________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
ને ઉતરે તો પણ તદન બનવા જોગ છે. મારકોનીએ શોધી કહાડેલા નવા તારના યંત્રથી તારના સંદેશા મોકલી શકાય છે, તે બાબત નવી જાણવાની નથી: પાણીના ગોક ડીપામાં કરોડો જેવો હોય છે, એ વાત પણ સિહ થઈ છે: ર રના દરેક લોગો જંતુઓથી ઉત્પન્ન થાય છે અને શરીરમાં પણ અપાતા એ છે, એમ વૈદકશાસ્ત્ર કબુલ કરે છે. ફુલામાં પણ નર અને માદા હોય છે, એમ અંગ્રેજોએ સિદ્ધ કરી આપ્યું છે. “એકસરેઝના કિરણોથી શરીરના અંદરની દરેક વસ્તુ જોઈ શકાય છેએક બીજા સંચાની મદદથી ઘરની અંદરની દીવાલોમાંથી પણ આરપાર જોઈ શકાય છે: તાર અને ટેલીફને સંદેશા મોકલવાની રીતમાં ઉથલપાથલ કરી મુકી છે, અને તે પણ તદન ખરે છે, એમ આપણે હમેશાં જોઈએ છીએ: ચંદ્ર ઉપર અને મંગળના ગ્રહ ઉપર વસ્તી છે, એમ યુરોપીઅન વિધાન પણ કબુલ કરે છે. ઉડવાના સંચા અને બલુન ( વિમાનો ) થી હવામાં ઉડીને પરી શકાય છે: હિપનોટીઝમ અને મેસમેરીઝમ નામની વિઘાથી માણસના રોગ સારા કરી શકાય છે, અને તેમના મનની વાતો પણ જાણી શકાય છે. થીઓસોફીસ્ટ આત્માને ઘણે દૂરથી જોઈ શકવાનું સાબીત કરી આપે છે, વગેરે અસંખ્ય બાબતોએ આ સુધારાવધારાના વખતમાં મોટી ઉથલપાથલ કરી નાખી છે, અને જે વાત આપણે થોડા વ ઉપર માનવા ના પાડતા હતા, તે હમણું આપણી નજર આગળ બનતી હરહંમેશ જોઇએ છીએ, જે એમ છે તો આપણા શાસ્ત્રોની વાતો ખોટી છે એમ કોણ કહી શકશે. શાસ્ત્રોમાં જે ઉમદા ચીજો ભરેલી છે, તે આપણે આંખ છતાં શોધી કહાડતા નથી, અને કાન છતાં સાંભળવા તસ્દી લેતા નથી. ઘરના માણસો હંમેશ બેદરકાર રહે તેમ, આપણે આપણી દોલતની રખેવાળી કરતા નથી, અને તે દાલત પાશ્ચાત્ય પ્રજા મેળવી તેનું રહસ્ય જાણી, જુની બાબતો નવા રૂપમાં બહાર પાડી, એવી વડાઈ લે છે, કે તે બાબતો તદન નવી શોધો છે. ખરેખર હિંદને માટે એ શોકજનકજ ગણશો આપણાં શાસ્ત્રાની બાબતો ખોટી છે એમ નહીં માની લેતાં, તે સત્ય હોય એ બનવા જોગ છે, અપવા સત્ય છે, એમ માની, તેની સત્યતા સાબીત કરવા માટે ઉંચું જ્ઞાન લેવા આપણને પ્રયત્ન કરવા ઘટે છે.
માણસ, વનસ્પતિ, અગ્નિ, વાયુ, જનાવર વગેર દરેક ચીજમાં २२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com