________________
=
=
આ પ્રકારે ક્રમથી છત્રીસ-છત્રીસ યોજન અને એક યોજના એકસઠ ભાગોમાંથી પચ્ચીસ ભાગ તથા સાત ભાગોમાંથી ચાર ચૂર્ણિકા ભાગ (જેટલા) અંતરે પ્રત્યેક ચંદ્ર મંડળમાં હાનિ કરતો-કરતો સર્વાભ્યન્તર ચંદ્રમંડળની તરફ આગળ વધે છે.
સર્વાભ્યત્તર ચંદ્રમંડળનો આયામ-વિખંભ નવાણું હજાર છસો ચાલીસ યોજન તથા પરિધિ ત્રણ લાખ પંદર હજાર નેવ્યાસી યોજનથી કંઈક અધિક છે.
આભ્યન્તરાનન્તર ચંદ્રમંડળનો આયામ-વિખંભ નવાણું હજાર સાતસો બાર યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી એકાવન ભાગ તથા સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા ભાગ (જેટલો) છે અને પરિધિ ત્રણ લાખ ઓગણીસ હજારથી કંઈક અધિક છે. આભ્યન્તર તૃતીય ચંદ્રમંડળનો આયામ-વિખંભ નવાણું હજાર સાતસો પંચાસી યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી એકતાલીસ ભાગ તથા સાત ભાગોમાંથી બે ચૂર્ણિકા ભાગ (જેટલો) છે. અને પરિધિ ત્રણ લાખ પંદર હજાર પાંચસો ઓગણપચાસથી કંઈક અધિક છે. આ પ્રમાણે નિષ્ક્રમણ કરતો (એવો) ચંદ્ર એક ચંદ્ર મંડળથી બીજા ચંદ્રમંડળની તરફ આગળ વધતો એવો બોંતેર બોંતેર યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી એકાવન ભાગ અને એક ભાગના સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા ભાગ જેટલા વિધ્વંભમાં તથા પરિધિમાં બસો ત્રીસ યોજનની વૃદ્ધિ કરતો (એવો) સર્વ બાહ્ય મંડળની તરફ ગતિ કરે છે.
સર્વ બાહ્ય ચંદ્ર મંડળનો આયામ-વિખંભ એક લાખ છસો સાઈઠ યોજન અને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણ સો પંદર યોજન છે. બાહ્યાનન્તર ચંદ્રમડળનો આયામ વિકુંભ એક લાખ પાંચસો સત્યાસી યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી નવ ભાગ તથા સાત ભાગોમાંથી છ ચૂર્ણિકા ભાગ (જેટલી) છે અને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર પંચાસી યોજન છે.
બાહ્ય તૃતીય ચંદ્રમંડળનો આયામ-વિખંભ એક લાખ પાંચસો દસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી ઓગણીસ ભાગ તથા સાત ભાગોમાંથી પાંચ ચૂર્ણિકા ભાગ (જેટલો) છે અને પરિધિ ત્રણ લાખ સત્તર હજાર આઠસો પંચાવન યોજન છે.
આ પ્રકારે એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળની તરફ આગળ વધતા (એવા) બોંતેર-બોંતેર યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી એકાવન ભાગ અને એક ભાગના સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા ભાગ જેટલા વિધ્વંભમાં તથા પરિધિમાં બસો ત્રીસ યોજનનની વૃદ્ધિ કરતો એવો સર્વાભ્યન્તર મંડળની તરફ ગતિ કરે છે.
ચંદ્ર સર્વાભ્યન્તર મંડળમાં પહોંચીને જ્યારે ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર તોંતેર યોજન અને સિતોતેરસો ચુંમાલીસ ભાગ જેટલું ક્ષેત્ર પાર કરે છે. આ સમયે સુડતાલીસ હજાર બસો ત્રેસઠ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી એકવીસ ભાગ જેટલા અંતરથી અહીં રહેલા મનુષ્યને ચંદ્ર દેખાય છે.
આભ્યન્તરોત્તર મંડળમાં પાંચ હજાર સત્તર યોજન અને છત્રીસ સો ચુંમોત્તેર ભાગ જેટલું ક્ષેત્રને પાર કરે છે. આભ્યન્તર તૃતીય મંડળમાં પાંચ હજાર એંસી યોજન અને તેર હજાર ત્રણસો ઓગણીસ ભાગ જેટલું ક્ષેત્રને પાર કરે છે. તથા આ ક્રમેથી નિષ્ક્રમણ કરતા ચંદ્ર મંડળથી મંડળાન્તરમાં પહોંચતો (એવો) પ્રત્યેક મંડળમાં ત્રણ-ત્રણ યોજન તથા છ—સો પંચાવન ભાગ (જેટલા) ક્ષેત્રની મુહૂર્ત ગતિ વધારતો- વધારતો સર્વબાહ્ય મંડળની તરફ આગળ વધતો ગતિ કરે છે અને સર્વ બાહ્ય મંડળમાં પહોંચીને જ્યારે ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તમાં પાંચ હજાર એકસો પચ્ચીસ યોજન અને અગણોતેર સો નેવું ભાગ જેટલું ક્ષેત્રને પાર કરે છે. આ સમયે એકત્રીસ હજાર આઠસો એકત્રીસ યોજનના અંતરથી અહીં રહેલા મનુષ્યને ચંદ્ર દેખાય છે. બાહ્યાનત્તર મંડળમાં પાંચ હજાર એકસો એકવીસ યોજન અને અગિયાર સો સાઈઠ ભાગ જેટલું ક્ષેત્રને પાર કરે છે. બાહ્ય તૃતીય મંડળમાં પાંચ હજાર એકસો અઢાર યોજન અને ચૌદસો પાંચ ભાગ જેટલું ક્ષેત્રને પાર કરે છે. એવા ક્રમથી નિષ્ક્રમણ કરતો (એવું) ચંદ્ર મંડળાનત્તરમાં પહોંચતો એવો પ્રત્યેક મુહૂર્ત મંડળમાં ત્રણ-ત્રણ યોજન તથા છનું સો પચાસ જેટલી મુહૂર્ત ગતિને ઘટાડતો-ઘટાડતો સર્વ આભ્યત્તર મંડળની તરફ આગળ વધતો એવો ગતિ કરે છે.
અહિંયા મંડળની પરિધિને તેર હજાર સાતસો પચ્ચીસનો ભાગ આપવાથી ચંદ્રની એક મુહૂર્તની ગતિનું પ્રમાણ સર્વત્ર દર્શાવવામાં આવી છે.
ચંદ્ર પ્રત્યેક મુહૂર્તમાં જે-જે મંડળો પર આરુઢ થઈને ગતિ કરે છે તે-તે મંડળોની એક લાખ અઠ્ઠાણું સો યોજના પરિધિના સત્તરસો અડસઠ ભાગ પર ચાલે છે.
વૃષભાનુયોગ વગેરે દસ પ્રકારનાં યોગ છે. એમાં જ્યારે ચન્દ્ર છત્રાતિછત્ર યોગ કરે છે ત્યારે ચિત્રા નક્ષત્ર સાથે યોગ કરે છે. છત્રાતિછત્ર અર્થાત ઉપર ચંદ્ર, મધ્યમાં નક્ષત્ર અને સૂર્ય (હોય) છે. અહીં એનું વિસ્તૃત વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org