________________
૧૧ર
ખંડ બીજ-પ્રકરણ ૧ લું, ( ૭) રતિ. - રતિ એટલે પદાર્થો ઉપર પ્રતિ. પરમેશ્વર પદાર્થો ઉપર પ્રતિ કરતા નથી અને તે પ્રીતિરહિત છે-પરમેશ્વરને સુંદર ચીજો ઉપર, સુંદર રૂ૫ ઉપર, સુંદર રસ ઉપર, સુંદર ગંધ ઉપર. સુંદર સ્ત્રી વગેરે પદાર્થો ઉપર પ્રીતિ ઉપજતી નથી, કેમકે, જેને જે પદાર્થો પર પ્રોતિ ઉપજે તેને તે પદાર્થો જે નહિં મળે, તે દુઃખ ઉત્પન્ન થાય છે, અને તેથી પરમેશ્વરને પણ દુઃખ થવાનો સંભવ રહે છે. પણ પરમેશ્વરને તો બધું સરખું જ છે; તેને કઈ તરફ પ્રીતિ કે અપ્રીતિ નથી ને તે કારણે તેને પોતાને દુઃખ પણ થતું નથી કે સુખ પણ થતું નથી.
(૮) અરતિ,
અરતિ એટલે પદાર્થો તરફ અપ્રીતિ. પરમેશ્વરને કોઈ પણ પદાર્થ તરફ અપ્રીતિ સંભવતી નથી કેમકે, જે કોઈને કોઈ પણ પદાર્થ પર અપ્રીતિ હોય , તે કારણે દુઃખી પણ થાય છે. હવે પરમેશ્વરને જે કોઈ પદાર્થ તરફ અપ્રીતિ હય, તે તે તેના કારણે દુઃખી થાય એ નકકી થયું. જો પરમેશ્વર દુઃખી થાય તો તે પરમેશ્વર, કે સર્વ કે સર્વ શક્તિમાન, કેવી રીતે હોઈ શકે ? જે સર્વ ને સર્વ શક્તિમાન હેય, તેને કોઈ પણ દુઃખ હોયજ નહીં અને તે કારણે પરમેશ્વરને અરતિ–અથવા અપતિને સંભવ નથી.
( ૮ ) ભય.
ભય એટલે બીક. બીકનાં કારણે અનેક છે. પરમેશ્વરમાં બીક નહિ હોઈ શકે કેમકે, તે સર્વ શકિતમાન ત્યારે જ કહેવાય કે જ્યારે તેનામાં બીક નહિ હોય. જે તેને જ બીક હતા તે પરમેશ્વર કેમ કહી શકાય ? કેમકે તેને જે ચીજની બીક લાગતી હોય તે તેનાથી પણ વધુ શકિતવાન હોય ત્યારે જ તેનામાં બીક ઉત્પન્ન કરવા શકિતવાન થઈ શકે. જો એ રીતે બને તે પરમેશ્વર કહેવાય નહિ, અને એ કારણે પરમેશ્વરમાં ભય નથી એ સિદ્ધ થાય છે. ( ૧૦ ) જુગુ સા.
જુગુપ્સા એટલે ખરાબ વસ્તુ દેખીને દુઃખી થઈ નાક ચઢાવવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com