________________
૧૮૬
ખંડ બીજો-પ્રવેશ. નાસ્તિક તેને કહેવાય કે જે, ઈશ્વર, પાપ, પુન્ય, સ્વર્ગ, ન પુનર્જન્મ, આત્મા વગેરેને નહીં માને ! વળી જે શાસ્ત્રોમાં જીવહિંસા, અને માંસ ભક્ષણ કરવાથી, દારૂ પીવાથી, અને પર સ્ત્રી સેવવાથી પુન્ય થાય છે ને મોક્ષ મળે છે વગેરે લખવામાં આવ્યું હોય, તે નાસ્તિક શાસ્ત્રો છે અને તેને બનાવનારાઓ પણ નાસ્તિકજ કહેવાય; પણ જે ધર્મમાં ઉપર લખેલાં અપલક્ષણો ન હોય તે કેવી રીતે નાસ્તિક કહેવાય તે નથી સમજાતું. એ ઉપરથી જણાશે કે સત્યતાને કોરે મુકી, માત્ર પક્ષાપક્ષીથીજ જૈનેને નાસ્તિક કહેવામાં આપે છે. ખરું જોતાં અહીં પણ વેદાંતીઓનું બળ કામે લાગેલું છે. તેઓ, જેઓ વેદને નહીં માને તેમને નાસ્તિક ગણાવી નીચા પાડવા યત્ન કરે છે. જેના અને દ્ધિ, એ બે વેદને નથી માનતા, તેથી, તેઓને નાસ્તિક કહેવામાં આવે છે; પણ વાસ્તવિક રીતે તેમ નથી, સેનાને પીતળ કહેવાથી જ્યાં સુધી તેની પરિક્ષા થઈ નથી, ત્યાં સુધી તે ભલે પીતળ ગણાય પણ પરિક્ષા થયા પછી, તે પીતળ નથી ગણાતું. એમ તો મુસ લમાનો અન્ય ધર્મીઓને કુફર ( કાફર ) કહે છે, પણ તેથી શું તેઓ કાર છે ? ના તેમ નથી.
માંસ મદિરાનું પાન કરનારા, ઠગાઈથી લોકોને ઠગનારા, શાસ્ત્રોમાં પણ ફેરફાર કરનારા, દુરાચારી, બીજાઓના મરણ સમયે જમનારા, અસત્ય ભાષણ કરનારા, વૃત્ત પ્રત્યાખ્યાન નહીં ધારનારા, મહાલોભી, સ્વાથ, પોતાના લાભ સારૂ અન્યોને ખોટે રસ્તે દોરનારા, દયાદાન છે પરોપકાર નહિ કરનારા, અભિમાની, ગુણવંત સાધુઓનો દેષ કરનારા, બીજાઓની ચડતી જોઈ તેમની પડતી ઈચ્છનારા, અજ્ઞાન, મૂઢમતને ચલાવનારા, પારકી વસ્તુને ઈચ્છનાર, પરસ્ત્રી ભેગવનારા, દ્રઢ કદાગ્રહી વગેરે દુરાચારવાળા જે કોઈ હય, તેને નાસ્તિક કહેવામાં જરા દોષ નથી; પણ જે મનુષ્યો એથી ઉલટી રીતે દયાદાનવાળા, મધમાંસના ત્યાગી, પરમેશ્વરની ભકિત પૂજા કરનારા, સંસારની માયાના અપ્રેમી, અને ૧૮ દુષણ રહિત પરમેશ્વરને પૂજનાર હોય, તેને આસ્તિક નહીં કહેવામાં મોટો દેશ છે, એ કોઈ પણ સમજુ સમજી શકે એમ છે, અહીં “આપણી લાપસીને પરાઈ કુસકી’ એ વાત નથી, પણ એક “ધર્મવાળા બીજા ધર્મવાળાને નાસ્તિક કહે, એમાં કેટલો મોટો દેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com