________________
દુનિયાને થી પ્રાચિન ધ. ઈતિહાસમાં પણ વિશ્વની રચના વિષે, આ સૃષ્ટિ અનાદિ છે એ સિદ્ધાંતને ટેકો મળે એવી વાતો છે અને મી. બેનીક તથા હમણાના શોધકોએ એથી વધીને એમ પણ સિદ્ધ કર્યું છે કે ઈ. સ. પૂર્વે ૫૦૦૦ વર્ષ પહેલાં એ સર્વે દામાં મનુષ્પની વસ્તી હતી.
“ બ્રાઉન ” ના “ દરવીશીશ ' નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે મુસલમાને પણ વિશ્વ આનાદિ છે, એવું માનતા હોય એમ જણાય છે.
"મી. હેનર ” નામના વિદ્વાન પોતે કરેલી શાના આધારે 'જણાવે છે કે, દુનિયાને ઉત્પન્ન થયાને વીસ હજારથી વધુ વર્ષો થયાં હોવા જોઈએ કેમકે અછતમાં ૧૩૦૦૦ વો ઉપર વસ્તી હતી.
મી. પર નામનો વિદ્વાન પોતાના “ Intellectual Developement of Europe ” નામના પુસ્તકમાં જણાવે છે કે પૃથ્વી ઉપર વસ્તી થવા માંડ્યાને અનંત યુગે વહી ગયા હોવા જોઈએ.
મા. તિલક, જેઓ હિંદુસ્થાનના એક બાહોશ વિદ્વાન ગણાય છે તેમણે વેદના કેટલાક મંત્રને આધારે તથા ભૂસ્તર વિદ્યા અને ખગોળ વિદ્યાને આધારે એમ જણાવ્યું છે કે કમમાં કમ ૧૦૦૦૦ વર્ષ અગાઉ આપણા પૂર્વજો ઉતર ધ્રુવમાં અથવા તે નાર, સ્વીડન અને લેપલેન્ડ તરફ આવેલા દેશમાં રહેતા હતા ને ત્યાર પછી મોટા ખંડ ને દીપ તદન નાશ પામી સ્થળને સ્થાને જળ તથા જળને સ્થાને સ્થળ થયાં હતાં. એજ બાબતને મી. છેકેલ નામને વિદ્વાન “ History of creation” ને પુસ્તકમાં કે આખી દુનિયાને કમમાં કમ ૨૦૦૦૦ વર્ષ થયાં હેય, એમ માને છે
* ટાઈલર ” નામનો પાશ્ચાત્ય વિદ્વાન પોતાના “ Primitive Culture” (પ્રીમીટીવ કલચર ) નામના પુસ્તકમાં એટલે સુધી જણાવે છે કે હમણના આટલાન્ટીક માહાસાગરને સ્થળે પહેલાં એટલો મોટાજ ખંડ હતો, અને તે ખંડના ડબવાથી કેનેરી આઇલેન્ડસ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com