________________
ઉદ્ધરણ પ્રાપ્ત થાય છે. આ ઉદ્ધરણો પર ઉપયુક્તસ્થાન પર વિચાર કરાવામાં આવશે. પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે - જૈન વિદ્વાનો દ્વારા લિખિત એવા ગણિતીય ગ્રંથોનું નિઃસંદેહ રૂપમાં અસ્તિત્વ હતું જે હાલ વિલુપ્ત થઈ ગયા છે. ક્ષેત્ર સમાસ તથા કરણા ભાવના નામનો ગ્રંથ જૈન વિદ્વાનો દ્વારા રચિત થયા પરંતુ હાલમાં તે પણ અપ્રાપ્ય છે જૈન ગણિત ગ્રંથો અંગે અમારું જ્ઞાન જે અધુરું છે. કંઈક એવું અગણિતીય ગ્રંથોમાંથી પ્રગટ થયું છે. જેમાં ઉમાસ્વાતિનું તત્ત્વાર્થ ધિગમભાગ્ય, સૂર્ય પ્રજ્ઞપ્તિ, અનુયોગ દ્વાર સૂત્ર, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, ત્રિલોકસાર ઈત્યાદિ સમાવેશ થાય છે. એમાં હવે ધવલાને ઉમેરી શકીએ છીએ.'
વીરસેનાચાર્યએ ધવલામાં નીચે લખેલ ગણિતીય અથવા અગણિતીય ગ્રંથોથી ઉધ્ધરણ આપવામાં આવ્યા છે અને કેટલાક ઉધ્ધારણ એવા છે જે ગ્રંથોના કર્તાઓના નામ અજ્ઞાત છે -
કષાય પ્રાભૃત, કાળસૂત્ર, તત્ત્વાર્થ ભાષ્ય, વર્ગણાસૂત્ર, વેદના ક્ષેત્ર વિધાન, સત્કર્મ પ્રાભૃત સમ્મતિ સૂત્ર, અપ્પા બહુગ સૂત્ર, ખુદાબંધસૂત્ર, જીવાણ, તત્ત્વાર્થ સૂત્ર, તિલોયપષ્ણત્તિ , પરિયમ્મ, પિડિયા, વિયાહપષ્ણત્તિ, વેયણા સૂત્ર, સંતક... પાહુડ, સંતસૂત્ર, ખેતણિઓગદાર, ગાહાસૂત્ર, (કસાય પાહુડ), જીવસમાસ નિર્યાસુ બંધ સુત્ત, દગ્વાણિ ઓગદાર, પંચત્યિ પાહુડ, સંતાણિ ઓગદાર, ઉચ્ચારણ, કાળવિહાણ, કાલાણિ ઓગદાર, નિક્ષેપાચાર્ય, પ્રરૂપિતગાથા.
પ્રદેશ બંધ સુત્ર, પ્રદેશ વિરચિત અર્વાધિકાર બંધસૂત્ર, મહાકર્મ પ્રકૃતિ પ્રાભૂત, મહાબંધ, કાળ નિદેશ સૂત્ર, ચૂર્ણિસૂત્ર, ખંડગ્રંથ, ભાવવિધાન, મૂળતંત્ર, યોનિ પ્રાભૃત, સિધ્ધિવિનિશ્ચય, બાહિર વગણા,વેયણા સુત્ત, પત્યિય, કર્મપ્રવાદ, સૂત્ર વિશેષ ઈત્યાદિ.
નેમિચંદ્ર સિધ્ધાંત ચક્રવર્તીએ ત્રિલોકસારમાં વૃદ્ધારા પરિકર્મનો ઉલ્લેખ કર્યો છે. જે હવે અપ્રાપ્ય છે. આ પ્રકારે તિલોયપણ્યત્તિમાં ગ્રહોમાં ગમન વિવરણનો એ સમય કાળવશ નષ્ટ થવાનું દર્શાવવામાં આવ્યું છે. એવું થઈ શકે છે કે - પંચવર્ષીય યુગ પધ્ધતિ જેવી હોઈ જ તે અનેક વર્ષીય યુગ પધ્ધતિમાં બાંધવામાં આવી છે. જો આર્યભટ્ટના કાળથી પ્રગટ થયેલી જોવામાં આવે છે.
સૂર્ય પ્રજ્ઞપ્તિ ભાગ (૧) માં પુજ્ય ધાસીલાલજી મ. એ પૃ. ૮૯માં કેટલીક ગાથાઓ વિલુપ્ત થઈ ગઈ હોવાથી અર્થ સમઝવામાં મુક્તિનો અનુભવ કર્યો છે. અહીં શું એપિસાઈકિલના સિધ્ધાંત શોધન માટે ૧૨૪ તથા ૧૪૪ સંખ્યાઓ નો કેવી રીતે ઉપયોગ થયો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. : ૫. વૈદિક સંસ્કૃતિમાં ભૂગોલ, જ્યોતિષ તેમજ ખગોલ આદિ અંગેનું ગણિત :
ભારતમાં મુખ્યતઃ બે સંસ્કૃતિઓની ચર્ચા જોવા મળે છે. - વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિનું દર્પણ વેદ તેમજ ઉપનિષદ છે જેમાં આપણે જોયું છે કે એમા ગણિતનું સ્વરૂપ કેવું હતું. એ સાહિત્ય કયારે રચાયું હતું, એના પર પૂર્વીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોના મત જુદા-જુદા છે. પ્રાચીનતમ ઉપલબ્ધ વેદ, જે સિંહના મત પ્રમાણે ૩000 ઈ.સ. પૂર્વે અથવા સંભવત: એનાથી વધુ પ્રાચીન છે. વિશેષ કરીને દેવતાઓના ગુણગાન, વંદના માત્ર છે. ઉચ્ચ સંભ્યતાના દ્યોતક છે. વેદોની પશ્ચાતુનું બ્રાહ્મણ સાહિત્ય (લગભગ ૨૦૦૦-૧૦૦૦ ઈ. સ. પૂર્વે) અંશત: ધાર્મિક અને અંશતઃ દાર્શનિક છે. એના પ્રથોમાંજ અંકગણિત, ક્ષેત્રગણિત અને બીજગણિત આદિ તથા ગણિત જ્યોતિષનો પ્રારંભ મળે છે. એ પછી બૌધ્ધ તેમજ જૈન સંસ્કૃતિઓનું સાહિત્ય સ્પષ્ટ રૂપથી અહિંસા - ક્રાન્તિનું રૂપ ધારણ કરીને તેમજ નવી ચેતનાનું સ્વરૂપ ધારણ કરી પ્રકાશમાં આવ્યું. એમાં જૈન સંસ્કૃતિમાં ગણિતે અત્યંત સુંદર તેમજ ગંભીર ભૂમિકા ભજવી તથા સૃષ્ટિ રચના, જ્યોતિષ તેમજ કર્મ સિધ્ધાંતની તકને સબલ, પુષ્ટ અને ગંભીર બનાવવાની શ્રેયસ્કર ભૂમિકા બજાવી છે.
ડૉ. એ.કે. બાગે પોતાના ગ્રંથમાં ગણિતના વિકાસના વ્યવસ્થિત અધ્યયન અર્થે તેને પ્રાચીન ભારતના વૈદિક યુગ (લગભગ ૧૫૦૦ ઈ.સ. પૂર્વથી ૨૦૦૦ ઈ.સ. પૂ.) તથા પશ્વ-વૈદિકયુગ (લગભગ ૨૦૦ ઈ.સ.પૂર્વીથી ૪૦૦ ઈ.સ.પૂ.) ની અનુવર્તી અવસ્થાઓમાં વિભાજિત કર્યો છે. એમણે વૈદિક યુગમાં ગણિતેય જ્ઞાનના ઉદ્ગમ અંગે વ્યકત કર્યો છે કે - "About two thousand years before the christian era. the Indus valley was invaded by an Aryan race. Following this. an about 1500 B.C. a Crude Civilisation Known as the Vedic Civilisation began to emerge in India. ૧. જુઓ, એજ પૃ. ii. ૨. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, પ્રથમ ભાગ, અમદાવાદ, ૧૯૮૧ ૩. હિન્દુ ગણિતશાસ્ત્રનો ઈતિહાસ ભાગ ૧, લખનઉ, ૧૯૫૬, પૃ.૧ ૪. Mathematics in Ancient and Medieval India, ચૌખમ્ભા ઓરિયન્ટકિયા, વારાણસી, કોર્સ-૧૬, પૃ.૩ વગેરે (65653653{} {6} $G G $ 6 67 55 0 1} } {G}{G} {GRs 25 36 365 361
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org