________________
ખંડ પહેલો-પ્રકરણ ૪. પ્રકરણ ચોથું.
શ્રી રૂષભદેવ અને ભરતરાજાનું મેક્ષ ગમન.
-~ ચ્છ-- મરીચિએ જે વખતે પોતાનો નવો મત સ્થાપો તે પછી કેટલોક વખત રહી, મહાત્મા શ્રી રૂષભદેવજી દરેક ગામ અને દરેક શહેરમાં "ભવ્ય જનોને પ્રતિબોધતા, એક વખત અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. દેવતાઓએ ભગવાનના પધારવાથી ત્યાં સમવસરણ રચ્યું, જેમાં પ્રભુએ પૂર્વારથી પ્રવેશ કર્યો. પછી સાધુ, સાધવી, અને વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓએ પૂર્વે દ્વારથી પેશી, પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક જીનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો. સાધુએ, પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યમાં બેઠા, અને તેમના પાછલા ભાગમાં વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઉભીરી, અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઉભો રહ્યો. ભુવનપતિ, જોતિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણા નમસ્કાર કરીને નિત્ય દિશામાં બેડી અને ત્રણે નિકાયના દેવો પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી તેવીજ રીતે નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમે જાણી, ઈરાજા ત્યાં સત્વર પધાર્યા, ને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી સ્વામીને ત્રણ પ્રદક્ષિણ દઈ નમસ્કાર કરી નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી –
શ્રી રૂષભદેવની ઇ કરેલી સ્તુતિ.
– ૭૪% - હે પરમાત્મા ! આપના ગુણે સર્વ પ્રકારે જાણવાને ઉત્તમ ગુણાવાળ યોગીઓ પણ સમર્થ નથી, તો મારા જેવા પ્રમાદી છવથી તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com