________________
૧૨૮
ખંડ બીજ–પ્રકરણ ૧ લું. महामोहजेता महावीरनेता स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ २० ॥
ભાવાર્થ-જે ભગવંત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જે મહાન હૈની મૂર્તિ છે, જે મહાન ચૈિતન્યના રાજા છે, જે ચાર પ્રકારના કર્મે પાધિવાળા મહાન દેવોના પણ દેવ છે, જે મહામહને જિતનારા છે અને જે મહાવીર ( કર્મને હણવામાં સુભટ ) ને પણ સ્વામી છે, તે શ્રીજિનેન્દ્ર ભગવાન એકજ મારી ગતિ થાઓ. ૨૦.
આવી આવી અનેક સ્તુતિઓ જૈન ધર્મના પુસ્તકોમાં જોવામાં આવે છે, પણ તે સધળી આ પુસ્તકમાં દાખલ કરવાનું બની શકે એમ ન હોવાથી આપણે હવે વધુ દાખલા ન આપતાં અગાડી ચાલીશું.
અન્ય ધમએના અને જૈન ધર્મીઓના પરમેશ્વમાં
શું ફરક છે ?
જૈન ધર્મમાં પરમેશ્વરનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તેમાં અને અન્ય ધર્મોના ઈરશ્વમાં મેટ ફરક છે, કારણ કે, અન્ય ધર્મીઓ જેને ઈશ્વર તરીકે માને છે તેમાં અગાડી જણાવેલાં અઢાર દૂષણોમાંથી કેટલાંક પ્રત્યક્ષ નજરે પડે છે અને તેથી તેઓ પરમેશ્વરના પદને લાયક નથી.
યોગશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, કે જે દેવની પાસે સ્ત્રી હોય, તથા જે દેવની પ્રતિમા પાસે સ્ત્રી હોય, તથા જે દેવ અવશ્ય સગી, દ્વેષી તેમજ કામી છે. એવા દેવને પરમેશ્વર કેમ કહેવાય ? વળી ચક્ર, શાસ્ત્ર, ધનુષ્ય, ત્રિશુળ, જપમાળા, અને કમંડળ વગેરે જેની પાસે હેય તે દેવ કેવા હેય ? તેને દુનિયા સાથે કાંઈ પણ કામ બાકી હોવું જોઇયે, અને તેને કેટલાક તરફ હેપ પણ હવે જોઇએ, અને આપણે અગાડી જણાવી ગયા છઈએ એવા ગુણો જે કોઈ ધરાવે છે તે પરમેશ્વર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com