________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ કરી કે દરેક જમવા આવનારને એવો પ્રશ્ન પુછવોકેતો શ્રાવકછો કે કેમ? ને તમે કેટલાં વ્રત પાળા છે ? જેઓ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત પાળતા, તેઓ તેમ જણાવતા અને તેઓને ભરતરાજા પાસે લાવવામાં આવતા, જે તેમની શુદ્ધિને માટે જ્ઞાન, દર્શન, અને ચારિત્રનાં ત્રણ ચિન્હવાળી ત્રણ રેખાઓ કણિી રત્નથી તેઓ ઉપર નીશાની કરતા, તેવા ચિહથી તેઓ ભોજન મેળવી " जितो भवान वर्धते भयं तस्मा न्माहन माहनेति"
ઇત્યાદિ પઠન માટે સ્વરે કરવા લાગ્યા, આ કારણે તેઓ શાહના એ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પોતાનાં બાળકો સાધુઓને આપવા લાગ્યા, જેમાંથી કેટલાક વેચ્છાથી વિરકત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા,
અને પરિષહ સહન કરવાને અશકત એવા કેટલાક ભાવકો થયા. કાંકિણી રત્નથી લાંછીત એવા તેઓને પણ નિરંતર જમવાનું મળતું. અનુક્રમે તેઓ “માહના ” ને બદલે “ બ્રાહ્મણ ' એવા નામથી પ્રખ્યાત થયા, અને કાંકિણી રનની રેખાઓ, તે પવિત– જઈ–રૂપે થઇ. ભરત રાજાની પછી તેના પુત્ર સુયશાએ, કાંકિણી રત્નના અભાવથી સેનાની અને તે પછી મહાયશા વગેરે રાજાઓએ રૂપાની, અને પછી બીજા ઓએ સુતરની પવિત-જાઈ કરી.
બ્રાહ્મણની અને તેઓ જે જઈ પહેરે છે તેની ઉત્પત્તિ ઉપર જણાવ્યા પ્રમાણે છે. કાળક્રમે, જે ભાવકોમાંથી તેઓ "બ્રાહ્મણ થયા તેઓ પ્રથમ આવક હતા, એમ ભૂલાઈ ગયું અને બ્રાહ્મણ પિતાને સિથી પ્રથમ ઉત્પન્ન થયેલા ગણવા લાગ્યા. ખરું જોતાં તે વાસ્તવિક નથી, પણ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાવકો પ્રથમ હતા અને તેમાંથી બ્રાહ્મણે નીકળ્યા. જૈન શાસ્ત્રોમાં પ્રાકૃત ભાષામાં હાલ પણ બ્રાહ્મણોને “માહન” શબ્દથી લખેલ છે. બ્રાહ્મણ સંસ્કૃત શબ્દ છે તે પ્રાકૃત વ્યાકરણમાં બંભણ, તેમજ માહણના સ્વરૂપથી સિદ્ધ થાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં બ્રાહ્મણને “ જુઠ્ઠસાવયા ” એટલે " મેઢા બાવક " તરીકે લખેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com