________________
દસ યોજન જેટલો લાંબો માર્ગ છે. સર્વાભ્યન્તર મંડળથી સર્વબાહ્ય મંડળની અને એક મંડળથી બીજા મંડળ પર ઉપસંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળમાં પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગોની વૃદ્ધિ અને પરિધિમાં અઢાર-અઢાર યોજનની વૃદ્ધિ કરતો એવો સર્વ બાહ્ય મંડળ પર ઉપસંક્રાન્ત થઈને ગતિ કરે છે અને બાહ્યમંડળથી સર્વાભ્યન્તર મંડળની બાજુ પ્રવેશ કરી સૂર્ય મંડળથી મંડળાન્તર સંક્રમણમાં પાંચ-પાંચ યોજનની હાનિ કરતા સર્વાભ્યન્તર મંડળની તરફ ગતિ કરે છે. એક સૂર્ય મંડળથી બીજા સૂર્ય મંડળનું વ્યવધાન રહિત અંતર બે યોજનાનું છે. મંદિર પર્વતથી સર્વાભ્યન્તર સૂર્ય મંડળનું અંતર ચુંમાલીસ હજાર આઠસો વીસ યોજન સભ્યત્તરાનન્તરનું ચુંમાલીસ હજાર આઠસો બાવીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ તથા આભ્યન્તર તૃતીય મંડળનું ચુંમાલીસ હજાર આઠસો પચ્ચીસ યોજન છે. સર્વ બાહ્ય સૂર્ય મંડળ પીસ્તાલીસ હજાર ત્રણસો ત્રીસ યોજન, સર્વબાહ્યાનત્તર પીસ્તાલીસ હજાર ત્રણસો સત્તાવીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી તેર ભાગ, બાહ્ય તૃતીય મંડળનો પીસ્તાલીસ હજાર ત્રણસો ચોવીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી છવીસ ભાગ (જેટલો) છે. સર્વાભ્યન્તર મંડળથી નીકળેલ સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર સંક્રમણ કરતો (એવો) બે બે યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગોની વૃદ્ધિ કરતો (એવો) સર્વબાહ્ય મંડળ પર ઉપસંક્રાન્ત થઈને ગતિ કરે છે તથા સર્વ બાહ્યથી સર્વાભ્યન્તરની તરફ આવે ત્યારે સૂર્ય એટલાજ ક્ષેત્ર પરિમાણમાં હાનિ કરતો ગતિ કરે છે. સર્વાભ્યન્તરથી સર્વબાહ્ય અને સર્વબાહ્યથી સર્વાભ્યત્તર મંડળ સુધી ગમનાગમન કરવામાં સૂર્યને ત્રણસો છાસઠ પૂર્ણ દિવસ રાત્રિ લાગે છે. નિષ્ક્રમણ અને પ્રવેશ કરતા સૂર્ય એકસો વાસી મંડળો પર બે વાર તથા સર્વબાહ્ય તેમજ સર્વાભ્યન્તર મંડળ પર એક વાર ગતિ કરે છે. કુલ એકસો ચોર્યાસી મંડળોમાં ગતિ કરે છે તથા કર્ણકલાથી મંડળથી મંડલાન્તર જતો એવો મંડળને છોડે છે.
સૂર્ય પ્રત્યેક અહોરાત્રમાં એક મંડળથી બીજા મંડળમાં પહોંચવા (અંગે) અલગ-અલગ સાત માન્યતાઓ છે પરંતુ સૈદ્ધાંતિક માન્યતાનુસાર સૂર્ય એક અહોરાત્રમાં બે યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલા ભાગને પાર કરી પહોંચે છે એ આદિત્ય સંવત્સર છે.
સૂર્યની દ્વીપ સમુદ્રની અવગાહનાનત્તર ગતિના વિષયમાં સાત માન્યતાઓ છે. પરંતુ યથાર્થ એ છે કે – જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે ત્યારે એકસો એંસી યોજન જંબુદ્વીપને અવગાહન કરીને ગતિ કરે છે. એ સમયે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે તથા જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ત્રણસો ત્રીસ યોજન લવણ સમુદ્રને અવગાહન કરીને ગતિ કરે છે. આ સમય ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
સુર્યની ત્રાંસી ગતિ અંગે આઠ માન્યતાઓ છે. પરંતુ સૈદ્ધાંતિક માન્યતા એ છે કે - દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમી મંડળના ચતુર્થ ભાગોમાંથી એ સમરમણીય ભૂભાગથી આઠસો યોજન પર પ્રાતઃકાળમાં બે સૂર્યનો ઉદય થાય છે ત્યારે દક્ષિણ-ઉત્તરના વિભાગને પ્રકાશિત કરે છે અને પૂર્વ-પશ્ચિમી વિભાગમાં રાત્રિ કરે છે. પૂર્વ-પશ્ચિમી વિભાગમાં પ્રકાશ અને દક્ષિણ-ઉત્તરી વિભાગમાં રાત્રિ કરે છે.
સૂર્યની મુહૂર્ત ગતિ માટે ચાર માન્યતા ભેદ છે, પરંતુ સૈદ્ધાંતિક માન્યતાનુસાર પ્રત્યેક મુહૂર્તમાં સૂર્ય પાંચ-પાંચ યોજનથી કંઈક વધુ ક્ષેત્રને પાર કરે છે. પ્રત્યેક મંડળમાં સૂર્ય સાઈઠ મુહૂર્ત પૂરા કરે છે અને સૂર્ય જે મંડળ પર આરુઢ થઈને ગતિ કરે છે. એ મંડળની પરિધિના એક લાખ અઠ્ઠાણુંસો ભાગોમાંથી અઢારસો પાંત્રીસ ભાગ ચાલે છે.
આદિત્ય સંવત્સરના પ્રથમ છ માસમાં એકવાર અઢાર મુહૂર્તની રાત્રિ અને બાર મુહૂર્તનો દિવસ હોય છે. બીજા છ માસમાં એકવાર અઢાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ પ્રકારે એકવાર બાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની રાત્રિ હોય છે. એના કારણે સર્વબાહ્ય મંડળથી સર્વાભ્યત્તર મંડળની તરફ સૂર્યનો પ્રવેશ તથા સર્વાભ્યત્તર મંડળથી સર્વબાહ્ય મંડળની તરફ નિષ્ક્રમણ કરે છે. ત્રાણુમા મંડળોમાં રહેલો એવો સૂર્ય આભ્યન્તર અને બાહ્ય મંડળની તરફ જતો એવો સમાન અહોરાત્રને વિષમ કરી દે છે.
સુર્યની અર્ધમંડળોની પરિભ્રમણ વ્યવસ્થા બે પ્રકારની છે - દક્ષિણાર્ધ મંડળ સંસ્થિતિ, ઉત્તરાર્ધ મંડળ સંસ્થિતિ. ઉત્તરાર્ધમાં દિનમાનમાં અને દક્ષિણાર્ધમાં રાત્રિમાનમાં વૃદ્ધિ થાય છે. ઉત્તર દિશાના પહેલા, બીજા, ત્રીજા સૂર્ય મંડળનો આયામ - વિખંભ નવાણું હજારથી કંઈક વધુ યોજનાનો હોય છે.
ઉત્તરાયણગત સૂર્ય ચોવીસ આંગળવાળી પોરથી કરીને કર્ક સંક્રાતિના દિવસે સર્વાભ્યન્તર મંડળથી બીજા મંડળ માં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org