________________
દુનિયાને સારી પ્રગન ધર્મ
એ ગુણોનું વર્ણન કયાંથી જ થાય ! હે નાથ ! હે ભગવાન ! આ સંસારરૂપી, આતના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા, છત્રની છાયાનું આચરણ કરે છે, તેવા આપ અમારી રક્ષા કરો ! હે ત્રિભુવન પતિ ! સૂર્ય જેમ બીજાઓના ઉપકારને માટેજ ઉગે છે તેના જે આપ પરોપકાર માટે જ જુદે જુદે ઠેકાણે વિહાર કરે છે, તેવા આપને ધન્ય છેજે તમામ દર્શન વિર્ય પણ કરે છે, તેઓ મહા ભાગ્યશાળી છે અને સ્વર્ગમાં રહેનાર પણ જો તમારાં દર્શન કરી નથી શકતો, તો તે નિયંચ જેટલો પણ ભાગ્યશાળી નથી. હું આપ પાસે એટલું જ માગું છું કે ગામે ગામ અને નગરે નગર વિહાર કરતાં, આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં.
ભરત મહારાજાનું પ્રભુ પાસે જવું.
– – ભરત રાજાને શ્રી રૂપમદેવ અષ્ટાપદ પર્વત પર સમસની ખબર મસ્તાંજ, અસંખ્ય સેના સહિત થોડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા, અને ગીરિઉપર ચઢી ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, પ્રજુને ત્રણ પ્રદક્ષિણ દઈ, તેમના ચરણમાં નમન કરી, પ્રભુની સ્તુતિ કરી. પ્રભુએ તે પછી દેશના દીધી. તે સાંભળ્યા પછી ભરતરાજાને, પંચ મહાવ્રતને પાળનારા પિતાને ભાઈઓ કે જેમાં રાજ્ય તેમણે લઈ લીધાં હતાં, તેમને જોઈ પશ્ચાતાપ છે, અને તેમને ભોગસંપતિ પાછી ગ્રહણ કરવા વિનંતી કરી. પ્રભુએ જવાબમાં કહ્યું, “હે સરળ અંતઃકરણવાળા રાજ ! આ તારા ભાઈએ મહા સવવાળા હોવાથી તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી છે, અને તેઓ વમન કરેલા અન્નની માફક એ ભોગસંપત્તિ ફરીથી ગ્રહણ કરશે નહીં.” આવો જવાબ મળવાથી પશ્ચાતાપ યુક્ત ચક્રોએ પાચસે ગાડાં ભરી આહાર મંગાવી, પિતાના અનુજ ભાઈઓને તે લેવા નિમંત્રણ કર્યું તે વખતે પ્રભુએ કહ્યું, “હે ભારતપતિ ! મુનિઓ માટે બનાવીને લાવેલ એ આહાર, સાધુએને કપે નહીં.” એ પછી ભરતરાજાએ મુનિને અર્થે નહીં કરેલ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com