________________
દુનિયાને સૈથી પ્રાચિન ધમ.
૧૦૫
માન આપવાની જરૂર પડે છે. બ્રાહ્મણેનું જોર હમણાંથી જ છે એમ નથી; હજાર વર્ષ ઉપર પણ તેમનું જોર ઘણું જ હતું, અને બે હજાર વર્ષ ઉપર બહ મતને હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવામાં તેઓએ જે ફતેહ મેળવી હતી, તેનું કારણ પણ તેઓનું જોરજ ગણી શકાય. એ લોકોના જેરને બીજો દાખલો તુકારામ સાધુ ના સંબંધમાં જોવામાં આવે છે. તુકારામ સાધુ દક્ષિણમાં ઘણાજ પ્રખ્યાત ગણાય છે. એ સાધુના ભજનો હજી પણ ઘણુજ વખણાય છે, પણ વેદાંતી બ્રાહ્મણેથી તેમનું જોર નહીં ખમી શકાવાથી, તેમનાં પુસ્તકો રામેશ્વર ભટે ભીમા નદીમાં ડુબાવી દીધાં હતાં, એ વાત સુપ્રસિદ્ધ છે. તુકારામ સાધુ ભક્તિમાર્ગ ફેલાવામાં મુખ્ય હતા, અને તે લખેલાં પુસ્તકોમાં યની અને બ્રાહ્મણની નિંદા રૂપ લખવાથી તેમને આ અંત આવ્યું હતું. આ ઉપરથી જણાશે કે બ્રાહ્મણો નવા પંથને ટકવા નથી દેતા, અને તેને ગમે તે રીતે તોડી નાંખે છે. બ્રાદ્ધ મતને માનનારા બાળકથી તે વૃદ્ધની કતલ એજ બ્રાહ્મણના પુર બળના વખતમાં, ઉત્તરમાં હિમાલય સુધી અને દક્ષિ
માં તબિંદુ રામેશ્વર સુધી થઈ હતી. એજ રીતે બ્રાહ્મણેએ જેન મતને તેડી નાંખવાને હરેક વખતે પ્રયાસ કર્યો છે, પણ એ ધર્મ નો ન હોવાથી, તેના સિદ્ધાંતે ઉત્તમ હોવાથી, અને ઘણું વને પ્રાચિન હેવાથી, એ ધર્મ ટકી રહે છે, એટલું જ નહિ પણ ઘણી વખત તે એ ધર્મને માનનારાઓએ ભરતખંડનો નાશ થતો બચાવવા, મુખ્ય ભાગ પણ લીધો છે.
શું જૈન ધર્મ નાસ્તિક છે?
- જ - જૈન ધર્મને નાશ કરવા માટે જે મુખ્ય તહેમત જૈન ધર્મપર મુકવામાં આવ્યું છે તે એ છે કે, જૈન ધર્મ નાસ્તિક છે! બીચારા ભોળા, અજ્ઞાન લોકો બ્રાહ્મણના આ કહેવાને તપાસ કર્યા વગર માની દઈ, તે જ રીતે તેને નાસ્તિક ગણે છે, અને તેને અંગે કેટલાક ઇતિહાસ કર્તાઓએ પણ જૈનેને નાસ્તિક ગયા છે, અને પોતાનાં પુસ્તકોમાં પણ તે જ રીતે લખ્યું છે. પણ સત્ય વાત તેથી તદન જુદીજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com