________________
(ઝ) એલ. સી. જૈન, આન સરટેન મેથેમેટિક ટાપિકસ ઓફ દ ધવલ ટેકસ, આઈ.જે એચ. એસ. કલકતા,
ભાગ ૧૧. ક્ર. ૨, ૧૯૭૬ પૃ. ૮૫ - ૧૧૧. (ટ) એલ. સી. જૈન ડાઈવર્જેટ સીકવેન્સેજ લોકેટિંગ ટ્રાસ્ફા ઈનાઈટ, સેટ્સ ઈન ત્રિલોકસાર, આઈ. જે. એચ.
એસ. કલકત્તા ૧૨ ક. ૧, ૧૯૭૭, પૃ. પ૭-૭૫ એલ.સી. જૈન. સિસ્ટમ બોરી ઈન જૈન સ્કૂલ ઓફ મેથેમેટિકસ, આઈ જે. એચ. એસ. કલકત્તા ભાગ
૧૪, ક્ર. ૧, ૧૯૭૯, પૃ. ૩૧-૬૫ (ડ) એલ. સી. જૈન. આર્યભટ - પ્રથમ એન્ડ યતિવૃષભ –એ - સ્ટડી ઈન કલ્પ એન્ડ મેરૂ, આઈ. જે.એચ.
એસ. ભાગ ૧૨, ક. ૨, ૧૯૭૭, પૃ. ૧૩પ-૧૪૯ ઉપરોક્ત શોધલેખોમાં જૈનાચાર્યો દ્વારા વિભિન્ન આમ્નાયોમાં વિકસિત લોકોત્તર ગણિતના સ્વરૂપને દર્શાવીને એની તુલના અન્યત્ર વિકસિત ગણિત સાથે કરવામાં આવી છે.
પ્રારંભમાં વિભૂતિભૂષણ દત્તને અનેક ટ્વેતાંબર ગ્રંથોમાંથી લોકોત્તર ગણિતનો વિકાસનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો હતો તથા હિંદુ ગણિત કે ઈતિહાસમાં એના યોગદાનને અંકિત કરવામાં આવ્યો હતો. એ પ્રયાસ ૧૯૨૯માં લગભગ પ્રારંભ થયો હતો. એમણે લખ્યું છે, જૈનિઓ દ્વારા ગણિતીય સંસ્કૃતિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એના ધાર્મિક સાહિત્યને સાધારણત: ચાર સમૂહમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. એને અનુયોગ કહે છે. જેનો અર્થ છે (જૈન ધર્મના) સિધ્ધાંતનું પ્રકાશન” એમાંથી એક ગણિતાનુયોગ છે. અથવા ગણિતના સિધ્ધાંતનું પ્રકાશન'. એની જૈન ધર્મમાં આવશ્યકતા થાય છે જૈન પંડિતની પ્રમુખ ઉપલબ્ધિઓથી એક એ છે કે - એને સંખ્યાન (અર્થાતુ સંખ્યાઓનું વિજ્ઞાન અથવા અંકગણિત) તથા જ્યોતિષનું જ્ઞાન હોય.' આ શોધ લેખમાં મુખ્યતઃ નીચે લખેલ ગ્રંથો તરફ સંકેત હતો.
(૧) ભગવતી સૂત્ર - અભયદેવસૂરિ ટીકા (લ. ૧૦૫૦) ઉત્તરાધ્યયન સૂત્ર, અનુ. હરમાં જૈકોબી, ઓકસફર્ડ, ૧૮૯૫ (૨) જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ, શાંતિચંદ્રગણિટીકા, (ઈ.૧પ૯૫) ભૂમિકા. (૩) કલ્પસૂત્ર, ભદ્રબાહુ, (લ. ૩૫૦ ઈ.પૂ.) અનુ. હ. જૈકોબી. (૪) અંતગડદાસાઓ તેમજ અનુત્તરોવવાઈયદસાઓ, અનુ. બર્નેટ, ૧૯૦૭
આ સમય સુધી, કર્મ સિધ્ધાંતવાળા ગ્રંથ : કસાયપાહુડ તેમજ પખંડાગમ,જયધવલા તથા ધવલા ટીકાઓ સહિત પ્રકાશિત નથી થઈ શકયા. જ્યારે ૧૯૩૫માં દત્ત અને સિંહે હિન્દુ ગણિતનો ઈતિહાસ” અંગ્રેજીમાં પ્રકાશિત કરાવ્યો તે પૂર્વની શોધમાં કોઈ નવીન સામગ્રી ઉમેરી શક્યા નથી. તો પણ આ લેખકોને પ્રતીત થયું કે - જૈન આમ્નાયનું ગણિતક્ષેત્ર મુખ્યતઃ સ્થાનાંગ સૂત્ર (સૂત્ર ૭૪૭) માં પ્રાપ્ત એક સૂત્રમાં ઉલ્લેખિત છે, જેના ઉપર શોધ કરવી જોઈએ.
'परिकम्मं ववहारो रज्जु रासी कलासवण्णे य ।
जावत्तावति वग्गो घणो त तह वग्गवग्गो विकप्पो त ॥ અહીં પરિકર્મ (મૂળભૂત ગણિતની પ્રક્રિયાઓ ) વ્યવહાર રજજુ (વિશ્વ-લોક માપની ઈકાઈ) રાશિ (સેટ) કલા સવર્ણ (ભિન્ન સંબંધી કલન) યાવતુ તાવતુ (સરળ સમીકરણાદિ) વર્ગ (વર્ગ સમીકરણાદિ) ઘન, (ઘનસમીકરણાદિ), વર્ગ વર્ગ (દ્વિવર્ગ સમીકરણાદિ) તેમજ વિકલ્પ (ધારાઓ, ક્રમ, સંચય આદિ) અનેક પારિભાષિક શબ્દો સાથે છે. જેમાંથી કેટલાય ગણિતસાર સંગ્રહમાં આવ્યાં છે. દત્તે આ પ્રકારના અન્ય પારિભાષિક ગણિતીય શબ્દ એકત્રિત કર્યા હતા. જે મુખ્યતઃ શ્વેતાંબર આમ્નાયના ગ્રંથોમાંથી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
જ્યારે સિંહે ધવલા ટીકાઓ (ભાગ ૩ અને ૪ )*નું અધ્યયન કર્યું તો એમણે પ્રથમ એ સિધ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે કોઈ પણ ગ્રંથમાં જે સામગ્રી મળી છે. તે પ્રાપ્ત ૩૦૦થી ૪૦૦ વર્ષ પૂર્વની સંરચિત થયેલી હશે. એથી આગળ ની અભ્યકિત છે. યદ્યપિ અનેક જૈન ગણિતજ્ઞોના નામ જ્ઞાતા છે કે – એ ગ્રંથ વિલુપ્ત થઈ ગયા છે. સર્વાધિક પૂર્વના ભદ્રબાહુ છે જેમનું દેહાવસાન ૨૭૮ ઈ.પૂ. થયું હતું. કહેવામાં આવે છે કે - એમણે બે જ્યોતિષ ગ્રંથ રચ્યા હતા. (૧) સૂર્ય પ્રજ્ઞપ્તિ ટીકા, (૨) ભદ્રબાહુ સંહિતા, આનો ઉલ્લેખ સૂર્ય પ્રજ્ઞપ્તિની ટીકામાં મલયાગિરિ (લગભગ ૧૧૫૦) દ્વારા ભટ્ટોત્પલ (૯ઈ) દ્વારા થયો છે. અન્ય જૈન જ્યોતિષીનું નામ સિધ્ધસેન છે જેનો ઉલ્લેખ વરાહમિહિર (૫૦૫ઈ.) તથા ભદ્દોત્પલ કર્યો છે. અનેક ગ્રંથોમાં ગણિતીય ઉલ્લેખ અર્ધમાગધી તથા પ્રાકૃતમાં મળે છે. ધવલામાં એવા અનેક ૧. બુલે. કેલ. મેથ, સો. ૨૭.૨, ૧૯૨૯, પૃ. ૧૧૫-૧૪૫ ૨. મેથેમેટિક્સ ઓફ ધવલા, પiv, ૧૯૪૧, પૃ. i– xxiv. E { {$ $
$ $ $ $ 54 R ang {G}{G}{G}{G RS 35 36 33 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org