________________
for producing the result. The old seer scientist had his both also, but different from these now availing. He had his science and technique called Yajna, in which Mantra, yantra and other factors must co-operate. With mathematical determinateness and precision. For this purpose, he had developed the six auxiliaries of the Vedas in each of which mathematical skill and adroitness, occult or otherwise, play the decisive role. The sutras lay down the shortest and surest lines. The correct intonation of the Mantra, the correct configuration of the Yantra (in the making of The vedi etc. e.g. quadrature of a circle) the correct time or astral conjugation factor, the correct Rhythms etc, all had to be perfected so as to produce the desired result effectively and adequately. Each of these required the calculus of Mathematics."
એસ.એન સેન તેમજ એ.કે. બાગે 'The shulbasutras of Baudhayana, Anastamba, Katyayana and Manava'માં ગ્રન્થની ભૂમિકામાં વૈદિક સંસ્કૃતિમાં ગણિતના મહત્વ દર્શાવ્યું છે.' The Vedangas, then important group of literature often referred to as the appendages of the Vedas, constitute an important source in the history of Science in ancient India. This is evident from such subjects as phonetics (shiksha), ritual (Kalpa) grammar (Vyakarana) etymology (nirukta) Metrics (chhanda) and astronomy (Jyotisha). These branches of study arose within the vedic. Schools themselves as a necessary condition for mastering the Vedas. એમણે વળી આગળ લખ્યું છે. “The shulbasutras are of special importance because these deal specifically with rules for the measurements and construction of the various sacrificial fires and altars and consequently involve geometrical propositions and problems relating to rectilinear figures, their combinations and transformations squaring the circle and circling the square as well as arithmetical and algebraic solutions of problems arising out of such measurements and constructions."
- બૌદ્ધ સાહિત્યમાં પણ અંકગણિત (ગણના, સંખ્યાન) ને મહત્વપૂર્ણ તેમજ શ્રેષ્ઠ કલાના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. એને સિવાય ત્રણ પ્રકારના ગણિતનો ઉલ્લેખ પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં મળે છે. જયાં મુદ્રા ગણિત, ગણના ગણિત તથા સંખ્યાન ગણિતને દીર્ઘનિકાય (૧.પ્ર.પ૧) વિનયપિટક (૪, પૃ. ૭) દિવ્યાવદાન તેમજ મિલિન્દપઝહોં વર્ણવવામાં આવ્યા છે. જૈન સાહિત્યની આધારશિલા ગણિત જ છે. સ્થાનાંગ સૂત્ર ૭૪૭માં વ્યવહત ગણિતનું રૂપ નીચે પ્રમાણે છે.
“परिकम्मं ववहारो रज्जु रासी कलासवन्ने य ।
जावत्तावति वग्गो घनो त तह बग्गवग्गो विकप्पो य ॥" ગણિતની પ્રશંસા કરતા જગવિખ્યાત ગણિતજ્ઞ મહાવીરાચાર્યએ, ગણિતસાર સંગ્રહના પ્રારંભમાં, અધ્યાય ૧, શ્લોક ૯-૧૯માં નીચે પ્રમાણે લખ્યું છે.
અલૌકિક, વૈદિક તથા સામાયિક જે જે વ્યાપાર છે એ બધામાં ગણિતનો ઉપયોગ થાય છે. કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગન્ધર્વશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, પાકશાસ્ત્ર આયુર્વેદ, વાસ્તુવિદ્યા આદિમાં, છંદ, અલંકાર, કાવ્ય, તર્ક, વ્યાકરણ ઈત્યાદિમાં તથા કલાઓના સમસ્ત ગુણોમાં ગણિત અત્યંત ઉપયોગી છે. સૂર્ય આદિ ગ્રહોની ગતિ જ્ઞાત કરવામાં, ગ્રહણમાં, ગ્રહોની યુતિમાં, પ્રશ્નમાં, ચંદ્રમાંના પરિલેખમાં સર્વત્ર ગણિત અંગીકૃત છે. દ્વીપો, સમુદ્રો અને પર્વતોની સંખ્યા, વ્યાસ અને પરિધિ લોક, અન્તર્લોક, જયોતિર્લોક સ્વર્ગ અને નરકમાં રહેનાર બધા શ્રેણિબદ્ધ ભવનો, સભા ભવનો તેમજ ગુમ્બઝાકાર મંદિરોના પ્રમાણ તથા અન્ય વિવિધ પ્રમાણ ગણિતની સહાયતાથી જાણી શકાય છે. ત્યાં પ્રાણીઓના આકાર, એમનું આયુષ્ય અને આઠ ગુણ ઈત્યાદિ, યાત્રા આદિ તથા સંહિતા આદિ સાથે સંબંધિત વિષય એ સર્વ ગણિત પર નિર્ભર છે. વધુ કહેવાનું શું પ્રયોજન ? સચરાચર ત્રૈલોકયમાં જે કાંઈ વસ્તુ છે. એનું અસ્તિત્વ ગણિત વિના સંભવિત થઈ શકતું નથી. કૃતાર્થ પૂજ્ય અને જગતના સ્વામી તીર્થકરોની શિષ્ય પ્રશિષ્યાત્મક પ્રસિદ્ધ ગુરુ પરંપરાથી આવેલ સંખ્યાનરૂપી સમુદ્રમાંથી રત્નની માફક, પાષાણમાંથી કાંચનની માફક તથા શુકિતથી સમુદ્રથી મુક્તાફળની માફક- કાંઈક સાર કાઢીને હું ગણિતસાર સંગ્રહ ગ્રંથને મારી મતિ-શક્તિ અનુસાર કહું છું જે લઘુ હોવા છતાં પણ અનન્ધાર્થક છે. 4. Indian National Science Academy, New Delhi 1983, Intro, P. 1 ૨. એજ પૃ.૧ ૩. વિનય પિટક, ઓલ્ડનબર્ગ, સં.ભાગ.૪ ૫. ૭ મજિઝમનિકાય, ભાગ-૧, પૃ. ૮૫, ચુલ્લ નિદશ પૃ. ૧૯૯ ૪. સં.ઈ.બી. કાવેલ તથા આર.એ. નીલ કેમ્બ્રિઝ, ૧૮૮૬, પૃ. ૩, ૨૬ અને ૮૮ ૫. અનુ. રાઈસ ડેવિસ, ઓક્સફોર્ડ, ૧૮૯૦, પૃ. ૯૧ B ૬} $ $ $ $ $ $ $ $ 50 $ $ $
$ $ $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org