________________
૧૯૨
ખંડ બીજો-પ્રકરણ ૪. જીવ અનિષ્ટ લાગે.
૩૨. દુ:સ્વર-જેના ઉદયથી સ્વર કઠોર હોય.
૩૩. અનાદેય-જેના ઉદયથી છવ સંપ્રાણ બેલે તો પણ તેને કોઈ ન માને.
૩૪ અયશકીલ જેના ઉદયથી છવ, જ્ઞાન, વિજ્ઞાન, વિનય વગેરે યુક્ત હય, તે પણ તેની કીર્તિ ન વધે. - નામ કર્મની ૩૪ પ્રકૃતિ ઉપર પ્રમાણે છે. હવે આપણે અશાતાવેદની વગેરેના પાપનું સ્વરૂપ જોઈશું.
અશાતા વેદની પાપ એટલે જે પાપના ઉદયથી છવ દુઃખ પામે છે તે.
નકયુ પાપથી જીવ નર્ક આયુ ભોગવે છે.
નીચગોત્રના પાપથી જીવ નીચ ગોત્રમાં જન્મે છે અને દુઃખ ખમે છે.
આ રીતે જન શાસ્ત્રમાં પાપના બધા મળીને ૮૨ પ્રકાર બતાવ્યા છે.
આવતત્વ.
જીવ રૂપ તળાવમાં કપ પાણી આવે છે, અને જેનાથી જીવને કર્મની પ્રાપ્તિ થાય તે આશ્રવ કહેવાય છે.
જૈન મતમાં મિથ્યાત્વ' અવિરતિ, પ્રમાદ કષાય, અને યોગ અને જ્ઞાના વરણીય વગેરે, કર્મના બંધના હેતુ તરીકે ગણવામાં આવ્યા છે, ને તેનેજ આશ્રવ કહેવામાં આવે છે. ૧ અસત દેવ, ગુરૂ અને ધર્મમાં રૂચી કરવીતે. ૨ હિંસાદિથી નવર્તવું નહિતે. ૩ મદ વગેરે. ૪ ક્રોધ વગેરે. ૫ મન, વચન અને કાયાને વ્યાપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com