________________
દુનિયાને તેથી પ્રાચિન ધર્મ.
૧૪૯ વળી જો કેઈનું ખૂન એક માણસ કરે છે તે સંબંધમાં વિચાર કરીએ, તે પ્રશ્ન ઉઠે છે કે એ ખૂન કરનારે કેની પ્રેરણાથી ખુન કર્યું? જે એમ માનીએ કે, તેણે પોતાની બુદ્ધિની પ્રેરણાથી ખુન કર્યું, તો નિમિત્તિથીજ એ પરિણામ આવ્યું અને તેથી ઈશ્વર શિક્ષા કરે છે, એમ માનવું ભૂલ ભરેલું સમજાય છે.
વળી એમ માનીએ કે, ઈશ્વરની પ્રેરણાથી એક માણસે બીજાનું ખુન કર્યું, તો તેમાં પણ દેણ આવે છે કેમકે, તેથી તે ઈશ્વરે જે કામ કરાવ્યું તે માટે તે જ અન્યાયી ઠરે, અને તેથી તે કોઈને શિક્ષા કરી શકે નહિ.
આથી પણ ઈશ્વર સષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. (૧૫) ઈશ્વર સ્વભાવથીજ રાગી, દેશી અને સર્વત છે, એમ મા
નવાથી પણ ઈશ્વરે જગતકર્તા સિદ્ધ થતા નથી.
સ્વભાવમાં કઈ તર્ક થઈ શકતું ન હોવાથી, જો કોઈ એમ કહે કે ઈશ્વર સ્વભાવથીજ રાગી, દેશી અને સર્વ છે અને તેથી, તે સર્વે જગતની માયા રચી કાઈને નર્કમાં નાંખે છે, કોઈને તિર્યંચનીમાં નાખે છે, કોઈને મનુષ્ય બનાવે છે, કેઈને સ્વર્ગમાં ઉત્પન્ન કરે છે, અને જ્યારે તે જીવ નાચે છે કુદે છે રડે છે વગેરે કામ કરે છે ત્યારે ઈશ્વર પિતાની રચેલી માયાને તમાશો જુવે છે, તો તેમાં પણ દુધણ આવે છે કેમકે પેહલે તો તેથી ઈશ્વર નિર્દય સાબીત થાય છે.
વળી ઈશ્વર સ્વભાવથી જ રાગી અને દેશી છે એમ માનીએ, તે કોઈ એમ પણ કહેશે કે આપણી પાસે આ વાઘ છે તે જગતને રચનાર છે અને તેનો સ્વભાવજ એવો છે, કે જગત રચીને રાગ દૈષવાળા થઈ વાઘ બની થાય છે. આ રીતે માનવાથી દરેક ચીજ જગતની કર્તા ગણાવી શકાશે, અને તેમાં ખરો ઈશ્વર કહે તે માલમ પડશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com