________________
૧૪૮
ખંડ બીજ–પ્રકરણ ૨ જુ. છે કેમકે, ઇશ્વર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છતાં શા કારણથી એ જીવને પાપ કરવાથી પાછા ફેરવતા નથી ? જો તે પાછા ફેરવતા નથી તો તેજ પાપ કરાવે છે, એમ સિદ્ધ થયું અને જો તે તે માટે શિક્ષા કરે તે, તે નિર્દય ગણાય. આથી પણ ઈશ્વર સષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. (૧૪) જેવી રીતે ચોરી કરનાર ચાર પિતાને શિક્ષા કરી શકતો નથી, પણ તેને માટે કોઈ રાજા કે ન્યાયાધીશ
જોઈએ છે, તે જ રીતે ધર્મ અધર્મ કરનાર છવ જે કર્મ પતે કરે તેને માટે ઈશ્વર શિક્ષા કરે છે એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા
સિદ્ધ થતા નથી.
જો એમ માનીએ કે, જીવ પોતેજ અધર્મ ને ધર્મ કરે છે અને ન્યાયાધીશ તરીકે ઈશ્વર તેને માટે શિક્ષા કરે છે, તો તે પણ સત્ય નથી કેમકે, જે જીવ, ધર્મ અધર્મ કરવા શક્તિવાન હોય તો તેનું ફળ ભોગવવા પણ તે શક્તિવાન કેમ નહિ હોય ? એ માટે એ યાદ રાખવાનું છે કે, આ સંસારમાં જે જીવ જેવાં કામ કરે છે, તેવાં તેવાં કર્મનાં ફળ ભોગવવામાં પણ તે નિમિત્ત બની જાય છે, અને જે રીતે ચોરી કરનારને રાજ શિક્ષા આપે છે, તેમજ તે ચોરી કરનાર બીજા નિમિત્તથી પણ ઘણું દુઃખ પામે છે. જેવાં કે તે અગ્નિમાં બળી જાયછે, પાણીમાં ડુબી જાય છે, સાપદંબથી મરણ પામે છે, તે બંદુકથી ઘાયલ થાય છે, ઘર પડી જવાથી નીચે દબાઈ જાય છે વગેરે નિમિતેથી પોતાનાં કર્મનાં ફળ ભોગવે છે. અહીં પણું નિમિત્ત વગર બીજે ઇશ્વર ફળદાતા કોઈ દેખાતું નથી, તેવીજ રીતે નક, અને સ્વર્ગ વગેરેમાં પણ સારા નરસાં કર્મનાં ફળ ભોગવવામાં અસંખ્ય નિમિત્ત છે, અને નિમિત્ત વગર કોઈ પણ ફળ ભોગવી શકાતું નથી, તે ઈશ્વર શિક્ષા આપે છે એમ માનવું પણ વ્યર્થ છે. જે માણસ રસોઈ કરી શકે છે તે તે રસોઇ ખાઈ પણ શકે છે, તેમજ જે કર્મ કરે છે તે જ તે ભોગવી પણ શકે છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com