ગતિ કરે છે. સર્વાભ્યન્તર અને સર્વબાહ્ય મંડળમાં પણ ચંદ્ર તેર ભાગ (સુધી) ગતિ કરે છે. એ બીજુ ચંદ્રાયણ છે.
૩. નક્ષત્ર માસ ચંદ્ર માસ નથી અને ચંદ્રમાસ નક્ષત્ર માસ નથી. નક્ષત્ર માસથી ચંદ્ર માસમાં બે અર્ધમંડળ અને અર્ધમંડળના સડસઠ ભાગોમાંથી આઠભાગ અને સડસઠમાં ભાગના એકત્રીસ ભાગોમાંથી અઢાર ભાગ જેટલી અધિક ગતિ કરે છે.
૪. ત્રીજા અયનગત ચંદ્ર પૂર્વી તથા પશ્ચિમી ભાગથી પ્રવેશ કરીને સર્વાભ્યન્તર તેમજ સર્વ બાહ્ય મંડળની પૂર્વી-પશ્ચિમી અર્ધમંડળના સડસઠ ભાગોમાંથી સ્વસંચરિત એકતાલીસ ભાગોમાં તથા પર-સંચરિત તેર ભાગોમાં ચંદ્ર પ્રવેશ કરીને ગતિ કરે છે. તે ચંદ્ર પશ્ચિમી ભાગથી પ્રવેશ કરીને બાહ્ય ચતુર્થ પશ્ચિમી અર્ધમંડળના અર્ધ સડસઠ ભાગ તથા સડસઠમા ભાગને એકત્રીસ ભાગોમાં વિભાજિત કરીને ચંદ્ર સ્વ પર-સંચરિત અઢાર ભાગોમાં ગતિ કરે છે.
એ પ્રકારે ચંદ્રમાસમાં ચંદ્ર ૫૨-સંચરિત ચોપન ભાગોમાં તથા સ્વસંચરિત તેર ભાગોમાં અને બે લઘુતમ તેર ભાગોમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. સ્વ-પર સંચરિત એકત્રીસ ભાગ તથા બે તેર ભાગોના સડસઠ ભાગોમાંથી આઠ ભાગ અને સડસઠમા ભાગને એકત્રીસ ભાગોમાં વિભક્ત કરીને એના અઢાર ભાગોમાં ચંદ્ર પ્રવેશ કરીને ગતિ કરે છે, અન્ય બે તેર ભાગોમાં સ્વયં કથંચિત્ અસામાન્ય સ્વરૂપમાં પ્રવેશ કરીને ગતિ કરે છે.
અઠ્ઠાવીસ નક્ષત્રોની અપેક્ષાએ ચંદ્ર મંડળના જે દેશમાં જે નક્ષત્ર સાથે આજ યોગ કરે છે તે આઠસો ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ચોવીસ ભાગ અને બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી બાસઠ ચૂર્ણિકા ભાગ વીત્યા પછી પુનઃ તે ચંદ્રમંડળના અન્ય દેશમાં અન્ય સશ નક્ષત્ર સાથે યોગ કરે છે.
છપ્પન નક્ષત્રોની અપેક્ષા સોળસો અડત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ઓગણપચાસ ભાગ અને બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી પાંસઠ ચૂર્ણિકા ભાગ વીત્યા પછી એ મંડળનાં અન્ય સર્દેશ નક્ષત્રની સાથે યોગ કરે છે.
અઠ્ઠાવીસ નક્ષત્રોની અપેક્ષા એક યુગ અર્થાત્ ચોપન હજાર નવસો મુહૂર્ત વીત્યા પછી એ ચંદ્રમંડળ એના સદશ નક્ષત્રના સાથે યોગ કરે છે અને બે યુગ અર્થાત્ એક લાખ નવ હજાર આઠસો મુહૂર્ત વીત્યા પછી ફરીથી એજ ચંદ્રમંડળ એજ દેશમાં એજ નક્ષત્રની સાથે યોગ કરે છે. સૂર્ય જે નક્ષત્રની સાથે આજે યોગ કરે છે તે ત્રણસો છાસઠ અહોરાત્ર બાદ આઠસો ત્રીસ અહોરાત્ર બાદ અને છત્રીસો સાઈઠ અહોરાત્ર બાદ ફરીથી મંડળના એજ દેશમાં અન્ય એવા જ નક્ષત્ર સાથે યોગ કરે છે.
પાંચ સંવત્સરોની પહેલી પૂર્ણિમાએ ચન્દ્ર ધનિષ્ઠા સાથે, બીજીએ ઉત્તરાભાદ્રપદ સાથે, ત્રીજીએ અશ્વિની સાથે, બારમીએ પૂર્વાષાઢા સાથે અને અંતિમ બાસઠમીએ ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ કરે છે અને સૂર્ય પહેલીએ પૂર્વાફાલ્ગુની સાથે, બીજીએ ઉત્તરાફાલ્ગુની સાથે, ત્રીજીએ ચિત્રા સાથે, બારમીએ પુનર્વસુ નક્ષત્ર સાથે અને બાસઠમીએ પુષ્ય નક્ષત્ર સાથે યોગ કરે છે.
અમાસોમાં પહેલીએ ચંદ્ર અને સૂર્ય આશ્લેષા સાથે, બીજીએ ઉત્તરા ફાલ્ગુની સાથે, ત્રીજીએ હસ્ત સાથે, બારમીએ આર્દ્ર સાથે અને અંતિમ બાસઠમીએ પુનર્વસુ સાથે યોગ કરે છે.
પ્રથમ હેમંતિ આવૃત્તિમાં ચંદ્ર હસ્ત નક્ષત્ર સાથે બીજીએ શતભિષક્ સાથે, ત્રીજીએ પુષ્ય સાથે, ચોથીએ મૂળ સાથે, પાંચમીએ કૃત્તિકા નક્ષત્ર સાથે તથા સૂર્ય પાંચેય હેમંતિ આવૃત્તિમાં ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ કરે છે.
વાર્ષિકી પહેલી આવૃત્તિમાં ચંદ્ર અભિજિત્ નક્ષેત્ર સાથે બીજીએ મૃગશિર સાથે, ત્રીજીએ વિશાખા સાથે, ચોથીએ રેવતી સાથે અને પાંચમીએ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે તથા સૂર્ય પાંચેય આવૃત્તિમાં પુષ્ય નક્ષત્ર સાથે યોગ કરે છે.
Jain Education International
100
For Private
Personal Use Only
www.jainelibrary.org