________________
૧૦૪
ખંડ બીજો- પ્રવેશ
જુદીજ રીતે ઇશ્વરના અવતાર માનવામાં આવ્યા છે. પણ જો તે કોઈને પણ ઈશ્વરનું પદ જુદી જ રીતે આપે છે. તેઓ તે માટે તેના ગણે ઉપર, તેના મન ઉપર, અને તેના વચન ઉપર નજર રાખે છે, અને જ્યારે તેમાં રાગ કે દ્વેષ નથી જોતા ત્યારે જ તેને ઇશ્વર તરીકે ગણે છે, એ વિશે આપણે હવે જલદી જ જોઇશું, અને જૈન ધર્મના સ્થાને પકે શું ધર્મ ચલાવ્યું, તેમાં ઈશ્વર કોણ છે, ઈશ્વર શું છે, ઈશ્વર કે હાય, કર્મ શું છે, દુનિયાનાં તત્વ કેટલાં છે, એ વગેરે બીજી બાબતોની તપાસ કરીશું.
આ વખતે, હમણુના સમયે આ અાર્ય દેશમાં ઘણા મતમતાંતરો ચાલી રહ્યા છે. જૈન ધર્મને માનનારા જૈને સિવાય, સર્વે હિંદુએ વેદને માને છે અને ઘણું ખરું બ્રાહ્મણને માન આપે છે. અત્યાર સુધીમાં ગૌતમ બુદ્ધ, કપિલ, પતંજલિ, કણાદ, કબીર, નાનક સાહેબ, દાદુજી, ગરીબદાસ, વગેરે નવા મત ચલાવનારાઓએ વેદથી જુદા પડીને, પેતાના મતના પુસ્તકો બનાવ્યાં હતાં એમ જાણવામાં આવ્યું છે, પણ તેઓને માનનારાઓ થોડાં વર્ષ વેદથી અલગ રહી પાછા તેને જ શરણે જતા જોવામાં આવ્યા છે. નાનક સાહેબે ચલાવેલા પંથના ઉદાસી સાધુઓ હવે નાનક સાહેબના ગ્રંથને ન માનતાં વેદને માન આપે છે; ગુરૂ ગોવિંદના મતના સાધુઓએ પોતાના ગુરૂના વેસને છેડી અન્ય મતના સાધુઓનાં ચિન્હ ધારણ કરી ધાતુરંગનાં વસ્ત્ર, કમંડળ વગેરે રાખવા માંડયાં છે, અને વેદને માનવાનું શરૂ કર્યું છે, એ જ રીતે દાદુપંથી નિશ્ચલદાસે હદુ પંથ છેડી વેદાંત મત ગ્રહણ કર્યો. એજ રીતે દાદુથી સુંદરદાસે સાંખ્ય મત ગ્રહણ કર્યો ! ગરીબદાસે એજ રીતે અદ્વૈત બ્રહ્મવાદી મત ગ્રહણ કર્યો ! આના કારણોમાં એક મુખ્ય કારણ એ છે કે, બ્રાહ્મણ, જે પંથવાળા વેદને માનતા નથી તેને નાસ્તિક ગણાવે છે અને એ કારણે જુદા જુદા પંથવાળાએને પણ બ્રાહ્મણે તરફથી ઘણું ખમવાની ધાસ્તી રહે છે. જ્યાં જ્યાં આપણે જોઈએ, ત્યાં ત્યાં બ્રાહ્મણોનું જેર વિશેષ નજરે પડે છે. બ્રાહ્મણોએ પિતાની આજીવિકા પ્રમુખ માટે સેંકડે રસ્તાઓ એવી રીતના દાખલ કરી દીધા છે કે, તેમાંથી બીજાઓ નીકળી નથી શકતા અને તવાની વસ્તી વધુ હોવાથી બીજા પંથના સાધુઓને તે વેદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com