________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. અને વખતે કે તેને “પિતે એ સાધુ ધર્મ પ્રમાણે કેમ ચાલતો નથી?” એમ પુછતું તે તેમાં પિતાની અશક્તિ દેખાડતો, અને કોઈ દિક્ષા લેવાની ઇચછા જણાવતું તે તેને રૂષભદેવ ભગવાનના સાધુઓ આગળ મેલી તેમની પાસે દિક્ષા લેવડાવતો,
કપિલ, સાંખ્ય, વગેરે મતની ઉત્પત્તિ.
મરીચિ એક વખતે પ્રભુની સાથે વિહાર કરતે હો ત્યારે તેને એક મહા રોગ ઉત્પન્ન થયો, પણ તે વ્રતભંગ હોવાથી સાધુઓએ તેની પ્રતિપાલના કરી નહીં. મરીચિને રોગ ઉપચાર વિના અધિક પીડાકારી થયા, અને તેને વિચાર આવ્યો કે “અશુભ કર્મના પ્રભાવે સાધુઓ પણ પરની એટલે મારી ઉપેક્ષા કરે છે. પણ તેમાં તેમને શો દોષ? સૂર્યને પ્રકાશ જેમ ઘુવડ જોઈ શકતું નથી, અને જેમ તેમાં સૂર્યને દોષ નથી તેમજ મારે વિષે પણ એ પ્રતિચારી સાધુઓને કાંઇ દેષ નથી; કારણ કે જેમ ઉત્તમ કુળવાળા, સ્વેચ્છની સેવા કરે નહીં, તેમ સાવધ કર્મથી વિરમેલા સાધુઓ, સાવધ કરનારા મારા જેવા પાપીની વૈયાવૃત્ય કેમ કરે ? પણ મારા રોગના ઉપચાર માટે મારે મારી બુદ્ધિ જેવા મંદ બુદ્ધિ ધરાવનારને શોધી કહાડી, મારો શિષ્ય બનાવવો જોઈએ.”
હવે એમ બન્યું કે રૂષભદેવ જે વખતે દેશના આપતા હતા, તે વખતે કઈ ભવ્ય રાજ્યપુત્ર નામે કપિલે પણ તે દેશના દુરથી સાંભળી હતી. રૂષભદેવ નિર્વાણ પામ્યા ત્યાં સુધી તેને દિક્ષા લેવા મન થયું નહીં. કાળ પ્રભાવે તેને દિક્ષા લેવા મન થયું પણ ચક્રવાતને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રોગીને આિષધની જેમ, તેને રૂષભદેવને ધર્મ ન રૂઓ અને તેથી તે મરીચિ પાસે ધર્મ સાંભળવા
. મરીચિએ તેને જણાવ્યું કે “મારી પાસે ખરો ધર્મ નથી, અને જે ધર્મના અથી હો તો તમે રૂષભદેવના ધર્મને આશ્રય લે.”
પણ કપિલે તે છતાં પુછયું. “જો એમ છે, તે તમે આ લિંગ બીજા સાધુઓથી તદન જુદી રીતે કેમ ધારણ કર્યું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com