________________
૧૪
ખંડ બીજે–પ્રકરણ ૨ જુ. પ્રેમમાં બળતા વગેરે નજરે પડે છે, જેને જોઈ આપણને દયા આવે, તે ઈશ્વર દયાળુ છે તેને દયા કેમ ન આવે ? પણ તેવી દયા તે દેખવામાં નથી આવતી ત્યારે ઈશ્વર નિર્દય ઠરે, પણ તેમ નથીઝ અને તેથી ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી.
વળી જે ક્રીડા માટે સૃષ્ટિ રચે તેને રાગ, દેશ વગેરે હોવા જોઈએ, પણ ઈશ્વરમાં તે તે હેાય જ નહિ અને તેથી ઈશ્વર જગત કર્તા સિદ્ધ થતા નથી.
(૧૧) પરમાત્મા જગતના ઉપાદાન કારણ છે એમ માનવાથી
પણ ઇશ્વર જગત કર્તા સિદ્ધ થતા નથી.
પરમાત્મા જગતના ઉપાદાન કારણું છે એમ માનવામાં પણ દૂષણ આવે છે, કેમકે એમ માનવાથી તો જે કાંઇ જગતમાં હોય તે સર્વ કાંઈ પરમાત્માજ બની જાય. જે તેમ બને તો જગતમાં નથી કોઈ પાપી કે પુન્યશાળી; નથી કોઈ ધર્મી કે અધમ, નથી નર્ક કે સ્વર્ગ અને જેવા ચંડાલ તેવાજ બ્રાહ્મણ એમ માનવું પડે; પણ તેમ છે નહિ અને તેથી ઇશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી.
( ૧૨ ) ઇશ્વર સામગ્રીઓથી પણ જગત રચી શક્તા નથી,
ઉપરની બાબતોમાં એમ માનવામાં આવ્યું છે, કે ફક્ત ઇશ્વરજ પહેલા હતા અને તેણે પોતે સષ્ટિ રચી; એ માનવું કેટલું ભૂલ ભરેલું છે તે આપણે તપાસ્યું. હવે જગતના ઉપાદાન કારણુવાળા એક ઇવર અને તે સાથે જગત પેદા કરવાની બીજી સામગ્રી પહેલાં હતી અને તે સામગ્રીથી ઈશ્વરે જગત પેદા કર્યું એમ માનવાથી ઈશ્વર જગતકર્તા સિદ થાય છે કે નહિ તે તપાસીએ.
*( જુઓ પ્રકરણ ૧ લું-ખંડ બીજો )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com