________________
નિયાનો સૌથી પ્રાચિન ધ. ૧૫૭ પકડયું હોય તે છોડવાથી ભાન ભંગ થઈશું એમ ધારીને, ગધા પુચ્છ પકડયું તે પડ્યું જ, એ કહેવત પ્રમાણે પિતાના વિચારને સુધારવા પ્રથત્ન કરે નહિ, અને એવા વિચારોને સુધારીને સત્ય વિચારે ગ્રહણ કરે નહિ, તેમને માટે શું કહેવું તે કલ્પી શકાતું નથી. ઇશ્વરને સૃષ્ટિને કર્તા કહેવામાં તેના ઉપર મોટા મોટા દેશે, જેવા કે અજ્ઞાન, અનિત્ય, સર્વશક્તિ વગરના, પાપી, નિર્દય, કીડા ને તમાશામાં મગ્ન રહેનાર વગેરે દોષો, (પરમેશ્વરને) આરોપણ કરવામાં આપણે કારણભૂત થઈએ છીએ, એ ભૂલવું નથી જોઈતુ. પરમેશ્વર છે એ જૈનો ના નથી પાડતા અને પરમેશ્વરમાં સર્વશકિતઓ છે એ પણ ના નથી પાડતા, પણ ઈશ્વરને દેવાન ગણાવવામાં જેનો ના પાડે છે. તેઓ તો ઈશ્વરને સર્વસ, દયાળુ, વીર્યવાન, સર્વાતિમાન, હાસ્યરહિત, રતિ અને અરતિ બંનેથી રહિત, નિદ્રા, શેક, કામ, મિથ્યાત્વ અને રાગ, દેશ ઈત્યાદિ હિત માને છે. જેને પરમેશ્વર કહીએ, જેને સર્વથી મોટો કહીએ, અને જેને આપણે માન આપીએ, તે રાણપવાળા કેમ હોઈ શકે?
આ વિચારોને પ્રખ્યાત વેદાંતી મરહુમ પ્રોફેસર મણીલાલ નભુભાઈ પણ ટેકો આપે છે. તે જણાવે છે કે
વિત્પતિ, મનુષ્યત્પતિ, ધર્મોત્પતિ, એ સવ અનાદિ છે, વિચારમાં ઉતરે તેવાં નથી, છતાં, જ્યાં દેવતાઓ પણ જતાં ડરે, તેવા, એ વિકટ વિચારના ગ્રહણમાં, ઘણું મૂર્ખાએ માથાં માર્યા છે, ને લડી મુવા છે. કોઈ વસ્તુને , અનાદિ કહેવાથી કાંઈ હાની થતી નથી. તે વસ્તુ કેમ થઈ એ ભલે ન સમજાય, પણ તે હાલ કેમ ચાલે છે, અથાત તેનાં પૂર્વ પર સ્વરૂપ વિચારતાં, તેના સ્વભાવને નિયમ કેવા છે, એ, અને તેમાંથી શું પૂળ પમાય તેમ છે એ, આ બે વાત સમજી શકાય તે બહ છે.
જે નદી, પર્વત, સમદ્ર, આકાશ, ગ્રહ, ઉપગ્રહ, તારા, આદિએ
જ જુઓ સિદ્ધાંન્તસાર પાનું ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com