________________
૧૦૦
દુનિયા સાથી પ્રાચિન ધ.
પ્રકરણ ૧ લું.
જૈન શાસે આધારે પરમેશ્વરનું સ્વરૂપ અને જેના
આસ્તિકપણાના પુરાવા,
જગતની માયાના અને કરેલાં કર્મના પ્રભાવે જન્મ લેનાર દરેક માણસ આ દુનિયામાં જન્મ લીધા પછી ઘણી વખત એવા વિચારમાં પડેછે કે, મારો જન્મ શું કારણે થયો ? જુદા જુદા ધર્મે એ સંબંધમાં જુદા જુદા મત બતાવે છે, એક કહે છે કે ઈશ્વરે આપણને પેદા કર્યા, કારણકે તેને જગતની માયા જોવાનું મન થયું. બીજો કહે છે કે દુનિયામાં પહેલાં એક બિંદુ હતું ને તેમાંથી આખી દુનિયાનાં પ્રાણીઓ અને પદાર્થો ઉત્પન્ન થયાં; ત્રીજે કહે છે કે પહેલાં ઈશ્વર હતો અને તેનામાંથી સ્વયમેવ બધું ઉત્પન્ન થયું; અવા આવા અનેક મતો અનેક ધર્મ તરાથી જણાવવામાં આવ્યા છે. દુનિયાની ઉત્પત્તિ અને અનાદિકાળ વિશે પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં કેટલીક બાબતો જણાવવા માં આવી છે, પણ આ ઠેકાણે આપણે, જે મતો પરમેશ્વરને માને છે અને આસ્તિક છે, તે મતે પરમેશ્વરને કયા રૂપમાં માને છે તે વિષે વિચાર ન કરતાં દુનિયાના પ્રાચિન ધર્મના સ્થાપક શ્રી રૂષભદેવે પરમેશ્વરનું કેવું સ્વરૂપ દેખાડયું છે, તે વિષે બોલીશું.
* પરમેશ્વર ” એ શબ્દ બોલતાંજ, તેનું ગાંભીર્ય આપણા મનમાં વસી જાય છે; પણ યથાર્થ રીતે પરમેશ્વર કોને કહે, એ વિષેને નિર્ણય પૂર્ણ રીતે કર્યો હોય તો તે ફકત એકજ ધર્મ કર્યો છે, અને તે ધર્મ
નિયામાં સૌથી પ્રાચિન તેવા સાથે દયાના સિદ્ધાંતને ફેલાવનાર ને પરમેશ્વરમાં સાથી ઉત્તમ ગુણો માનનાર, જન ધર્મ છે. જન મતમાં જેને પરમેશ્વર તરીકે માનવામાં આવે છે, તે અઢાર છેષરહિતના પર એશ્વર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com