________________
તે મતિમાને
અપી અન
છે, અને
૧૮
ખંડ બીજો-પ્રકરણ ૪ થું. જડ સ્વરૂપી, અને ટૂંકમાં, જીવનાં લક્ષણોથી જેમાં ઉલટાં લક્ષણે છે, તે અજીવ છે. અજીવના પાંચ પ્રકાર છે:- (૧) ધર્મસ્તિકાય (૨) અધર્મસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદગલાસ્તિકાય અને (૫) કાળ.
એ સંબંધમાં પ્રખ્યાત જૈન મહાત્મા શ્રીમદ વિજયાનંદ સુરી પિતાના “જૈન તત્વાદર્શ ” માં નીચે પ્રમાણે જણાવે છે -
(૧) ધર્મસ્તિકાય–જેમ માછલીના સંચારનું અપેક્ષા કારણ પાણી છે, તેમ જીવ તથા પુદગલને ગતિપણે પરિણમતાં જે અપેક્ષા કારણ હોય, તે ધર્માસ્તિકાય છે. જો કે જીવ તથા પુદગલ પોતાની શક્તિથી ચાલે છે, તે પણ તેઓને ગતિસહાયક ગુણપ્રદાતા ધર્માસ્તિકાય પદાર્થ છે. એ લોકવ્યાપી, નિત્ય, અવસ્થિત, અરૂપી અને અસંખ્ય પ્રદેશ છે. જ્યાં સુધી આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, ત્યાં સુધી લોકની મર્યાદા છે, અને
જ્યાં સુધી ધરમાસ્તિકાય દ્રવ્ય વર્તે છે, ત્યાં સુધી જીવે, પુદગ ગતિ કરે છે, (એ સંબંધમાં જૈન સિદ્ધાન્તમાં ઘણું જ વિસ્તારપૂર્વક વર્ણન છે.)
(૨) અધર્માસ્તિકાય-આ દ્રવ્યનું સ્વરૂપ ધર્માસ્તિકાય (દશ જાણવું, પરંતુ તફાવત એ છે કે, આ દ્રવ્ય જીવ, પુદગલને સ્થિતિ સહાયક છે. જે રીતે રસ્તે ચાલતો મુસાફર થાકી જવાથી, વૃક્ષાદિની છાયાનો આશ્રય લે છે, અને તે પ્રસંગે સ્થિતિ તો પોતે જ કરે છે, પરંતુ આશ્રય વિના સ્થિતિ થઈ શકતી નથી, તેમ છવ પુદગલ ગતિ કરતાં સ્થિતિ કરવા પ્રસંગે, સ્થિતિ તે પોતે જ કરે છે, પરંતુ અપેક્ષા કારણરૂપ વૃક્ષની છાયા માફક અધર્માસ્તિકાય દ્રવ્ય છે.
(૩) આકાશાસ્તિકાય.આ દ્રવ્યનું સ્વરૂપ ધરમાસ્તિકાય સદશ છે, પણ એમાં વિશેષ આ પ્રમાણે છે. આ દ્રવ્ય લોકાલોક વ્યાપી છે અને અવકાશ દાન લક્ષણ છે. જીવ, પુદ્ગલને રહેવામાં અવકાશ આપે છે.
ઉપરનાં ત્રણે દ્રવ્ય એકએકમાં મળી ગયેલાં છે. જ્યાં સુધી આકાશારિતકાય અધર્માસ્તિકાય અને ધમસ્તિકાય છે, ત્યાં સુધી આ લેક છે, અને જ્યાં કેવળ આકાશાસ્તિકાય છે અને બીજું કોઈ નથી, તે અલોક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com