________________
દુનિયાને સિથી પ્રાચિન ધ.
૭૩
“હે ભ્રાતા ! હે ક્ષમાનાથ! હે ભરતેશ્વર ! ફકત રાજ્યને માટેજ આપના શત્રુરૂપે આપની સામે થઈ, આપને ખેદ કરાવ્યો તે માટે હું આપની ક્ષમા યાચું છું. આ સંસારની માયા મને હવે કાંઈ કામની નથી. હું તો હવે ત્રિલોકના નાથ, અને આખા જગતઉપર દયાભાવથી જોઈ તેને અભયદાન આપનારા પવિત્ર પિતાજીના મોક્ષમાર્ગમાં પાથરૂપે
પ્રવાશે.”
આટલું કહેતાંજ બાહુબળી રાજાએ પોતાના વડીલ ભાઈ તરફ ઉગામેલી મુષ્ટિ, પોતાના શિર તર૪ વાળી, તૃણની જેમ પોતાના મસ્તકના વાળનો લોચ કર્યો, અને ત્યાંજ કાર્યોત્સર્ગ કરીને રહ્યા.
પશ્ચાતાપ.
આવો મામલે ફેરવાઈ ગયેલ ઇ, હજારે માણસની અખિમાંથી અશ્રુધારા વહેવા લાગી. લશ્કરમાં હાહાકાર થઈ રહયે, જ્યારે દેવતાઓએ બાહુબળીને “સાધુ” કહી તેમના ઉપર ફુલની વૃષ્ટિ કરી. પણ સિથી વધુ દયાજનક હાલત તે ભરતરાજાની થઇ પડી. પૃથ્વી માર્ગ આપે તો તેમાં પેસી જવાની તેમની ઈચ્છા થઈ, અને તે વિચારે, તે નીચી ગ્રીવા કરી ઉભા રહ્યા, અને થોડી વારે પિતાના શાંત ભાઈને પ્રણામ કર્યો, અને પશ્ચાતાપમાં ડુબી જઈ બોલ્યા, “ દુનિયામાં આવા ભાઈઓ ધરાવનાર મનુષ્ય જ સુખના ભોગી છે ! પણ તે છતાં રાજ્યોમાં અંધ થઈ તમારા જેવા ઉત્તમ ભાઈને પ્રાણ લેવા તત્પર થનાર, મારા જેવા પાપી ભાઈઓ દુનિયામાં જેમ નહિ હોય તેમ દુનિયામાંથી પાપ ઓછું થશે. અહો ! બાહુબળી મુનિ ! તમને ધન્ય છે, કે તમે મારી તરફની અનુકંપાના કારણે રાજ્યને પણ ત્યાગ કર્યો! મારા જેવા પાપીએ દુર્મતિથી
અસંતેજી થઈ તમને ઉપદ્રવ કર્યો તે માટે મને ધિક્કાર છે ! જેઓ પિતાની શક્તિથી અજાણ છતાં મદમાં અંધ બને છે, જેઓ અન્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com