________________
૧પ૬
ખંડ બીજે-પ્રકરણ ૩ જુ.
પણ અંગ્રેજોની મહા વિદ્વતા છતાં –અંગે સુધારાવધારામાં ધણા આગળ વધ્યા છતાં અને અંગ્રેજો મોટી શોધળો કરવામાં મહા હોંશીયાર છતાં, એટલું તે કહી જ શકાશે કે, સંસારના સુખ માટે તેઓની શોધે જેટલી ઉપયોગી જણાઈ છે, તેટલી જ તે આમિક સુખ માટે ઉપયોગી જણાઈ નથી. જે ફિલસુફી હજાર વર્ષ થયાં જેનોમાં અને હિંદુઓમાં જાણીતી છે તે સંબંધમાં તેઓ તદન અજાણ છે. પ્રોફેસર બેસ નામના કલકત્તાના એક પ્રેફેસરે હમણાં થોડાક માસ ઉપરજ એવું સાબીત કરી આપ્યું છે કે ધાતુમાં પણ જીવ છે. આ બાબત સુધરેલી દુનિયામાં એક નવીન શોધ તરીકે ગણાઈ છે પણ જો તેજ વાત હજારો વર્ષ થયાં માનતા આવ્યા છે. સ્થાવર જીવોમાં જૈન શાસ્ત્રાએ સેનુ, રૂપું, ત્રાંબું, કથીર, જસત, સીસું અને લોઢું ગયું છે, અને તે બાબત દરેક જૈન બાળકને નાનપણથી શીખવવામાં પણ આવે છે. તે ક આ રીતે છે -
फलिह मणि रयण विदुम, हिंगुल हरियाल मणसिल रसिंदा ॥ कणगाई धाउ सेढी, वनिअ अरणे दृय पलेना ॥
( જીવ વિચાર–લેક ત્રીજો ) વળી વનસ્પતિમાં પણ છવ છે એમ જૈન શાસ્ત્રકારો સાબીત કરે છે. તેઓ જણાવે છે કે જેમ માણસનું શરીર, બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃધ્ધાવસ્થા, એ ત્રણ અવસ્થામાં પસાર થાય છે, તેમજ વનસ્પતિને પણ જોવામાં આવે છે. વળી જેમ હાથ, પગ વગેરેથી મનુધ્ય દેહ વૃદ્ધિ પામે છે, તેમ શાખા વગેરે અવયવોથી ઝાડની પણ વૃધ્ધિ થાય છે, જેમ મનુષાદિક પ્રાણીઓમાં જાગૃતિ અને નિદ્રાવસ્થા નજરે પડે છે તેમ પુઆ, તથા આંબલી વગેરે વૃક્ષ, ચંદ્રવિકાસિક અને સૂર્યવિકાસિકાદિક કમળ, અને અંબાડી પુષ્પાદિકમાં નિદ્રા તથા જાગૃતિ આદિક અવસ્થા દવામાં આવે છે. વળી લોભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com