________________
દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ.
૧૩૩
પ્રકરણ ૨ જુ.
-9%99પરમેશ્વર સૃષ્ટીને કર્તા નથી.
–– –જેનો કેવા પરમેશ્વરને પૂજે છે તે આપણે આગલા પ્રકરણમાં જોયું, પણ તે છતાં એક મોટી બાબત રહી ગઈ છે તે વિષે જૈન ધર્મના સિદ્ધાંતો શું કહે છે તે તપાસીશું.
જેને ઈશ્વરને માનતા નથી એવું તહેમત અન્ય ધમઓ તરફથી મુકવામાં આવ્યું હતું, તેથી તેઓ જ્યાં બને ત્યાં જેનેને નાસ્તિક કહેતા પણ જયારે તેઓએ જોયું કે તેઓ ઈશ્વરને માને છે, ત્યારે તેઓએ એક બીજું કારણ શોધી કાઢયું. એ કારણ એ હતું કે જેને પરમેશ્વરને પૃથ્વીના કર્તા નથી માનતા, અને તેથી તેઓ નાસ્તિક છે. આવા વિચારે તેઓએ પુસ્તકોઠારા, ભાષણોધારા, પત્રધારા અને બનતી દરેક રીતે બહાર પાડ્યા અને તેઓની સંખ્યા વધુ હોવાથી, તેઓ તે વિચાર બીજાઓમાં ઉત્પન્ન કરવા શક્તિવાન થયા.
નવીન વેદાંત, તૈયાયિક, વૈશેષિક પતંજલ, નવીન સાંખ્ય, ઈસાઈ, મુસલમાન વગેરે અનેક મતાવલંબી પુરૂષ ઇશ્વરને જગતકર્તા અથવા સર્વ વસ્તુના કર્તા માને છે. એથી ઉલટું જૈન, બૌદ્ધ, પ્રાચિન સાંખ્ય, પૂર્વ મીમાંસાકારક જૈમિનિ મુનિના સંપ્રદાયી ભટ્ટ પ્રભાકર વગેરે મતવાળા ઈશ્વરને જગતક માનતા નથી.
ઈશ્વરે જગતને બનાવ્યું છે. તે માટે પુરાણમાં ઘણીજ હસવા યોગ્ય બાબતો નજરે પડે છે, તે લંબાણ થવાના ભયથી અહીં દાખલ
મ નારિતક શબ્દ બે રૂપમાં વપરાય છે. ચાલુ સંપ્રદાયને માનતાં બીજા નવા મત સ્થાપનાર નાસ્તિક કહેવાય છે. તેમ જે કંઈ પણ માનતો નથી તે પણ નાસ્તિક કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com