________________
ખંડ પહેલે–પ્રકરણ ૪.
અભિનંદન સુમતિનાથ પદમ પ્રભુ સુપાર્શ્વનાથ
ચંદ્ર પ્રભુ ખોટા વેદ અથવા તો ફેરફાર કરેલા વેદ આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ અને નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથના વખતની વચ્ચે બનાવવામાં આવ્યા છે, જે હજુ સુધી પ્રચલિત છે. જે બ્રાહ્મણોએ તીર્થકરને ઉપદેશ અંગીકાર કર્યો, તેઓએ પૂર્વ વેદના માનો ત્યાગ કર્યો નહિ, અને તે માત્ર આજ સુધી દક્ષિણમાં, કર્ણાટક દેશમાં વિગેરે બીજે ઠેકાણે જૈન બ્રાહ્મણે બેલે છે. પણ બીજા બ્રાહ્મણોએ ચંદ્ર પ્રભુ ભગવાનની પછી કેટલાએક કાળ ગયા બાદ, અગાડી જણાવ્યા પ્રમાણે ભરતખંડમાં, સંધ તથા જૈન શા તરત વિછેદ થયા પછી, સ્વમતિ કલ્પનાથી પોતાના લાભવાળો ધર્મ બનાવ્યો અને તે ગ્રંથોમાં પોતાને લાભ મળે એવી ક્રિયાઓ ને વચનો દાખલ કર્યો. વેદની રચના અગાડી જે રીતે દયામય ધર્મ ઉપર કરવામાં આવી હતી, તેમાં ફેરફારો કરો હિંસાસંયુક્ત કરવામાં યાજ્ઞવલ્કય રૂષિ, પિપલાદ ને પર્વત વગેરે એ શું શું ભાગ લીધે, તે વિષે આપણે અગાડી જોઈશું; પણ હમણાં આપણે શ્રી રૂષભદેવનો વિચાર કરીએ.
હવે ભગવાન આદીશ્વર અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા અને ત્યાં આગળ ભરતરાજાએ આવી તેમને વંદન કર્યું. ત્યાંથી નીકળી ભગવાન શ્રીશેત્રય ગીરિ તરફ જવા માટે પુંડરીક ગણધર વિગેરે સાથે ચાલી નીકળ્યા. વિહારમાં તેમણે કેશળ દેશના લોકોને ધર્મમાં કુશળ કર્યો. મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ ર્યા, કાશીના લોકોને પ્રબોધ્યા, ચેદી દેશને સચેત જ્ઞાનવાળો કર્યો, ગુર્જર દેશને પાપ રહિત આશાવાળો કર્યો અને છેલ્લે શ્રીશેત્રુંજય ગીરિપર પધાર્યો.
* એ માટે જુઓ “દુનિયાને પ્રાચિન ધર્સ ” ભાગ બીજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com