________________
ખંડ બીજો–પ્રકરણ ૪ થું.
પામત.
પુણ્ય અને પાપ એ બે તો વિષે જુદા જુદા ધર્મમાં ઘણુંજ મતભેદ જણાય છે. કોઈ એમ કહે છે કે, કેવળ એક પુણ્યજ છે અને પાપ નથી; બીજા એમ કહે છે કે, એક પાપ છે ને પુણ્ય નથી, વળી ત્રીજા એમ કહે છે કે, પુણ્ય પાપ એક જ વસ્તુ છે. વળી કેટલાક એમ કહે છે કે, મૂળથી કર્મ જ નથી અને જગતમાં થતી સર્વ વસ્તુ સ્વભાવથી જ સિદ્ધ છે, પણ તે વાસ્તવિક નથી. સુખ દુઃખ પૃથક પૃથક ભેગવવામાં આવતાં હોવાથી, તેઓના કારણભૂત પુણ્ય પાપ પણ સ્વતંત્ર છે, અને એકલું પાપ કે એકલું પુણ્ય, કે પુન્ય પાપ મિશ્ર, એમ માનવું ઠીક નથી.
પાપ બંધવાનાં કારણે
પાપ બંધાવાના અઢાર કારણે છે:
૧ પ્રાણાતિપાત–જીવહિંસા ૨ મૃષાવાદ–જુઠું બોલવું ૩ અદત્તાદાન–નહિ આપેલું લેવું તે, ચેરી ૪ મૈથુન–સ્ત્રીસેવન વગેરે
૫ પરિચહ–પસ રાખવો તે
* અશુભ કર્મથી પોતે કરેલાં કર્મ જીવોને દુઃખ આપે છે, તથા આત્માના આનંદ રસને બાળી નાખનાર, પાપ કહેવાય છે; વળી પુણ્યથી જે ઉલટું તે પણ પાપ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com