________________
ર
તવા પર પૂર્વી ભાગથી
નક્ષત્રોના યોગના ક વીને પરિભ્રમણ
ચંદ્ર, સૂર્ય અને ગ્રહોના બધા મંડળ અનવસ્થિત (અશાશ્વત) છે અને નક્ષત્ર તેમજ તારાઓના મંડળ અવસ્થિત (શાશ્વત) છે અને તે બધા મેરુની પ્રદક્ષિણા કરનારા છે તથા ચંદ્ર-સૂર્ય પોત-પોતાના મંડળોમાં આભ્યન્તર બાહ્ય અને તિર્થક ક્ષેત્રમાં મંડળ સંક્રમણ કરે છે. ઊર્ધ્વ અને અધો ક્ષેત્રોમાં સંક્રમણ કરતા નથી. મનુષ્ય ક્ષેત્રવતી ચંદ્ર સૂર્ય વગેરે અનવસ્થિત છે અને મનુષ્યક્ષેત્રના બાહરના ચંદ્રાદિ અવસ્થિત છે. એ ગતિ તેમજ સંચરણ નથી કરતા.
જંબૂદ્વીપમાં બે, લવણસમુદ્રમાં ચાર અને ધાતકી ખંડદીપમાં લવણસમુદ્રથી ત્રણગણા અર્થાત્ બાર-બાર ચંદ્ર-સૂર્ય છે અને એની આગળના દ્વીપ સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવા માટે એ નિયમ છે કે - પૂર્વથી ત્રણગણા કરીને પૂર્વમાં જેટલી ચંદ્ર-સૂર્યની સંખ્યા બતાવવામાં આવી હોય એ સર્વ એમાં જોડી દેવી જોઈએ. ત્યારે એ દ્વીપ કે સમુદ્રના ચંદ્ર-સૂર્યની સંખ્યા સાત થઈ જાય છે.
એક ચંદ્રના ગતિયુક્ત થવાની (સાથે) બીજો અને બીજા ગતિયુક્ત થવાની (સાથે) પહેલા પણ ગતિયુક્ત થાય છે. આ પ્રમાણે સૂર્ય વગેરે અંગે સમજવું જોઈએ. ચંદ્રાદિની યોગયુક્તતા અંગે પણ આ જ નિયમ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્ર પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર સાથે (ગ્રહ, નક્ષત્રોથી) યોગ-યુક્ત થાય છે. મંડળના એક લાખ અઠ્ઠાણુંસો વિભાગ નક્ષત્રોનાં ક્ષેત્ર પરિભાગ છે.
ચંદ્રની ગતિયુક્તતામાં સૂર્ય ગતિયુક્ત થવાથી એનું પરિમાણ બાસઠ ભાગ વિશેષ અને નક્ષત્રો ગતિયુક્ત થવાથી એનું પરિમાણ સડસઠ ભાગ વિશેષ થાય છે. સૂર્યની ગતિયુક્તતામાં નક્ષત્ર ગતિયુક્ત થવાને (કારણે) એનું પરિમાણ પાંચ ભાગ વિશેષ થાય છે.
ચંદ્રની ગતિયુક્તતામાં પૂર્વી ભાગથી ગતિયુક્ત થઈને અભિજિતુ નક્ષત્ર નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠ ભાગોમાંથી સત્તાવીસ ભાગ પર્યત ચંદ્રની સાથે યોગ કરે છે. તે પછી પરિભ્રમણ કરીને યોગમુક્ત થઈ જાય છે. શ્રવણ નક્ષત્ર પણ ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત સુધી પરિભ્રમણ કરીને યોગમુક્ત થાય છે. એ પ્રમાણે અભિલાપો સાથે પંદર મુહૂર્ત, ત્રીસ મુહૂર્ત, પીસ્તાલીસ મુહૂર્ત પર્યત યોગના માટે ઉત્તરાષાઢા નક્ષત્ર સુધી જાણવું જોઈએ.
ચંદ્ર ગતિયુક્ત થવા પર પૂર્વ ભાગથી ગ્રહ ચંદ્રની સાથે યોગ કરીને પરિભ્રમણ કરે છે અને પછી યોગમુક્ત થઈ યોગરહિત થઈ જાય છે. તથા સૂર્ય અને નક્ષત્રોના યોગના માટે એ નિયમ છે કે – સૂર્ય ગતિયુક્ત થાય છે, ત્યારે અભિજિત નક્ષત્ર પૂર્વ ભાગથી ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત યોગ કરીને પરિભ્રમણ કરે છે. પછી યોગનો ત્યાગ કરીને યોગ રહિત થઈ જાય છે. આ પ્રમાણે છ અહોરાત્ર એકવીસ મુહૂર્ત, તેર અહોરાત્ર બાર મુહૂર્ત અને વીસ અહોરાત્ર ત્રણ મુહૂર્ત બધા નક્ષત્રોનો સૂર્યની સાથે યોગ જાણવું જોઈએ. આ પ્રમાણે સૂર્ય અને ગ્રહના યોગ અંગે પણ જાણવું જોઈએ.
પ્રત્યેક અહોરાત્રમાં ચંદ્ર એક અર્ધ્વમંડળ અને અર્ધ્વમંડળના પંદરસો નવ ભાગોમાંથી એકત્રીસ ભાગ ઓછા પર્યત ગતિ કરે છે, સૂર્ય એક અર્ધ્વમંડળ અને નક્ષત્ર એક અર્ધ્વમંડળ તથા અર્ધ્વમંડળના સાતસો બત્રીસ ભાગોમાંથી બે ભાગ વધુ (જેટલી) ગતિ કરે છે તથા પ્રત્યેક મંડળને ચંદ્ર બે અહોરાત્ર અને એક અહોરાત્રના ચાર ચુંમાલીસ ભાગોમાંથી છેદન કરીને એકત્રીસ ભાગ અધિક પાર કરે છે. સૂર્ય બે અહોરાત્રમાં અને નક્ષત્ર બે અહોરાત્ર તથા એક અહોરાત્રના ત્રણસો સડસઠ ભાગોમાંથી બે ભાગ ઓછામાં પ્રત્યેક મંડળને પાર કરે છે.
પ્રત્યેક યુગમાં ચંદ્ર-આઠસો ચોર્યાસી મંડળ, સૂર્ય પંદરસો નવ મંડળ અને નક્ષત્ર અઢારસો પાંત્રીસ અર્ધ્વમંડળ ગતિ કરે છે. ત્યાર પછી ચંદ્રમાસ, આદિત્યમાસ, નક્ષત્ર માસ, તુમાસ અને અભિવર્હિત માસનું પણ અહીં વર્ણન છે.
૧. ચંદ્રમાસમાં ચન્દ્ર-ચૌદ મંડળ અને પંદરમા મંડળના ચોથા ભાગ તથા એકસો ચોવીસ ભાગોમાંથી એકભાગ, સૂર્ય- ચૌદમંડળપૂર્ણ અને પંદરમા મંડળમાંથી ચારભાગ ઓછા તથા એકસો ચોવીસ ભાગોમાંથી એકસો ભાગ, નક્ષત્ર - ચૌદ મંડળપૂર્ણ પંદરમા મંડળના ચાર ભાગ ઓછા તથા એકસો ચોવીસ ભાગોમાંથી છ ભાગ સુધી ગતિ કરે છે.
૨, આદિત્ય માસમાં ચંદ્ર - ચૌદ મંડળપૂર્ણ અને પંદરમા મંડળના અગિયાર ભાગ સૂર્ય- પંદર મંડળ પૂર્ણ અને સોળમા મંડળનો ચોથો ભાગ, નક્ષત્ર - પંદર મંડળ પૂર્ણ અને સોળમાં મંડળનો ચોથો ભાગ તથા સોળમાં મંડળના એકસો ચોવીસ ભાગોમાંથી પાંત્રીસ ભાગ સુધી ગતિ કરે છે.
૩. નક્ષત્ર માસમાં ચંદ્ર - તેર મંડળ અને એક મંડળના સડસઠ ભાગોમાંથી તેર ભાગ. સૂર્ય- તેર મંડળ અને એક મંડળના સડસઠ ભાગોમાંથી ચુંમાલીસ ભાગ. નક્ષત્ર-તેર મંડળ અને એક મંડળના સડસઠ ભાગોમાંથી સાડા સુડતાલીસ ભાગ સુધી ગતિ કરે છે.
૪. તું માસમાં ચંદ્ર - ચૌદ મંડળ પૂર્ણ અને મંડળના એકસઠ ભાગોમાંથી ત્રીસભાગ. સૂર્ય- પંદર મંડળ પૂર્ણ. નક્ષત્ર - પંદર મંડળ પૂર્ણ અને સોળમાં મંડળના એકસો બાવીસ ભાગોમાંથી પાંચ ભાગ સુધી ગતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org