________________
ખંડ પહેલો-પ્રકરણ ૪.
ચિદપૂવ
૪૭૫૦ અવધિજ્ઞાની
૮૦૦૦ કેવળજ્ઞાની
૨૦૦૦૦ વૈક્રિયલબ્ધીવાન
२०६०० મનપર્યવજ્ઞાની
૧૨૬૫૦ વાદી
૧૨૬૫૦ અનુતરવિમાનવાસી २२००० ભગવાન શ્રી રામદેવે જે રીતે વ્યવહારમાં પ્રજાનું સ્થાપન કર્યું, તેમજ ધર્મ માર્ગમાં ઉપર પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દિલ સમયથી એક લક્ષ પૂર્વ વિત્યા પછી ભગવાને અષ્ટાપદ પર્વત ઉપર દશહજાર મુનિઓસાથે પધારી, ૬ ઉપવાસ કરી પાદપોપ ગમન અણસણ કર્યું.
ભરતરાજાને આ ખબર મળતાં તે દુ:ખી થયા અને અંતઃપુર પરિવાર સાથે પગે ચાલીને અષ્ટાપદ તરફ જવા નીકળ્યા. પગે ચાલવામાં તેમને ઘણું દુઃખ થયું, તે છતાં તે તેમણે ગણકાર્યું નહીં અને તડકો તાપ પણ ગણકાર્યો નહિ અને થોડા વખતમાં અષ્ટાપદ પર્વત ઉપર પ્રભુ સમક્ષ આવી, પ્રદક્ષિણું દઈ વંદન કરી, પાસે બેસી તેમની ઉપાસના કરવા લાગ્યા.
શ્રી રૂષભદેવનું મોક્ષગમન
આ અવસર્પિણીના ત્રીજા આરાનાં નવાણું પક્ષ બાકી રહ્યાં ત્યારે માઘમાસના કૃષ્ણપક્ષની ૧૩ ના પૂર્વહે અભિચિ નક્ષત્રમાં ચંદ્રને યોગ આવ્યો તે સમયે, રૂષભદેવ ભગવાને બાદર કાયગમાં રહી, બાદર મનગ અને વચન યોગને રૂંધી લીધા, પછી સુક્ષ્મ કાયયોગને અસ્ત કરી સૂક્ષ્મક્રિયા નામના શુકલ ધ્યાનના ચોથાપાયા ઉછત્રક્રિયા આશ્રયકરી, શ્રી રૂષભદેવ ભગવાન મોક્ષ પદને પામ્યા; અને તેમની સાથે દસ હજાર શ્રમણો પણ પરમ પદને પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com